Sunday, May 19, 2024
More
    હોમપેજદેશમમતા બેનર્જી પર બનાવ્યું Meme, X યુઝરને મળી ગઈ કલકત્તા પોલીસની નોટિસ:...

    મમતા બેનર્જી પર બનાવ્યું Meme, X યુઝરને મળી ગઈ કલકત્તા પોલીસની નોટિસ: કહ્યું- પોસ્ટ ડિલીટ કરો નહીંતર કાર્યવાહી કરીશું

    યુઝરે X પર અન્ય એક પોસ્ટમાં આ નોટિસનો ફોટો મૂક્યો છે. સાથે લખ્યું કે, કલકત્તા પોલીસ માત્ર મમતા બેનર્જી પર મીમ્સ બનાવવા માટે નોટિસ આપી રહી છે.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળ પોલીસે એક સોશિયલ મીડિયા યુઝરને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. કારણ એ છે કે તેણે મમતા બેનર્જી પર એક વિડીયો બનાવ્યો હતો. યુઝરે પોસ્ટ કરેલા વિડીયોની નીચે જ કલકત્તા પોલીસે તેની પાસે નામ અને રહેઠાણ વગેરેની વિગતો માંગી હતી. 

    વાસ્તવમાં ગત 4 મેના રોજ X ઉપર એક યુઝર @SoldierSaffron7ના આઇડી પરથી એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં મમતા બેનર્જીનું કાર્ટૂન બનાવવામાં આવ્યું છે. વિડીયોમાં મમતાના પાત્રને એક ગીત પર ડાન્સ કરવું બતાવવામાં આવ્યું છે. પોસ્ટ 4 મેના રોજ કરવામાં આવી હતી અને આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં તેને 62 હજાર વ્યુઝ મળ્યા છે. જોકે, પોલીસે નોટિસ મોકલ્યા બાદ તે વધુ ચર્ચામાં આવ્યું.

    આ પોસ્ટ નીચે કલકત્તા પોલીસના DCP (સાયબર ક્રાઇમ)ના X અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું કે, ‘તમને તાત્કાલિક નામ અને રહેઠાણ સહિતની ઓળખ જાહેર કરવા માટે નિર્દેશ આપવામાં આવે છે. જો આ માહિતી આપવામાં ન આવી તો તમારી વિરુદ્ધ CrPCની કલમ 42 હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે. સાથે કલકત્તા સાયબર ક્રાઇમનો એક નંબર પણ આપવામાં આવ્યો છે. 

    - Advertisement -

    જાણવા મળ્યા અનુસાર, આ યુઝરને પોલીસે એક નોટિસ પણ આપી છે. યુઝરે X પર અન્ય એક પોસ્ટમાં આ નોટિસનો ફોટો મૂક્યો છે. સાથે લખ્યું કે, કલકત્તા પોલીસ માત્ર મમતા બેનર્જી પર મીમ્સ બનાવવા માટે નોટિસ આપી રહી છે. જેઓ કહે છે કે, ભાજપ સરકારમાં કોઇ લોકશાહી નથી, તેમણે પશ્ચિમ બંગાળની પણ ક્યારેક મુલાકાત લેવી જોઈએ. ત્યાં બહુ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે.”

    નોટિસમાં પોલીસે જણાવ્યું કે, ‘એવું ધ્યાને આવ્યું છે કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ વાંધાજનક અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા માટે કરી રહ્યા છો. કાયદો-વ્યવસ્થાને અસર કરી શકે તેવું કન્ટેન્ટ શૅર કરવા બદલ કલકત્તા સાયબર પોલીસ મથક CrPC 149 હેઠળ તમારી વિરુદ્ધ નોટિસ ઈસ્યુ કરે છે. આગળ લખવામાં આવ્યું કે, તમને આ પોસ્ટ તાત્કાલિક હટાવી લેવા માટે અને આગળથી આવું કૃત્ય ન કરવા માટે નિર્દેશ આપવામાં આવે છે. જો તેમ નહીં થાય તો તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં