ફેમસ કંપની ડાબરે (Dabur) બાબા રામદેવની પતંજલિ આયુર્વેદા (Patanjali Ayurveda) વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) કેસ દાખલ કર્યો છે. ડાબર કંપનીનો આરોપ છે કે પતંજલિ તેના ચ્યવનપ્રાશ (Chyavanprash) ઉત્પાદનો સામે નકારાત્મક જાહેરાતો (negative publicity campaign) ચલાવી રહી છે. ડાબરે પતંજલિને આવી નકારાત્મક પ્રચારાત્મક જાહેરાતો ચલાવવાથી રોકવા માટે હાઇકોર્ટ પાસે તાત્કાલિક આદેશની માંગ કરી છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મિની પુષ્કર્ણાએ આ મામલે નોટિસ જારી કરી છે અને આ કેસની સુનાવણી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં થશે.
#MarketsWithMC | FMCG क्षेत्र की दिग्गज कंपनी Dabur India, बाबा रामदेव की Patanjali Ayurved के खिलाफ दिल्ली हाई कोर्ट पहुंच गई है। इसकी वजह है च्यवनप्राश को लेकर Patanjali का एक एड। पूरी डिटेल पढ़ें इस खबर में…https://t.co/LPPyPKivlp#patanjali #dabur #BabaRamdev… pic.twitter.com/nFTedsqRKg
— Moneycontrol Hindi (@MoneycontrolH) December 25, 2024
અહેવાલો અનુસાર, ન્યાયાધીશે શરૂઆતમાં આ કેસને આર્બિટ્રેશનમાં મોકલવાનું વિચાર્યું હતું, પરંતુ ડાબરે તાત્કાલિક રાહતની માંગણી કર્યા પછી કેસની સુનાવણી કરવાનું નક્કી કર્યું. ડાબરને પતંજલિની જાહેરાત સામે ખાસ વાંધો છે જેમાં સ્વામી રામદેવ (Swami Ramdev) કહે છે, “જેમને આયુર્વેદ અને વેદોનું જ્ઞાન નથી, તેઓ ચરક, સુશ્રુત, ધન્વંતરિ અને ચ્યવનઋષિની પરંપરામાં ‘મૂળ’ ચ્યવનપ્રાશ કેવી રીતે બનાવી શકશે?” આ નિવેદન દ્વારા એવો સંકેત આપવામાં આવી રહ્યો છે કે માત્ર પતંજલિનો ચ્યવનપ્રાશ જ ‘ઓરિજિનલ’ છે અને બજારમાં અન્ય કંપનીઓના ચ્યવનપ્રાશ ઉત્પાદનો નકલી અથવા સામાન્ય છે કારણ કે તેમને આયુર્વેદની પરંપરાનું જ્ઞાન નથી.
ડાબર તરફથી અપિલ સિબ્બલ કરી દલીલ
ડાબર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અખિલ સિબ્બલે (Akhil Sibal) આ મામલે દલીલ કરી અને કહ્યું કે પતંજલિ આયુર્વેદ સતત આ કરી રહ્યું છે. તેમણે આ વર્ષે પતંજલિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશને પણ ટાંક્યો હતો, જેમાં પતંજલિ વિરુદ્ધ તિરસ્કારનો કેસ (contempt case) નોંધવામાં આવ્યો હતો. સિબ્બલ કહે છે કે તેને ‘સામાન્ય’ કહીને, પતંજલિએ આયુર્વેદિક દવાના પ્રાચીન અને માન્ય સ્વરૂપ ચ્યવનપ્રાશની સમગ્ર શ્રેણીને બદનામ કરી છે. તેમણે કહ્યું કે ઔષધ અને સૌંદર્ય પ્રસાધનો અધિનિયમ હેઠળ, તમામ ચ્યવનપ્રાશને પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં આપવામાં આવેલા ચોક્કસ સૂત્રો અને ઘટકોને અનુસરવાનું ફરજિયાત છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક ચ્યવનપ્રાશ ‘સામાન્ય’ ભ્રામક અને સ્પર્ધકો માટે હાનિકારક છે.
સિબ્બલે એમ પણ કહ્યું કે પતંજલિએ કલર્સ, સ્ટાર, ઝી, સોની અને આજતક સહિત વિવિધ ટીવી ચેનલો પર આ જાહેરાત ચલાવી છે. આ ઉપરાંત આ જાહેરાત દૈનિક જાગરણની દિલ્હી આવૃત્તિમાં પણ પ્રકાશિત કરવામાં આવી છે. તેમણે કોર્ટને કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં આ જાહેરાતો 900 વખત બતાવવામાં આવી છે અને આ જાહેરાતો લોકોના માનસ પર અસર કરી શકે છે.
પતંજલિ આયુર્વેદ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જયંત મહેતાએ દાખલ કરેલી અરજીની માન્યતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કેસનો જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. આમ, આ મામલો હવે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી માટે છે અને કોર્ટ કોના પક્ષમાં ચુકાદો આપે છે તે જોવું રહ્યું.