Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશછત્તીસગઢમાં સરકારી યોજનાના રાશનથી ધર્માંતરણની દુકાન ચાલતી હોવાનો ઘટસ્ફોટ, મિશનરીઓ ₹100 કરોડથી...

    છત્તીસગઢમાં સરકારી યોજનાના રાશનથી ધર્માંતરણની દુકાન ચાલતી હોવાનો ઘટસ્ફોટ, મિશનરીઓ ₹100 કરોડથી વધુ કમાતી હોવાના આરોપ: તપાસ કરશે રાજ્ય સરકાર

    જ્યારથી AFCRA અને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2019 લાગુ કરવામાં આવ્યો છે, ત્યારથી ખ્રિસ્તી મિશનરીઓને ધર્માંતરણ માટે વિદેશી ફંડ મેળવવામાં તકલીફ પડી રહી છે. પરંતુ મિશનરીઓએ તેનો તોડ પણ શોધી લીધો છે. તેઓ દાનના નામે ગરીબ પરિવારો પાસેથી એક-એક મુઠ્ઠી અનાજ ઉઘરાવી રહી છે.

    - Advertisement -

    કેન્દ્રની ભાજપ સરકાર દેશના ગરીબ લોકોને ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના’ (PMGKAY) દ્વારા મફત રાશન અને જીવન-જરૂરિયાત વસ્તુઓ નિઃશુલ્ક પૂરી પાડી રહી છે. તેવામાં આ જ યોજના દ્વારા મળતા મફત રાશનનો ઉપયોગ ખ્રિસ્તી ધર્માંતરણ માટે કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપ છે કે, છત્તીસગઢમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા મફત રાશનથી ખ્રિસ્તી મિશનરીઓ તેમની ધર્માંતરણની દુકાનો ચલાવી રહી છે. તેઓ આ રાશન ઉઘરાવીને વેચી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જ્યારથી AFCRA અને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2019 લાગુ કરવામાં આવ્યો છે, ત્યારથી ખ્રિસ્તી મિશનરીઓને ધર્માંતરણ માટે વિદેશી ફંડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ મિશનરીઓએ તેનો તોડ પણ શોધી લીધો છે. તેઓ દાનના નામે ગરીબ પરિવારો પાસેથી એક-એક મુઠ્ઠી અનાજ ઉઘરાવી રહી છે અને તેને બજારમાં વેચી રહી છે. રિપોર્ટ અનુસાર મિશનરીઓએ ‘એક મુઠ્ઠી ચાવલ’ અભિયાન શરૂ કરીને ગરીબોના ઘરેથી તેમને મળતું સરકારી રાશન ઉઘરાવવાનું શરૂ કર્યું છે અને ત્યારબાદ તેને 25થી 30 રૂપિયે કિલો વેચી દેવામાં આવે છે.

    ગરીબ પરિવારને મળતું અનાજ વેચી મિશનરીઓ કમાય છે ₹100 કરોડથી વધુ

    છત્તીસગઢમાં અંદાજે 2.5 કરોડ લોકોને આ મફત રાશન મળે છે. રાજ્યમાં અન્ય જગ્યાને બાદ કરીને માત્ર જશપુર જિલ્લાની જ વાત કરીએ તો અહીં ખ્રિસ્તી ધર્માંતરણ સૌથી ઝડપી થઈ રહ્યું છે. અહીં 2011માં 1.89 લાખ ખ્રિસ્તીઓ હતા, જે હવે વધીને 3 લાખને પાર થઈ ગયા છે. માર્ચ 2024માં RTI દ્વારા જાણવા મળ્યું હતું કે, કાયદાકીય રીતે ખ્રિસ્તી બનનારાઓની સંખ્યા માત્ર 210 જ છે. હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને જોડીને (રાજ્યની અન્નપૂર્ણા યોજનાનું 35 કિલો અને કેન્દ્રની PMGKAYનું 5 કિલો) એક ચાર સભ્યોના પરિવારને 40 કિલો ચોખા/રાશન આપવામાં આવે છે. મિશનરીઓ આવા ગરીબ પરિવારો પાસેથી દરરોજ એક-એક મુઠ્ઠી ચોખા ઉઘરાવે છે અને બાદમાં તેને ગેરકાયદેસર રીતે બજારમાં વેચી દે છે.

    - Advertisement -

    મફત રાશનથી ખ્રિસ્તી મિશનરીઓ જે પણ આવક ઉભી કરે છે, તે તમામ આવક પોતાના પ્રચારકો અને પાસ્ટરોના વેતન અને ખ્રિસ્તી ધર્માંતરણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. માહિતી અનુસાર, મિશનરીઓ આ સરકારી અનાજને વેચીને અંબિકાપુર, જશપુર, રાયગઢ અને બલરામપુર જિલ્લામાં જ દર વર્ષે ₹50થી 55 કરોડ ભેગા કરી લે છે. દાવો તેવો પણ કરવામાં આવ્યો છે કે, આ આંકડો રાજ્ય સ્તરનો ગણવામાં આવે તો તે ₹100 કરોડને પણ પાર કરી જાય છે. ટ્રસ્ટ કે શાળા-હોસ્પિટલો માટે જ ફંડ મેળવી શકતી મિશનરીઓ હવે પોતાના પ્રચાર અને ધર્માંતરણ માટે ‘એક મુઠ્ઠી ચાવલ’ અભિયાન દ્વારા કમાયેલા રૂપિયા વાપરી રહી હોવાનું સામે આવ્યું છે.

    રાજ્ય સરકારની લાલ આંખ

    આ સમગ્ર કૌભાંડને લઈને રાજ્યસરકાર પણ હવે હરકતમાં આવી છે. છત્તીસગઢના ખાદ્ય એવમ નાગરિક આપૂર્તિ મંત્રી દયાલ દાસે આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. જાગરણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે, “કેન્દ્ર સરકાર ગરીબોના કલ્યાણ માટે અનાજ આપી રહી છે. કેટલાક લોકો તેનો દુરુપયોગ કરીને ધર્માંતરણ માટે ઉપયોગ કરતા હોય તો તે ખરેખર ગંભીર વિષય છે. આ આખા પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદાર લોકો વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવશે.”

    રિપોર્ટ અનુસાર, સરકારી અનાજનો ઉપયોગ મિશનરીઓની ‘ચંગાઈ સભા’ તેમજ તેમના અન્ય કાર્યક્રમો દરમિયાન પણ કરવામાં આવી રહ્યો છે. આ અનાજ લોકોને સહાયતાના નામે વેચવામાં પણ આવી રહ્યું છે. વર્ષ 2020માં છત્તીસગઢના જશપુર ગામમાં ધર્માંતરણના કેસમાં પકડાયેલા મિશનરીના લોકોએ જ ‘એક મુઠ્ઠી ચાવલ’ અભિયાનની માહિતી આપી હતી. જાન્યુઆરી 2024માં પકડાયેલા કેટલાક લોકોએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે સરકારી અનાજ ઉઘરાવીને વેચવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં