હોમપેજગુજરાતનડિયાદમાં અન્ય જિલ્લાઓ-રાજ્યોમાંથી 50 લોકોને લાવીને ધર્માંતરણ કરાવાતું હોવાની ફરિયાદ, પોલીસે શરૂ...

નડિયાદમાં અન્ય જિલ્લાઓ-રાજ્યોમાંથી 50 લોકોને લાવીને ધર્માંતરણ કરાવાતું હોવાની ફરિયાદ, પોલીસે શરૂ કરી તપાસ

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટી પાસે એક મકાનમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ અને અન્ય રાજ્યોના આદિવાસી વિસ્તારોમાંથી યુવાનોને બોલાવવામાં આવ્યા હતા

- Advertisement -

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું હોવાના આરોપ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. નડિયાદમાં એક મકાનમાં દાહોદ, પંચમહાલ, ફતેપુરા તેજ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના 50થી વધુ લોકોને લાવવામાં આવ્યા હતા. પોલીસ હાલ આરોપોની તપાસ કરી રહી છે. સંચાલકોએ સ્વબચાવમાં કહ્યું છે કે તેઓ સેમિનાર ચલાવી રહ્યા હતા.

અહેવાલો અનુસાર, નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટી પાસે એક મકાનમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ અને અન્ય રાજ્યોમાંથી યુવાનોને બોલાવવામાં આવ્યા હતા. હિંદુ સંગઠનોનો આરોપ છે કે આ લોકોને દેવું ચૂકતે કરી દેવા સહિતની આર્થિક લાલચ અને પ્રલોભનો આપીને અહીં લાવવામાં આવ્યા હતા અને તેમના ધર્મ પરિવર્તન માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે આયોજકોનું કહેવું છે કે તેઓ માત્ર સેમિનાર ચલાવી રહ્યા છે.

જોકે પછીથી હિંદુ સંગઠનના નેતાઓએ નડિયાદ પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. નડિયાદ પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. સેમિનારના આયોજકો અને તેમાં સામેલ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે બે ઈસમો સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ 4(1), 4(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલમાં આ બે ઈસમો અને બહારથી બોલાવવામાં આવેલા યુવક, યુવતીઓના નિવેદનો લેવામાં આવી રહ્યાં છે.

- Advertisement -

દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર ડીવાયએસપી વી.આર.બાજપાઈ જણાવ્યું કે, “આ બનાવમાં ફરિયાદી આકાશ પટેલની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખરેખર ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે કે કેમ તે બાબત હજી અસ્પષ્ટ છે અને હાલમાં તપાસ ચાલુ છે. સ્ટિવન મેકવાન અને સ્મિત મેકવાન બંને સેમિનારના આયોજક છે અને પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું કે, ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક પ્રચારના હેતુથી આ ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.”

વધુમાં તેમણે જણાવ્યું કે “ફરિયાદી આકાશ પટેલે એવા આક્ષેપો કર્યા છે કે આયોજકો જ્યારે યુવકોને મળવા પહોંચ્યા ત્યારે તેમને ધર્મ બાબતે પ્રલોભન આપવામાં આવ્યું હતું. તેથી તેમની ફરિયાદ લેવામાં આવી છે. આ સેમિનારમાં 50 ઉપરાંતના યુવક, યુવતીઓ સામેલ હતા. જેઓ દાહોદ, ફતેપુરા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના વતની છે અને ખાસ આ સેમિનાર માટે તેમને એક ફોર્મ ભરી નડિયાદ ખાતે લાવવામાં આવ્યા હતા. વાસ્તવમાં આ કેસમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે કે કેમ? તે બાબત હજી અસ્પષ્ટ છે અને આ દિશામાં તપાસ ચાલી રહી છે.”

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં