Monday, June 23, 2025
More
    હોમપેજરાજકારણ'રાહુલ ગાંધી, તમારા મિત્ર શાહબાઝ શરીફે પોતે બ્રહ્મોસથી થયેલું નુકસાન સ્વીકાર્યું છે':...

    ‘રાહુલ ગાંધી, તમારા મિત્ર શાહબાઝ શરીફે પોતે બ્રહ્મોસથી થયેલું નુકસાન સ્વીકાર્યું છે’: ઑપરેશન સિંદૂર પર પ્રશ્નો ઉઠાવનાર વિપક્ષી દળો-નેતાઓ પર ભાજપનો વળતો જવાબ, કહ્યું- યે જો પાકિસ્તાન કે બબ્બર હૈ, વો હિન્દુસ્તાન કે ગબ્બર હૈ

    આ પ્રેસ કોન્ફરન્સમાં પાત્રાએ ઑપરેશન સિંદૂરની સફળતાને ભારતની સૈન્ય શક્તિ અને રાજકીય નિશ્ચયનું પ્રતીક ગણાવ્યું અને વિપક્ષ દ્વારા તેના પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા.

    - Advertisement -

    ઑપરેશન સિંદૂર (Operation Sindoor) પર ઉઠી રહેલ વિપક્ષી દળોના પ્રશ્નો પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ 30મેની સવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં વિપક્ષી દળો અને નેતાઓ, ખાસ કરીને કોંગ્રેસના રાહુલ ગાંધી (Rahul Gandhi), તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી (Revanth Reddy) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં પાત્રાએ ઑપરેશન સિંદૂરની સફળતાને ભારતની સૈન્ય શક્તિ અને રાજકીય નિશ્ચયનું પ્રતીક ગણાવ્યું અને વિપક્ષ દ્વારા તેના પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા.

    સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઑપરેશન સિંદૂર માટે કહ્યું કે, “રાહુલ ગાંધી હોય, જયરામ રમેશ હોય કે રેવંત રેડ્ડી હોય, તેમણે જે પ્રકારના નિવેદનો આપ્યા છે તે ભારતીય સેનાનું મનોબળ ઓછું કરવાનો પ્રયાસ છે. અમેરિકાના એક મોટા લશ્કરી નિષ્ણાત જોન સ્પેન્સરે ‘India won tech war, Pakistan lost as China’s proxy (ભારતે ટેકનોલોજીકલ યુદ્ધ જીત્યું, પાકિસ્તાન ચીનના પ્રોક્સી તરીકે હારી ગયું)’ શીર્ષક સાથે એક લેખ લખ્યો છે. આ લેખમાં તેમણે સમજાવ્યું છે કે મેડ ઇન ઇન્ડિયા ટેકનોલોજીએ ભારતીય સેનાને આતંકવાદ પર જીત મેળવવામાં કેવી રીતે મદદ કરી.”

    તેમણે કહ્યું કે, “આજે વિશ્વના દરેક દેશનું ભારત પ્રત્યે સકારાત્મક વલણ છે. મને દુઃખ છે કે કેટલાક રાજકીય પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, જેમણે શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ દેશ સાથે છે, સરકાર સાથે છે, પરંતુ તેઓ એક દિવસ પણ સરકાર સાથે ઉભા રહ્યા નથી. પહેલા દિવસથી જ રાહુલ ગાંધી, જયરામ રમેશ, રોબર્ટ વાડ્રા અને કોંગ્રેસના બધા સભ્યોએ ભારતીય સેના અને ભારતની બહાદુરી પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આ ‘સબૂત ગેંગ’ ભારતે જે કર્યું છે તેનાથી ખુશ નથી…”

    - Advertisement -

    સંબિત પાત્રાએ જયરામ રમેશને આડેહાથ લેતા કહ્યું કે, “ગાંધી પરિવારના જમણા હાથ ગણાતા જયરામ રમેશ એક નિવેદન આપે છે, અને તેઓ તેમના નિવેદનમાં કહે છે કે આતંકવાદીઓ ફરે છે, સાંસદો પણ ફરે છે. તેઓ એક જ શ્વાસમાં આતંકીઓની તુલના સાંસદો સાથે કરી દેય છે. તેમણે યાદ રાખવું જોઈએ કે સાંસદો પ્રવાસ પર નહોતા ગયા, તેઓ વિશ્વમાં ભારતનો પક્ષ મજબૂત રીતે રજૂ કરવા ગયા હતા અને તમારા સાંસદો પણ તેમાં સામેલ છે…”

    તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, “આપણે એ દિવસો યાદ કરવા જોઈએ જ્યારે સોનિયા ગાંધીના કહેવા પર આતંકવાદીઓને પોતાના નિવાસ-ઘર અને ઓફિસમાં બોલાવવામાં આવતા, તેમને ભેટ આપવામાં આવતી તેમનો સત્કાર કરવામાં આવતો. સોનિયાજી આતંકવાદીઓના મૃતદેહ જોઈને રડતા હતા. આપણે એ દિવસો પણ યાદ કરવા જોઈએ જ્યારે રાહુલ ગાંધીએ 26/11 (આતંકવાદી હુમલો) પછી પાર્ટીઓ કરતા હતા. આ લોકો કહી રહ્યા છે કે આતંકવાદીઓ અને સાંસદો ફરતા હોય છે.”

    તેમણે આગળ કહ્યું કે, “રાહુલ ગાંધી, જયરામ રમેશ, રેવંત રેડ્ડી પૂછી રહ્યા છે કે કેટલા રાફેલ તોડી પાડવામાં આવ્યા. ‘યે જો પાકિસ્તાન કે બબ્બર હૈ, વો હિન્દુસ્તાન કે ગબ્બર હૈ’. રાહુલ ગાંધીએ એમ ન પૂછ્યું કે, કે કેટલા પાકિસ્તાની એરબેઝ નાશ પામ્યા, કેટલા આતંકવાદીઓ માર્યા ગયા,  પરતું તેમણે ફક્ત એવું પૂછ્યું કે કેટલા ભારતીય વિમાનો તોડી પાડવામાં આવ્યા.”

    તેમણે કહ્યું કે, “આજે, કોંગ્રેસમાં બે જૂથો છે – એક જે પાકિસ્તાનને ટેકો આપે છે અને બીજો જે દેશ માટે અવાજ ઉઠાવવા માંગે છે પરંતુ તમારા કારણે તે કરી શકતો નથી. તમારી ‘જય હિંદ યાત્રા’ ‘પાકિસ્તાનની હિંદ યાત્રા’ જેવી લાગે છે અને તમારે આ યાત્રા બંધ કરવી જોઈએ અને પાકિસ્તાન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ…”

    તેમણે કહ્યું હતું કે ઑપરેશન સિંદૂર પછી સૈન્ય અધિકારીઓએ જે પ્રેસકોન્ફરન્સ કરી તેમાં બધી જ માહિતી વિસ્તૃત રીતે આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે જો કોઈ વિમાન ધ્વસ્ત થાય તો એનો કાટમાળ મળે છે, જેની અંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવામાં આવે છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના શાહબાઝ શરીફના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.

    તેમણે કહ્યું હતું કે, “શાહબાઝ શરીફે કહ્યું હતું કે, અમે 9 અને 10 મેની રાત્રે ભારતની સેનાને જવાબ આપવા માટે હુમલો કરવાનો નિર્ણય કર્યો, પરંતુ તે પહેલાં જ ભારતે બ્રહ્મોસ મિસાઈલ દ્વારા પાકિસ્તાની સૈન્યના અડ્ડાઓ પર હુમલો કરી દીધો. આ પહેલાં પણ પાકિસ્તાની PMએ નૂરખાન એરબેઝ ધ્વસ્ત કર્યો હોવાની માહિતી આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં