Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અબ્બા અને ચાચાની હત્યા પાછળ અખિલેશ યાદવ પણ એટલા જ જવાબદાર’: ડોન...

    ‘અબ્બા અને ચાચાની હત્યા પાછળ અખિલેશ યાદવ પણ એટલા જ જવાબદાર’: ડોન અતીક અહેમદના દીકરા અલીની ‘ચિઠ્ઠી’ થઈ રહી છે વાયરલ, મુસ્લિમોને એકજૂટ થવાની કરી અપીલ

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ચિઠ્ઠીમાં મરહૂમ અતીક અહેમદના પુત્ર અલી એવું લખેલું છે. અલી હાલ પ્રયાગરાજની નૈની જેલમાં બંધ છે ત્યારે આ પેમ્ફલેટ ખરેખર અલીએ લખ્યું છે કે નહીં એ વાતની હજુ સુધી પુષ્ટિ નથી થઈ.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની નગરપાલિકા ચૂંટણીમાં માફિયા ડોન અતીક અહેમદ અને અશરફની હત્યાનો મુદ્દો ઉછળવા લાગ્યો છે. પ્રયાગરાજમાં અતીક અહેમદના દીકરા અલીના નામની એક ચિઠ્ઠી ચર્ચાનું કેન્દ્ર બની છે. અલીની કથિત ચિઠ્ઠીમાં મુસ્લિમોને એકજૂટ થવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બીજેપી અને સમાજવાદી પાર્ટીને નગરપાલિકાની ચૂંટણીમાં વોટ ન આપવાની અપીલ કરવામાં આવી છે. અલી અહેમદની ચિઠ્ઠીમાં અતીક અને અશરફના મૃત્યુ માટે યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

    ચિઠ્ઠીમાં મુસ્લિમ મતદારોને ખાસ અપીલ કરવામાં આવી

    અતીક અહેમદના દીકરા અલીના નામથી વાયરલ થયેલા પેમ્ફલેટમાં મુસ્લિમ મતદારોને સંબોધિત કરીને લખવામાં આવ્યું છે કે, ‘હું તમને વિનંતી કરું છું કે તમે મુસ્લિમ ભાઈઓ એક થઈ જાઓ. તમે લોકો ભાજપ અને સમાજવાદી પાર્ટીને વોટ ન આપજો. જો તમારા હૃદયમાં મારા અબ્બા માટે થોડી પણ જગ્યા છે, તો તેમની વાતનું ધ્યાન રાખો.’ ચિઠ્ઠીમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે પોલીસ હવે અલી અને તેની અમ્મી શાઇસ્તાનું એન્કાઉન્ટર કરવા માગે છે.

    અલી અહેમદ જેલમાં બંધ છે તો પેમ્ફલેટ ક્યાંથી આવ્યું?

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ચિઠ્ઠીમાં મરહૂમ અતીક અહેમદના પુત્ર અલી એવું લખેલું છે. અલી હાલ પ્રયાગરાજની નૈની જેલમાં બંધ છે ત્યારે આ પેમ્ફલેટ ખરેખર અલીએ લખ્યું છે કે નહીં એ વાતની હજુ સુધી પુષ્ટિ નથી થઈ. ઉલ્લેખનીય છે કે, અલી સામે કુલ 6 કેસ દાખલ છે. પોલીસે તેના માથે 50 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. ત્યારબાદ જુલાઈ 2022માં તેણે સરેન્ડર કર્યું હતું. ત્યારથી તે જેલમાં બંધ છે. અતીક-અશરફ જેલમાં ગયા બાદ અલી ખંડણીનું કામ કરતો હતો.

    - Advertisement -

    અલીના નામે વાયરલ થઈ રહેલી ચિઠ્ઠી પર અતીક અહેમદ, અશરફ અને અસદનો ફોટો પણ લાગેલો છે. પોલીસનું કહેવું છે કે આ ચિઠ્ઠી કોણે લખી છે એની તપાસ થઈ રહી છે. આ ચિઠ્ઠીને લઈને ઉત્તર પ્રદેશના ડેપ્યુટી CM બ્રજેશ પાઠકે કહ્યું હતું કે, અમુક લોકો ચૂંટણીમાં વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના વિકાસનું પૈડું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તમામ લોકો ધીમે-ધીમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મદદ કરવા માટે પોતાના ઘરથી બહાર આવી રહ્યા છે. ડેપ્યુટી CMએ એવું પણ કહ્યું હતું કે, 4 તારીખે લખનૌમાં થનારી ચૂંટણી એકતરફી હશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં