Monday, November 4, 2024
More
    હોમપેજક્રાઈમમિત્રની સગીર પુત્રી સાથે અનેક વખત કર્યો બળાત્કાર, પત્નીએ ગર્ભપાતની ગોળી ખવડાવી:...

    મિત્રની સગીર પુત્રી સાથે અનેક વખત કર્યો બળાત્કાર, પત્નીએ ગર્ભપાતની ગોળી ખવડાવી: દિલ્હી સરકારના મહિલા-બાળ વિકાસ વિભાગના અધિકારીની ધરપકડ, પત્ની પણ પકડાઈ

    ચર્ચ જતી વખતે આરોપીએ ઘણીવાર કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ પીડિતાએ આ વર્ષે જુલાઈ મહિનાથી ચર્ચ જવાનું છોડી દીધું હતું. બે વર્ષ બાદ કિશોરીની માતાને જ્યારે આ ઘટના વિશે જાણ થઈ તો તેણે પોલીસ અને બાળ કલ્યાણ અધિકારીઓને જાણ કરી હતી.

    - Advertisement -

    દિલ્હીના એક અધિકારીને સગીરા સાથે બળાત્કાર કરવાના આરોપમાં પકડી લેવામાં આવ્યો છે. આ સાથે તેની પત્નીની પણ ધરપકડ થઇ છે. તેની ઉપર પીડિતાને ગર્ભપાતની દવા ખવડાવવાનો આરોપ છે. આ અધિકારી દિલ્હી સરકારના મહિલા-બાળ વિકાસ વિભાગમાં કાર્યરત હતો. દિલ્હી સરકારે તેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. 

    પીડિતા ઉત્તર દિલ્હીની એક સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આરોપી અધિકારી પણ પોતાની પત્ની અને પુત્ર સાથે ઉત્તર દિલ્હીમાં રહે છે. બાળકીએ પોલીસને જણાવ્યું હતું કે, અધિકારીએ વર્ષ 2020થી 2021 દરમિયાન ઘણીવાર તેની સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે કિશોરી ગર્ભવતી થઈ ત્યારે અધિકારીની પત્નીએ તેને ગોળીઓ ખવડાવીને ગર્ભપાત કરી દીધો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, કિશોરીના પરિવાર અને અધિકારીની લગભગ ત્રણ વર્ષ પહેલા ચર્ચમાં મુલાકાત થઈ હતી. એ પછી કથિત રીતે બંને પરિવારો વચ્ચે મિત્રતા થઈ હતી. વર્ષ 2020માં જ્યારે બાળકીના પિતાનું મોત થયું ત્યારે અધિકારીએ બાળકીની માતાને તેની દીકરીને પોતાને ઘરે લઈ જવાની અને તેની સંભાળ રાખવાની ઓફર કરી હતી. તેના પર કિશોરીની માતાએ સંમતિ દર્શાવી હતી.

    - Advertisement -

    ઈન્ડિયન એક્સ્પ્રેસે તેના રિપોર્ટમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને કહ્યું હતું કે, “કિશોરી સાથે મહિનાઓ સુધી દુષ્કર્મ કરાયું હતું અને 2021માં તે ગર્ભવતી થઈ હતી. જ્યારે આરોપીને ખબર પડી ત્યારે તેણે તેની પત્નીને જણાવ્યું હતું. ત્યારબાદ પત્નીએ ગોળીઓ મંગાવી કિશોરીને ખવડાવી તેનો ગર્ભપાત કરાવી દીધો હતો.” પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કિશોરીના પરિવારે જણાવ્યું કે, ત્યારબાદ તે બીમારી પડવાથી તેની માતા તેને પોતાની સાથે ઘરે લઈ ગઈ હતી. ત્યારબાદ હોસ્પિટલ લઇ જવામાં આવતાં ડોક્ટરોને જાણવા મળ્યું હતું કે અધિકારી અને તેના પરિવાર દ્વારા મહિનાઓ સુધી બાળકીનું શોષણ કરવામાં આવ્યું છે.”

    રિપોર્ટ્સ અનુસાર, 15 જાન્યુઆરીના રોજ પીડિતાની માતા તેને ઘરે લઈ આવી હતી. ત્યારપછી પણ આરોપી સતત કિશોરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચર્ચ જતી વખતે આરોપીએ ઘણીવાર કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ પીડિતાએ આ વર્ષે જુલાઈ મહિનાથી ચર્ચ જવાનું છોડી દીધું હતું. બે વર્ષ બાદ કિશોરીની માતાને જ્યારે આ ઘટના વિશે જાણ થઈ તો તેણે પોલીસ અને બાળ કલ્યાણ અધિકારીઓને જાણ કરી હતી.

    પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે કિશોરીનું નિવેદન નોંધ્યું છે. તેણે બળાત્કાર અને દુર્વ્યવહારની ઘણી ઘટનાઓ વિશે જણાવ્યું છે. આરોપીની મદદ કરવા અને ગર્ભપાત કરવાના મામલે પત્નીને પણ આરોપી બનાવવામાં આવી છે. કિશોરીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેનું કાઉન્સેલિંગ પણ ચાલુ છે.”

    અધિકારી અને તેની પત્ની પર IPCની કલમ 376(2F) (મહિલાના વાલી તરીકે બળાત્કાર કરવો), 506 (ગુનાહિત ધમકી), 509 (મહિલાની ગરિમાનું અપમાન), 323 (ઈજાઓ પહોંચાડવી), 313 (મહિનાની સહમતી વિના ગર્ભપાત કરાવવો), 120B (ગુનાહિત ષડયંત્ર) અને POCSO એકટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં