દિલ્હીની (Delhi) એક કોર્ટે પોલીસને તથાકથિત પત્રકાર રાણા અય્યુબ (Rana Ayyub) વિરુદ્ધ FIR દાખલ કરવા નિર્દેશ આપ્યા છે. 2016-17માં રાણા અય્યુબે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતી પોસ્ટ કરી હતી, જે બાદ કોર્ટે તેના વિરુદ્ધ ગુના દાખલ કરવા માટેના નિર્દેશ આપ્યા છે. આરોપ છે કે, તેણે હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચે (Hindu Hate) અને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન થાય તેવી પોસ્ટ કરી હતી.
આરોપ તેવો પણ છે કે, તેણે હિંદુઘૃણા ઉપરાંત ભારતવિરોધી ભાવના ફેલાય અને ધાર્મિક વિદ્વેષ ભડકે તેવી મનશાથી આ પ્રકારની પોસ્ટ પોતાના X હેન્ડલ પર કરી હતી. અરજદાર દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, અરજીમાં અપરાધનો ખુલાસો થયો છે અને શહેરની પોલીસને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવે છે.
BREAKING: Delhi Court orders FIR registration against journalist @RanaAyyub on allegations of "insulting Hindu deities, spreading of anti-India sentiment and incitement of religious disharmony." The Delhi Court has ordered that the investigation in the case be carried out fairly… pic.twitter.com/QfaVbIwioz
— LawBeat (@LawBeatInd) January 28, 2025
શું કહેવું છે કોર્ટનું?
આ મામલે મુખ્ય ન્યાયાધીશ હિમાંશુ રમણ સિંઘે સુનાવણી કરી હતી. નોંધનીય છે કે રાણા વિરુદ્ધ એક વકીલે અરજી કરી હતી, જેમાં રાણા અય્યુબ વિરુદ્ધ FIR દાખલ કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, અય્યુબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપમાનજનક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં હિંદુ દેવી-દેવતાઓનું અપમાન, ભારતવિરોધી ભાવના ફેલાવીને ધાર્મિક સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા કૃત્ય સામેલ છે.
આ મામલે કોર્ટે ગત 25 જાન્યુઆરીએ આદેશ આપતા કહ્યું હતું કે, “કેસના તથ્યોના આધારે પ્રથમ દ્રષ્ટયા કલમ 153 A (ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષાના આધારે વિભિન્ન સમૂહો વચ્ચે દુશ્મની વધારવા) 295 A (જાણી જોઇને કરવામાં આવેલું દુર્ભાવનાપૂર્ણ કાર્ય, જેનો ઉદ્દેશ કોઈ વર્ગ કે ધર્મ કે ધાર્મિક વિશ્વાસોનું અપમાન કરવા કે જે-તે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા) તેમજ 505 (સાર્વજનિક વૈમનસ્ય ફેલાવે તેવા નિવેદન) અંતર્ગત સંજ્ઞાનમાં લેવા લાયક ગુનાઓ બને છે. આરોપોની ગંભીરતાને ધ્યાન પર લઈને યોગ્ય તપાસના આદેશ આપવા ઉચિત છે.”
દરમિયાન કોર્ટે કહ્યું કે, “તથ્યો અને પરિસ્થતિઓને ધ્યાને રાખીને, ફરિયાદમાં સંજ્ઞાન લેવા લાયક ગુનાઓનો ખુલાસો થયો છે. જેના માટે FIR નોંધવી જરૂરી છે. CrPCની કલમ 156(3) હેઠળ વર્તમાન અરજીને સ્વીકારવામાં આવે છે. સાયબર પોલીસ સ્ટેશનના SHOને નિર્દેશ આપવામાં આવે છે કે, તેઓ ફરિયાદની બાબતોને FIRમાં બદલે અને કેસની નિષ્પક્ષ તપાસ કરે.”