હોમપેજદેશલદાખ હિંસામાં કોંગ્રેસ એન્ગલ પણ, કાઉન્સિલર પર તોફાનીઓનું નેતૃત્વ કરવાનો આરોપ: વાંગચુકે...

લદાખ હિંસામાં કોંગ્રેસ એન્ગલ પણ, કાઉન્સિલર પર તોફાનીઓનું નેતૃત્વ કરવાનો આરોપ: વાંગચુકે પ્રદર્શનકારીઓને કહ્યું હતું– માસ્ક પહેરીને આવજો

આરોપ છે કે હિંસા પાછળ કોંગ્રેસના નેતાઓનો હાથ હતો. કોંગ્રેસ કાઉન્સિલર ફંટસોગ સ્ટેન્ઝિન ત્સેપાંગે પણ હિંસા ભડકાવવામાં ભૂમિકા ભજવી હોવાનો ભાજપે બુધવારે (24 સપ્ટેમ્બર) આરોપ લગાવ્યો હતો. 

- Advertisement -

24 સપ્ટેમ્બરે (બુધવાર) કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં પૂર્ણ રાજ્યના દરજ્જા અને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે શરૂ થયેલાં પ્રદર્શનોએ હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગચંપી અને તોડફોડ કરવામાં આવ્યાં. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે સુરક્ષાબળોએ પણ બળપ્રયોગ કરવો પડ્યો. તોફાનમાં ચારનાં મોત થયાં છે અને અનેકને ઈજા પહોંચી છે. આ પ્રદર્શનો સોનમ વાંગચુકના સમર્થનમાં આયોજિત કરવામાં આવ્યાં હતાં, જેઓ 14 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હતા. 

આ બધાની વચ્ચે સોનમ વાંગચુકનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો જેમાં તેઓ પ્રદર્શનકારીઓને હિંસા માટે તૈયાર રહેવાની સલાહ આપતા જોવા મળે છે. ભાજપ આઈટી સેલ હેડ અમિત માલવિયાએ એક્સ પર આ વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં વાંગચુક પ્રદર્શન માટે આવનાર લોકોને માસ્ક અને હૂડી પહેરીને આવવા માટે કહેતા દેખાય છે. ઉલ્લેખનીય છે કે પ્રદર્શનમાં તોફાન મચાવનારાઓ કાયમ આ ટ્રિક અપનાવે છે, જેથી ઓળખ જાહેર ન થાય. 

બીજી તરફ, આમાં કોંગ્રેસ એન્ગલ પણ સામે આવ્યો છે. આરોપ છે કે હિંસા પાછળ કોંગ્રેસના નેતાઓનો હાથ હતો. કોંગ્રેસ કાઉન્સિલર ફંટસોગ સ્ટેન્ઝિન ત્સેપાંગે પણ હિંસા ભડકાવવામાં ભૂમિકા ભજવી હોવાનો ભાજપે બુધવારે (24 સપ્ટેમ્બર) આરોપ લગાવ્યો હતો. 

- Advertisement -

માલવિયાએ અમુક વિડીયો પોસ્ટ કર્યા છે, જેમાં ત્સેપાગ તોફાની ટોળાની આગેવાની કરતો જોવા મળે છે. તે અપર લેહ વૉર્ડનો કોંગ્રેસ કાઉન્સિલર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે પછીથી ભાજપ સાંસદ સંબિત પાત્રાએ પણ ઉઠાવ્યો. 

પાત્રાએ કહ્યું, “લદાખમાં અમુક પ્રદર્શનોને જેન ઝી આંદોલનમાં ખપાવવાના પ્રયાસો થયા. પણ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ પ્રદર્શનો જેન-ઝી દ્વારા નહીં પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યાં હતાં.” તેમણે પણ કોંગ્રેસ કાઉન્સિલર સ્ટેન્ઝિન ત્સેપાંગનું નામ લીધું અને કહ્યું કે તેઓ હિંસા ભડકાવવામાં મુખ્ય કિરદાર છે. તે ભાજપ કાર્યાલય તરફ હાથમાં હથિયારલ લઈને જતો જોવા મળે છે તેવા વિડીયો પણ સામે આવ્યા હોવાનું પાત્રાએ ઉમેર્યું. 

અમિત માલવિયાએ પોસ્ટ કરેલા અન્ય એક વિડીયોમાં કોંગ્રેસ કાઉન્સિલર ડોર્જે નોર્બૂ ખુલ્લેઆમ પ્રશાસનને પડકાર ફેંકતા જોવા મળે છે. તેઓ સરકારને પડકાર ફેંકીને કહે છે કે તેઓ ગમે તેટલા CRPF જવાનો તહેનાત કરે કે ગમે તેટલી સુરક્ષા સુનિશ્ચિત કરે પણ તેઓ પ્રદર્શનકારીઓને ભાજપની લદાખ ઑફિસે જઈને ત્યાંથી લોકોને ખેંચી કાઢવાથી રોકી શકશે નહીં. 

માલવિયા અનુસાર, કોંગ્રેસ કાઉન્સિલરે એમ પણ જણાવ્યું હતું કે તેઓ ભાજપની લદાખ ઑફિસ ખાતે પોતે પણ આવશે અને પથ્થર ફેંકશે. લોકોને પણ 24 સપ્ટેમ્બરના રોજ લેહ આવીને હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. 

ત્યારબાદ 24 સપ્ટેમ્બરના રોજ જ પ્રદર્શનના નામે લોકો એકઠા થયા. હિંસા ફાટી નીકળી. ભાજપના કાર્યાલય પર પણ હુમલો થયો અને સુરક્ષાકર્મીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા, જેમાં CPRFના જવાનો પણ સામેલ હતા. 

આ બધું દર્શાવે છે કે લદાખના લેહમાં થયેલાં કથિત પ્રદર્શનો અને પછી થયેલી હિંસા એ ‘સ્વયંસ્ફુરિત’ કે લોકોના આક્રોશનું પરિણામ ન હતાં, જેવું દર્શાવવામાં આવી રહ્યું છે. આ બધી વિગતોથી હુમલો પૂર્વઆયોજિત હોય તેમ સ્પષ્ટ જણાય રહ્યું છે. 

એ પણ નોંધવું જોઈએ કે જે માંગણીઓને લઈને આ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં હતાં તેની ઉપર કેન્દ્રની લદાખના સ્થાનિકો સાથે વાતચીત સતત ચાલી જ રહી છે. આગામી ઑક્ટોબર મહિનામાં પણ એક બેઠકનું આયોજન થશે, જેમાં લદાખના પ્રતિનિધિઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે ચર્ચામાં ભાગ લેશે. આ પહેલાં ગૃહ મંત્રાલયે એક સમિતિ બનાવી હતી, જેમાં લદાખના સ્થાનિક પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. 

આ સમિતિની બેઠકોના કારણે અત્યાર સુધી અનેક સકારાત્મક પરિણામો આવ્યાં છે અને સ્થાનિકોની માગણીઓ અને સમસ્યાઓનાં પણ ધીમેધીમે સમાધાનો થઈ રહ્યાં છે. પ્રશ્ન હવે એક એ પણ છે કે પહેલેથી સકારાત્મક દિશામાં બધું જઈ રહ્યું હોય તો આ રીતે અચાનક આંદોલન અને પ્રદર્શન કરવાનું કોને સૂઝ્યું હતું અને તેનાથી મોટો પ્રશ્ન એ છે કે કેમ સૂઝ્યું હતું? 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં