Sunday, May 19, 2024
More
    હોમપેજદેશ'રાહુલ ગાંધીએ રાજકીય લાભના ઈરાદે જૂઠનો સહારો લીધો': 200 કુલપતિઓ અને શિક્ષણવિદોએ...

    ‘રાહુલ ગાંધીએ રાજકીય લાભના ઈરાદે જૂઠનો સહારો લીધો’: 200 કુલપતિઓ અને શિક્ષણવિદોએ કોંગ્રેસના યુવરાજ વિરુદ્ધ લખ્યો પત્ર, કાયદાકીય કાર્યવાહીની માંગ

    પત્રમાં કહેવાયું છે કે, "અમે તેમને (રાહુલ ગાંધીને) કહીએ છીએ કે, આવી કાલ્પનિક વાતો ન કરો. કોઈપણ તથ્ય વગર ભ્રમ ન ફેલાવો. આવી અફવાઓ ફેલાવવાથી શિક્ષણનું વાતાવરણ ખરાબ થાય છે."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીના સમયે રાહુલ ગાંધી ખરેખરી મુશ્કેલીમાં ફસાયા છે. કોંગ્રેસ યુવરાજ તથ્ય વગર કોઈપણ નિવેદન આપતા રહ્યા છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈને જુઠ્ઠાણું ફેલાવ્યું હતું કે, તેઓ આદિવાસી છે એટલે રામ મંદિરમાં આમંત્રણ નહોતું અપાયું. જ્યારે હવે રાહુલ ગાંધીએ યુનિવર્સિટીના કુલપતિઓની નિયુક્તિ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વાઇસ ચાન્સલરોની નિયુક્તિ મેરીટને સાઈડ પર રાખીને કેટલાક સંગઠનો સાથે સંબંધોના આધારે કરવામાં આવે છે. એટલે આડકતરી રીતે તેમણે ભાજપ અને RSSની વાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, યુનિવર્સિટીઓની નિયુક્તિમાં RSSના લોકોને જ ભરવામાં આવે છે. પરંતુ હવે દેશની 200 યુનિવર્સિટીના કુલપતિઓ તેમના પર ભડકી ઉઠયા છે અને સંયુકત નિવેદન બહાર પાડીને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

    રાહુલ ગાંધીએ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલરોની નિયુકતીને લઈને નિવેદન આપ્યા બાદ દેશની 200 યુનિવર્સિટીના કુલપતિઓ ભડકી ઉઠયા છે. એક ખુલ્લા પત્રમાં વાઇસ ચાન્સલરો અને અન્ય વરિષ્ઠ શિક્ષણવિદોએ રાહુલ ગાંધીના આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું છે કે, લાયકાતના આધારે કુલપતિઓની નિમણૂકની પ્રક્રિયા પારદર્શક રીતે થાય છે. વાઇસ ચાન્સલરો તેમના કામમાં સંસ્થાઓની ગરિમા અને નૈતિકતાનું ધ્યાન રાખે છે. ખુલ્લા પત્રમાં 181 વાઇસ ચાન્સલરો અને શિક્ષણવિદોએ હસ્તાક્ષર કર્યા છે.

    ‘પારદર્શી પ્રક્રિયા હેઠળ થાય છે નિયુક્તિ’

    કુલપતિઓના નિવેદનમાં તેમના કાર્ય વિશે વાત કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, “અમને રાહુલ ગાંધીની પોસ્ટ્સ અને ભાષણોથી જાણવા મળ્યું છે કે, તેઓ અફવા ફેલાવી રહ્યા છે કે, દેશની યુનિવર્સિટીઓમાં મેરીટના આધારે નહીં, પરંતુ RSS સાથેના સંબંધોના આધારે ભરતી કરવામાં આવે છે.” તેમણે રાહુલ ગાંધીના આ નિવેદન પર વાંધો ઉઠાવતા કહ્યું કે, “કુલપતિઓની એક ખૂબ જ સખત, પારદર્શી પ્રક્રિયા હેઠળ નિયુક્તિ કરવામાં આવે છે. તેના માટે સંબંધિત વ્યક્તિની એકેડમિક યોગ્યતા જોવામાં આવે છે.”

    - Advertisement -

    પત્રમાં કહેવાયું છે કે, “અમે તેમને (રાહુલ ગાંધીને) કહીએ છીએ કે, આવી કાલ્પનિક વાતો ન કરો. કોઈપણ તથ્ય વગર ભ્રમ ન ફેલાવો. આવી અફવાઓ ફેલાવવાથી શિક્ષણનું વાતાવરણ ખરાબ થાય છે.” છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય યુનિવર્સિટીઓની વૈશ્વિક રેન્કિંગમાં આવેલા બદલાવને ટાંકીને પત્રમાં કહેવાયું કે, “કેટલાક વર્ષોમાં અદભૂત પરિવર્તન આવ્યું છે. હવે આપણી યુનિવર્સિટીઓની ગ્લોબલ રેન્કિંગ સારી થઈ ગઈ છે.”

    ‘રાહુલ ગાંધીએ રાજકીય લાભના ઈરાદે જૂઠનો સહારો લીધો’

    પત્રમાં લખવામાં આવ્યું છે કે, “સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે, દેશભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલરો અને શિક્ષણવિદો તાજેતરમાં રાહુલ ગાંધી દ્વારા યુનિવર્સિટીની નિયુક્તિ પ્રક્રિયા અંગે ફેલાયેલા પાયાવિહોણા આક્ષેપોને સંબોધે છે અને તેનું ખંડન કરે છે.” વધુમાં કહેવાયું છે કે, “તે તથ્યને ધ્યાને રાખીને કે, રાહુલ ગાંધીએ જૂઠનો સહારો લીધો છે અને તેનાથી રાજકીય લાભ લેવાના ઈરાદાથી મોટા પાયે કુલપતિઓના કાર્યાલયોને બદનામ કર્યા છે. તેથી, વિનમ્ર પ્રાર્થના છે કે, તેમની વિરુદ્ધ તુરંત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં