Sunday, July 3, 2022
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસમયસર CPRથી KKનો જીવ બચી શક્યો હોત, પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરનો ખુલાસોઃ કેન્દ્રીય...

  સમયસર CPRથી KKનો જીવ બચી શક્યો હોત, પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરનો ખુલાસોઃ કેન્દ્રીય એજન્સી પાસેથી તપાસ માટે અમિત શાહને પત્ર

  લોકપ્રીય બોલિવુડ ગાયક KKનું ગઈકાલે કોલકાતામાં પરફોર્મ કર્યા બાદ નિધન થયું હતું આ બાબતે બંગાળ ભાજપના નેતાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તપાસ કરવાની વિનંતી કરી છે.

  સમયસર CPRથી કેકેનો જીવ બચી શક્યો હોત, ગાયક સિંગર કૃષ્ણકુમાર કુન્નાથ (કેકે) પંચતત્વમાં ભળી ગયા છે. ગુરુવારે (2 જૂન 2022) મુંબઈના વર્સોવા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્ર નકુલે તેમને મુખાગ્ની આપી હતી. પરંતુ, તેમના મૃત્યુ બાદ ઉભા થયેલા કેટલાક પ્રશ્નો હજુ પણ વણઉકેલ્યા છે. બીજેપી સાંસદ સૌમિત્ર ખાને કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવા માટે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. એવું પણ બહાર આવ્યું છે કે ગાયક હાર્ટ બ્લોકેજથી પીડિત હતો અને એટેક બાદ સમયસર CPRથી કેકેનો જીવ બચી શક્યો હોત

  પશ્ચિમ બંગાળના સાંસદ સૌમિત્ર ખાને ગૃહ પ્રધાન અમિત શાહને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કેકેના મૃત્યુની તપાસ કરવા વિનંતી કરી છે. ગૃહમંત્રીને લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે જ્યાં કેકેનો કાર્યક્રમ યોજાયો હતો તે ઓડિટોરિયમની ક્ષમતા 3000 લોકોની છે.પરંતુ 7,000 લોકોને અંદર જવા દેવામાં આવ્યા હતા. એસી કામ કરતું ન હતું. કેકેના પોસ્ટમોર્ટમ સમયે ટીએમસીના નેતાઓ હોસ્પિટલમાં હાજર હતા, જ્યારે વિપક્ષના નેતાએ હોસ્પિટલમાં આવવાની ના પાડી દીધી હતી. સાંસદે આ તમામ શંકાઓના નિરાકરણ માટે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

  નોંધનીય છે કે કેકેનું મૃત્યુ 31 મેની મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. કલકત્તામાં નઝરૂલ સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે સિંગરની તબિયત અચાનક બગડવા લાગી, ત્યારબાદ તેને હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા. અને જ્યારે તબિયતમાં કોઈ સુધારો ન થયો ત્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. રસ્તામાં જ તેમનું મોત થયું હતું.

  - Advertisement -

  પીએમ કરનાર ડોકટરના માધ્યમથી મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે, “કેકેની ડાબી કોરોનરી ધમનીમાં ઘણો અવરોધ હતો. બાકીની ધમનીઓ અને પેટા ધમનીઓમાં કેટલીક જગ્યાએ બ્લોકેજ જોવા મળ્યા છે. લાઈવ શોમાં પરફોર્મ કરતી વખતે એક્સાઈટમેન્ટના કારણે ધમનીઓમાંથી લોહી વહેતું બંધ થઈ ગયું, જેના પછી તેને કાર્ડિયાક અરેસ્ટ થયો. જો તે દરમિયાન CPR (કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન) આપવામાં આવ્યું હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત. તેમને ઘણા સમયથી હ્રદય સંબંધિત સમસ્યાઓ હતી જેના વિષે તેઓ પોતે પણ જાણતા નહોતા.

  ડૉક્ટરના જણાવ્યા અનુસાર કેકેની ડાબી કોરોનરી ધમનીમાં 80 ટકા બ્લોકેજ હતું. ક્યાંય પણ 100% અવરોધ જોવા મળ્યો નથી. મંગળવારે લાઈવ પરફોર્મન્સ દરમિયાન ગાયક ભીડ સાથે વોક કરી રહ્યો હતો અને ડાન્સ કરી રહ્યો હતો, જેના કારણે ઉત્સાહ ઘણો વધી ગયો હતો.હૃદયમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ ગયો હતો, ત્યારબાદ તેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. જેના કારણે હ્રદયના ધબકારા પણ થોડા સમય માટે અચાનક ઘટી ગયા હતા. કેકે બેહોશ થવા લાગ્યો. જો તેને CPR આપવામાં આવ્યું હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત.

  જણાવી દઈએ કે સીપીઆરમાં, બેભાન વ્યક્તિની છાતી પર દબાણ આપવામાં આવે છે અને તેને કૃત્રિમ શ્વાસ આપવામાં આવે છે. જેના કારણે ફેફસાંને ઓક્સિજન મળે છે. આ હાર્ટ એટેક અને શ્વાસ લેવામાં અસમર્થતાના કિસ્સામાં વ્યક્તિનું જીવન બચાવી શકે છે.ડોક્ટરે એ પણ જણાવ્યું કે કેકે છેલ્લા કેટલાક સમયથી એન્ટાસિડ પર હતા. પીડાની ફરિયાદને કારણે તેણે એન્ટાસિડ લેવાનું શરૂ કર્યું હશે. તેણે વિચાર્યું હશે કે તેને પાચન સંબંધી સમસ્યાઓ છે, પરંતુ વાસ્તવમાં તેને હાર્ટ બ્લોકેજ છે.

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં