Sunday, May 5, 2024
More
    હોમપેજદેશપોતાની દીકરી પર ગર્વ, મિત્રની દીકરી પર બળાત્કાર: કટ્ટર ખ્રિસ્તી છે દિલ્હી...

    પોતાની દીકરી પર ગર્વ, મિત્રની દીકરી પર બળાત્કાર: કટ્ટર ખ્રિસ્તી છે દિલ્હી સરકારના મહિલા-બાળ વિકાસ વિભાગનો અધિકારી; ચર્ચ જતી વખતે અનેક વાર દુષ્કર્મ ગુજારવાનો છે આરોપ

    બાળકી પર બળાત્કાર કરનાર મહિલા-બાળ અધિકારી પ્રેમોદય ખાખાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસતા જાણવા મળ્યું કે તે કટ્ટર ખ્રિસ્તી છે. પોતાના ફેસબુક કવરમાં પોતાના પરિવારનો ફોટો મુક્યો છે. એક તરફ તે પોતાની પત્ની, દીકરો અને દીકરી સાથે નજરે પડે છે, તો બીજી તરફ તેણે પોતાના દીકરી અને દીકરાની ગીત ગાતા અને ગિટાર વગાડતો ફોટો છે.

    - Advertisement -

    દિલ્હી સરકારના મહિલા-બાળ વિકાસ અધિકારી તેમજ વિકાસ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેમોદય ખાખા પર એક બાળકી સાથે બળાત્કાર ગુજારવાનો આરોપ લાગ્યો છે. નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 દરમિયાન તેણે 14 વર્ષની બાળકી સાથે (અત્યારે તે 17 વર્ષની છે) અનેક વાર દુષ્કર્મ કર્યું હતું. આટલું જ નહીં, અધિકારી પ્રેમોદય ખાખાની પત્નીએ પીડિતાને ગર્ભનિરોધક ગોળીઓ પણ ખવડાવી હતી. NCPCRના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ આ મામલે ચર્ચની ભૂમિકા પણ સંદિગ્ધ હોવાનું કહ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું કે દિલ્હી સરકારે અનાથોનો ડેટા નહોતો આપ્યો. પિતાનાં મોત બાદ ચર્ચમાં જ બાળકીના પરિવારની મુલાકાત આ અધિકારી સાથે થઇ હતી.

    પોતાના બાળકો પર ગર્વ, ફેસબુક પર પરિવાર સાથે ફોટા

    દિલ્હી સરકારના અધિકારી પ્રેમોદય ખાખાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસતા જાણવા મળ્યું કે તે કટ્ટર ખ્રિસ્તી છે. પોતાના ફેસબુક કવરમાં પોતાના પરિવારનો ફોટો મૂક્યો છે. એક તરફ તે પોતાની પત્ની, દીકરો અને દીકરી સાથે નજરે પડે છે, તો બીજી તરફ તેણે પોતાના દીકરી અને દીકરાનો ગીત ગાતા અને ગિટાર વગાડતો ફોટો છે. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે તેને પોતાના બાળકો પર ખૂબ ગર્વ છે. આ પ્રોફાઈલ જોઇને કોઈ પણ તેવો અંદાજો પણ ન આવે કે આ વ્યક્તિ કોઈ બાળકી પર બળાત્કાર કરી શકે છે.

    બાળકી બળાત્કાર મહિલા-બાળ અધિકારી

    પોતાના ઇન્ટ્રોમાં તેણે બાઈબલનો એક ક્વોટ મૂક્યું છે. બાઈબલના ‘જોન’ નામના પુસ્તકમાં 14મા ચેપ્ટરમાં 21મી વર્સના આ ઉદ્ધરણનો અર્થ તેવો થાય છે કે, ‘જેની પાસે મારી આજ્ઞા છે, અને જે તેને માને છે, એ જ મારી સાથે પ્રેમ રાખે છે અને જે મારી સાથે પ્રેમથી વર્તશે તેની ઉપર મારા પિતા પ્રેમ રાખશે અને હું તેની સાથે પ્રેમથી વર્તીશ અને હું તેનામાં તે ભાવ પ્રગટ કરીશ.’ આને ‘યૂહન્ના’ પણ કહેવામાં આવે છે. તેમને ઈશુના સહુથી પ્રિય શિષ્ય માનવામાં આવે છે. સાથે જ ખ્રિસ્તીઓમાં યૂહન્નાને ગોડ દ્વારા મોકલેલ મનુષ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.

    - Advertisement -
    બાળકી બળાત્કાર મહિલા-બાળ અધિકારી
    પ્રમોદય ખાખાની ફેસબુક પ્રોફાઇલ, પ્રસ્તાવનામાં બાઇબલના અવતરણ

    પ્રેમોદય ખાખાએ ફેસબુક પર પણ પોતાની કારકિર્દી વિશે પણ લખ્યું છે. તે દિલ્હીના મહિલા અને વિકાસ મંત્રાલયમાં ‘ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી’ના પદ પર પણ રહી ચૂક્યો છે. ઉપરાંત તે દિલ્હી સરકારના આ વિભાગમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી ચુક્યો છે. તેણે લખ્યું છે કે તે ઝારખંડના રામગઢ જિલ્લાના ઘટોતંડ સ્થિત ‘ડૉ. રામ મનોહર લોહિયા લેબર હાઇસ્કુલ’માં ભણ્યો છે. સાથે જ તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ‘સોશિયલ વર્ક’ માં માસ્ટર્સનો કોર્સ કર્યો હતો.

    બાળકી બળાત્કાર મહિલા-બાળ અધિકારી
    પ્રેમોદય ખાખાની ફેસબુક પોસ્ટ (સાભાર ऑपइंडिया)

    એક ફેસબુક પોસ્ટમાં તેણે ઇસુ ખ્રિસ્ત વિશે પોસ્ટ કરતા લખ્યું છે કે, “मेरी कोई आशा न होती यदि मैं इस बात से अनजान होता कि किसी ने मेरे सब कर्मों का फल क्रूस पर बलिदान होकर भुगत लिया।” આ મુદ્દે ભાજપે પણ અવાજ ઉઠાવ્યો છે. દિલ્હી ભાજપના પ્રભારી વિજયંત જય પાંડાએ ટ્વિટ કરીને કહ્યું કે લાગે છે કે આ અધિકારી સીએમ અરવિંદ કેજરીવાલના ફેવરિટ હતા, એટલે જ તેમણે પોતે તેમને WCD વિભાગમાં OSD તરીકે પસંદ કર્યા હતા. આ વિશે પાંડાએ એક પત્ર પણ રજૂ કર્યો હતો.

    પીડિત સગીરા પર અનેક વાર બળાત્કાર

    ઉલ્લેખનીય છે કે પીડિતા ઉત્તર દિલ્હીની એક સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આરોપી અધિકારી પણ પોતાની પત્ની અને પુત્ર સાથે ઉત્તર દિલ્હીમાં રહે છે. બાળકીએ પોલીસને જણાવ્યું હતું કે, અધિકારીએ વર્ષ 2020થી 2021 દરમિયાન ઘણીવાર તેની સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે કિશોરી ગર્ભવતી થઈ ત્યારે અધિકારીની પત્નીએ તેને ગોળીઓ ખવડાવીને ગર્ભપાત કરી દીધો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, કિશોરીના પરિવાર અને અધિકારીની લગભગ ત્રણ વર્ષ પહેલા ચર્ચમાં મુલાકાત થઈ હતી. એ પછી કથિત રીતે બંને પરિવારો વચ્ચે મિત્રતા થઈ હતી. વર્ષ 2020માં જ્યારે બાળકીના પિતાનું મોત થયું ત્યારે અધિકારીએ બાળકીની માતાને તેની દીકરીને પોતાને ઘરે લઈ જવાની અને તેની સંભાળ રાખવાની ઓફર કરી હતી. તેના પર કિશોરીની માતાએ સંમતિ દર્શાવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં