Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યા તો મુસ્લિમ ભીડે SDM કોર્ટ...

    મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યા તો મુસ્લિમ ભીડે SDM કોર્ટ બહાર મચાવ્યો હોબાળો, છૂટા હાથની મારામારી કરી

    છોકરો દેહરાદૂનના ચંદ્રબાની વિસ્તારનો છે અને છોકરી મઝરા વિસ્તારની છે. થોડા દિવસો પહેલાં 18 નવેમ્બર 2022ના રોજ યુવતી તેના પ્રેમી સાથે તેના ઘરે ગઈ હતી

    - Advertisement -

    શુક્રવાર, 23 ડિસેમ્બરના રોજ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં મુસ્લિમ યુવતીના હિંદુ યુવક સાથે લગ્ન દરમિયાન હંગામો થયો હતો. યુવતીના પરિવારજનોએ યુવક પર અપહરણનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, યુવતીએ એસડીએમ કોર્ટમાં પોતાને પુખ્ત હોવાનું અને પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનું નિવેદન આપ્યું હતું. આ મામલે હિન્દુ અને મુસ્લિમ પક્ષો સામસામે આવી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તંગદિલીભર્યું વાતાવરણ શાંત કરાવ્યું હતું.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છોકરો દેહરાદૂનના ચંદ્રબાની વિસ્તારનો છે અને છોકરી મઝરા વિસ્તારની છે. થોડા દિવસો પહેલાં 18 નવેમ્બર 2022ના રોજ યુવતી તેના પ્રેમી સાથે તેના ઘરે ગઈ હતી. આ કેસમાં યુવતીના પરિવાર વતી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે છોકરાના ઘરેથી છોકરીને શોધી કાઢી હતી. જોકે, તે પછી યુવતીએ પોતાને પુખ્ત હોવાનું જણાવીને તેના પ્રેમી સાથે રહેવાની પોતાની સ્વતંત્ર ઇચ્છા હોવાનું નિવેદન આપ્યું હતું.

    દરમિયાન પ્રાપ્ત માહિતી અનુસાર, છોકરી અને છોકરાના લગ્ન પણ એક મંદિરમાં થયા હતા. આ લગ્નને કાનૂની માન્યતા આપવા માટે બંનેએ સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે કોર્ટે બંનેને તેમના નિવેદન નોંધવા માટે શુક્રવારે સમન્સ પાઠવ્યા હતા. આ દિવસે યોજાનારી સુનાવણીની જાણ યુવતીના પરિવારજનોને થઈ અને તેઓ પોતાના કેટલાક સાથીદારો સાથે એસડીએમ કોર્ટની બહાર ઉભા થઈ ગયા.

    - Advertisement -

    યુવતીના પરિવારજનો વતી મુસ્લિમ સંગઠનના લોકો કોર્ટમાં એકઠા થવા લાગ્યા હતા. મુસ્લિમ પક્ષ તરફથી મહિલા વકીલ રઝિયા બેગ હાજર રહ્યા હતા. જ્યારે હિંદુ સંગઠનોને આ વાતની જાણ થઈ તો તેઓએ SDM કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંને પક્ષોએ પોતપોતાના દાવા કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન મારામારી થવાના પણ સમાચારપણ સામે આવ્યા હતા. જ્યારે પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થઈ તો તે ઘટનાસ્થળે પહોંચી અને લોકોને અલગ કર્યા હતા. આ દરમિયાન બાર એસોસિએશનના સભ્યો પણ એસડીએમ કોર્ટની બહાર પહોંચી ગયા હતા.

    મુસ્લિમ પક્ષના વકીલે યુવક પર યુવતીને હિંદુ બનાવવાનો આરોપ લગાવ્યો છે. યુવતીના પરિવારના વાંધાને ધ્યાનમાં રાખીને દેહરાદુનની SDMએ આ મામલાની આગામી સુનાવણી 30 ડિસેમ્બરે નક્કી કરી છે. કોર્ટે પોલીસને છોકરા અને છોકરીની સુરક્ષા કરવાનો આદેશ પણ આપ્યો છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યુવક અને યુવતીને તેમના ઘરે ઉતાર્યા હતા. ત્યારબાદ બંને બાજુથી એકઠા થયેલા લોકો પાછા ફર્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં