Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅખિલેશ સરકારમાં યુપીના બોલીવુડ કલાકારોને દર મહિને મળતા હતા હજારો રૂપિયા, યોગી...

    અખિલેશ સરકારમાં યુપીના બોલીવુડ કલાકારોને દર મહિને મળતા હતા હજારો રૂપિયા, યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી બન્યા બાદ બંધ થયું હતું પેન્શન

    અખિલેશ યાદવ સરકારમાં એક યોજનાના ભાગરૂપે બૉલીવુડ કલાકારોને પેન્શન આપવામાં આવી રહ્યું હતું, જે યોગીએ સીએમ બનતાંની સાથે જ બંધ કરી દેવડાવ્યું હતું.

    - Advertisement -

    બૉલીવુડ માટે હાલ કપરો સમય ચાલી રહ્યો છે. ઘણા મોટા બજેટ અને બેનરની ફિલ્મો પણ બહિષ્કારનો સામનો કરી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના બહિષ્કારની સીધી અસર ફિલ્મના બિઝનેસ પર જોવા મળી અને તે ફ્લોપ થઈ ગઈ. આમિરે માત્ર રાષ્ટ્રવિરોધી નિવેદનો જ નહોતા કર્યા પરંતુ પીકે ફિલ્મ દ્વારા હિંદુઓની આસ્થાની મજાક પણ ઉડાવી હતી. ત્યારે સામે આવ્યું છે કે અખિલેશ સરકારમાં યુપીના બોલીવુડ કલાકારો હજારો રૂપિયાનું પેન્શન મેળવતા હતા, જે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું.

    બૉલીવુડની આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને એક સમયે ઉત્તર પ્રદેશની સમાજવાદી સરકાર પ્રોત્સાહિત કરતી હતી, અને તેમને હજારો રૂપિયાનું પેન્શન આપવામાં આવતું હતું. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની નેતૃત્વ હેઠળની સમાજવાદી પાર્ટીની સરકારમાં અનેક બોલિવૂડ કલાકારો અને નિર્માતાઓએ માસિક પેન્શનનો લાભ લેતા હતા. જોકે, યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી બન્યા બાદ આ પેન્શન બંધ કરાવી દીધું હતું.

    યોગી આદિત્યનાથે લગાવ્યો હતો પેન્શન પર પ્રતિબંધ

    - Advertisement -

    યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે “રાજ્યએ હવે ખેરાત આપવાનું બંધ કરી દીધું છે.” ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પણ એવા લોકોમાં સામેલ છે જેમનું પેન્શન બંધ કરવામાં આવ્યું હતું.

    એક પ્રશ્નના જવાબમાં સીએમ યોગીએ કહ્યું હતું કે, “અમે ખેરાત વિતરણની સિસ્ટમ બંધ કરી દીધી છે, પછી તે અનુરાગ કશ્યપ હોય કે અન્ય કોઈ. આ લોકોને ખરાબ ટેવ પડી ગઈ હતી. સ્વાભાવિક રીતે આ પૈસા 23 કરોડ જનતાના છે. આ પૈસાનો ઉપયોગ યુપીની 23 કરોડ જનતા માટે જ થવો જોઈએ.”

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આ ઈન્ટરવ્યુ 15.52 મિનિટનો છે. જેમાં અનુરાગ કશ્યપ સાથે જોડાયેલા સવાલ પર સીએમ યોગીનો જવાબ 11.40 થી 15.52 મિનિટની વચ્ચે સાંભળી શકાય છે.

    યુપીના મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, “અમે અહીં દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા એવા કર્મચારીઓ વિશે વિચારીશું, જેઓ ખરેખર પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે. ઉત્તર પ્રદેશ માટે કામ કરો, દેશ માટે કામ કરો. જો તમે દેશના ભાગલા પડવાની મનશા ધરાવતા લોકોને પ્રમોટ કરીને શાસનની સુવિધાઓનો લાભ લેવા માંગો તો તે ક્યારેય ચલાવી નહિ લેવાય.”

    તેમણે આગળ જણાવ્યું કે, “આ લોકોએ પોતાના દિલમાંથી ગેરસમજ દૂર કરવી જોઈએ. આનો પર્દાફાશ થશે. અમે ‘તાન્હાજી’ને કરમુક્ત કરી કારણ કે તે પ્રેરણાદાયી છે. ઉત્તરપ્રદેશમાં તેમના માટે કોઈ સ્થાન નહીં હોય જે વિભાજનની માનસિકતા સાથે આ પ્રકારનું કામ કરશે.

    નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણીના એક વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2016માં ઉત્તર પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાજ્યમાં યશ ભારતી સન્માન પુરસ્કાર મેળવનારાઓને 50,000 રૂપિયા માસિક પેન્શન આપવાની જાહેરાત કરી હતી. યોજના મુજબ ફેબ્રુઆરી 2017 સુધી 172 લાભાર્થીઓને પેન્શન મળ્યું હતું.

    માસિક પેન્શન ઉપરાંત એવોર્ડ મેળવનારને 11 લાખ રૂપિયા, એક શાલ અને પ્રમાણપત્ર આપવામાં આવતું હતું. 1994માં મુલાયમ સિંહ યાદવ દ્વારા શરૂ કરાયેલ યશ ભારતી સન્માન, માયાવતી સરકારના સત્તામાં આવ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું.

    જોકે, અખિલેશ યાદવે તેને વર્ષ 2013માં ફરી શરૂ કરાવ્યું હતું. અખિલેશ સરકારે ઓક્ટોબર 2015માં જાહેરાત કરી હતી કે આ સન્માન મેળવનારાઓને માસિક પેન્શન પણ આપવામાં આવશે. આ સન્માનના લાભાર્થીઓએ ફેબ્રુઆરી 2017 સુધી આ પેન્શનનો લાભ લીધો હતો.

    આ યોજનાનો લાભ મેળવનારાઓમાં રાજ બબ્બર, તેમની પત્ની નાદિરા રાજ બબ્બર, ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ અને નવાઝુદ્દીન સિદ્દીકીનો સમાવેશ થાય છે. યોગી આદિત્યનાથે 21 એપ્રિલ, 2017ના રોજ સાંસ્કૃતિક વિભાગની સમીક્ષા બેઠક દરમિયાન રાજ્યના સૌથી મોટા યશ ભારતી પુરસ્કારોની તપાસનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે એવોર્ડ માટેના માપદંડોની સંપૂર્ણ સમીક્ષા થવી જોઈએ અને માત્ર લાયક લોકોને જ સન્માન મળવું જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં