Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણએક પૂર્વ CRPF જવાન, એકના પુત્રની ઇસ્લામિક કટ્ટરપંથીઓએ કરી હતી હત્યા…: કોંગ્રેસના...

    એક પૂર્વ CRPF જવાન, એકના પુત્રની ઇસ્લામિક કટ્ટરપંથીઓએ કરી હતી હત્યા…: કોંગ્રેસના 2 મંત્રીઓને હરાવીને છત્તીસગઢમાં આ 2 ‘સામાન્ય માણસો’એ ખીલવ્યું કમળ

    9મા રાઉન્ડની મતગણતરી દરમિયાન થોડા સમય માટે EVM મશીનમાં ખામી સર્જાઈ હતી. જો કે ત્યારબાદની મતગણતરી ફરી શરૂ થયા બાદ ઈશ્વર સાહુએ રવિન્દ્ર ચૌબે સામે લગભગ 19 હજાર મતોની નિર્ણાયક લીડ મેળવી લીધી છે. મતગણતરીના અંતે સાહુએ ચાલુ મંત્રીને હરાવી દીધા હતા.

    - Advertisement -

    રવિવારે છત્તીસગઢમાં 2023ની વિધાનસભા ચૂંટણીની મત ગણતરી બાદ ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે. ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. અહીં કુલ 90 બેઠકો પર થયેલા મતદાનમાં ભાજપ 54 પર અને કોંગ્રેસ 35 પર જીતી છે. આ દરમિયાન સાજા વિધાનસભાથી ભાજપના ઈશ્વર સાહુ અને સીતાપુર વિધાનસભાથી રાજકુમાર ટોપોની જીતની ખાસ ચર્ચા થઈ હતી.

    સાજા વિધાનસભામાંથી જીત્યા ઇશ્વર સાહુ, પુત્રની થઇ હતી હત્યા

    ભારતીય જનતા પાર્ટીએ ઈશ્વર સાહુને છત્તીસગઢની સાજા વિધાનસભાથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ઇશ્વર સાહુ 22 વર્ષીય યુવક ભુવનેશ્વર સાહુના પિતા છે, જે બેમેટારા જિલ્લાના બિરાનપુર ગામમાં સાંપ્રદાયિક હિંસામાં માર્યા ગયા હતા. આ બેઠક પર કોંગ્રેસના રવિન્દ્ર ચૌબે સામે ઈશ્વર સાહુનો મુકાબલો હતો. રવીન્દ્ર ચૌબે છ વખત ધારાસભ્ય અને ભૂપેશ બઘેલની આઉટગોઇંગ સરકારમાં કેબિનેટ મંત્રી હતા. 8મા રાઉન્ડના અંત પછી, ઈશ્વર સાહુ કોંગ્રેસના રવિન્દ્ર ચૌબે પર 4566 મતોથી આગળ હતા.

    9મા રાઉન્ડની મતગણતરી દરમિયાન થોડા સમય માટે EVM મશીનમાં ખામી સર્જાઈ હતી. જો કે ત્યારબાદની મતગણતરી ફરી શરૂ થયા બાદ ઈશ્વર સાહુએ રવિન્દ્ર ચૌબે સામે લગભગ 19 હજાર મતોની નિર્ણાયક લીડ મેળવી લીધી છે. મતગણતરીના અંતે સાહુએ ચાલુ મંત્રીને હરાવી દીધા હતા.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે શનિવારે (8 એપ્રિલ 2023), છત્તીસગઢના બેમેટારા જિલ્લાના બિરાનપુર ગામમાં અલગ-અલગ સમુદાયના બે સ્કૂલના બાળકોની સાયકલ અથડાઈ હતી. આ નજીવી તકરારમાં મુસ્લિમ ટોળાએ હિંદુ વિદ્યાર્થીના પરિવારના સભ્યો અને સમર્થકો પર તલવારો વડે હુમલો કર્યો હતો. અબ્દુલ, અકબર, ઈસ્માઈલ સહિત 11 આરોપીઓ પર હુમલાનો આરોપ હતો. આ ટોળાએ હુમલો કરતાં ભુનેશ્વર સાહુનું મોત થયું હતું. આ વિવાદમાં 3 પોલીસકર્મીઓ સહિત લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા હતા.

    સીતાપુરઃ પૂર્વ CRPF જવાને કોંગ્રેસના મંત્રીને હરાવ્યા

    છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં સુરગુજા જિલ્લાની સીતાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના અમરજીત ભગતને હરાવનાર ભાજપના રામકુમાર ટોપો પણ સમાચારમાં છે. 36 વર્ષીય ટોપો CRPFની QAT (ક્વિક એક્શન ટીમ)માં હેડ કોન્સ્ટેબલ તરીકે પોસ્ટેડ હતા. આતંકવાદ વિરોધી અનેક કામગીરીમાં સામેલ રામકુમાર ટોપોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રામકુમાર ટોપોએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી.

    આખરે ટોપોએ કોંગ્રેસની ભૂપેશ બઘેલ સરકારમાં ખાદ્ય મંત્રી રહેલા અમરજીત ભગતને 16,954 મતોથી હરાવ્યા. આ વખતે હારેલા અમરજીત ભગત પણ સતત 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં