Sunday, November 10, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સમહિલા T-20 વર્લ્ડ કપ ભારતમાં યોજવાની બાંગ્લાદેશની ઓફર BCCIએ ફગાવી: બેંગ્લોરમાં તૈયાર...

    મહિલા T-20 વર્લ્ડ કપ ભારતમાં યોજવાની બાંગ્લાદેશની ઓફર BCCIએ ફગાવી: બેંગ્લોરમાં તૈયાર થયેલી નેશનલ ક્રિકેટ એકેડમી બાબતે જય શાહે આપી જાણકારી

    જય શાહે કહ્યું, “ભારતમાં અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે. આવતા વર્ષે, ભારત પોતે 50 ઓવરના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. હું બિલકુલ ઇચ્છતો નથી કે અમારા વિશે એવો અભિપ્રાય બને કે અમે (BCCI) વર્લ્ડ કપનું આયોજન સતત અમારા જ દેશમાં કરવા માગીએ છીએ.”

    - Advertisement -

    વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં (Bangladesh) ખરાબ રીતે હિંસક વાતાવરણ ફેલાયેલું છે. વચગાળાની સરકારે અલ્પસંખ્યકોની સુરક્ષાની ખાતરી આપ્યા છતાં હાલ ત્યાં હિંદુ સુરક્ષિત નથી. ત્યારે આવી રાજકીય ઉથલપાથલ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે BCCIને (Board of Control for Cricket in India) તેના બાંગ્લાદેશમાં ઓક્ટોબરમાં યોજાનાર મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન કરવા વિનંતી કરી હતી, પરંતુ BCCIએ તેની વિનંતીને ફગાવી દીધી છે.

    ઉલ્લેખનીય છે કે આવતા મહિને સપ્ટેમ્બરમાં ભારતની મેન્સ ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સાથે ટેસ્ટ શ્રેણી (Test Series) રમવાની છે. આ મેચ ભારતમાં યોજવાની હોવાથી બાંગ્લાદેશની ટીમ ભારત (Bharat) આવશે. આ બાદ ઓક્ટોબર મહિનામાં બાંગ્લાદેશમાં મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપનું આયોજન કરવાનું હતું. પરંતુ વર્તમાનમાં બાંગ્લાદેશની કફોડી પરિસ્થિતિ જોઈ આ આયોજન શક્ય જણાઈ રહ્યું નથી.

    આ અંગે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં BCCI અધ્યક્ષ જય શાહે (Jay Shah) માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે બાંગ્લાદેશ તરફથી એવો પ્રસ્તાવ હતો કે BCCI ઓક્ટોબર મહિનામાં T20 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરે, પરંતુ BCCIએ આ પ્રસ્તાવ માટે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. વધુમાં જય શાહે કહ્યું, “ભારતમાં અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે. આવતા વર્ષે, ભારત પોતે 50 ઓવરના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. હું બિલકુલ ઇચ્છતો નથી કે અમારા વિશે એવો અભિપ્રાય બને કે અમે (BCCI) વર્લ્ડ કપનું આયોજન સતત અમારા જ દેશમાં કરવા માગીએ છીએ.”

    - Advertisement -

    આ દરમિયાન જય શાહને આવતા મહિને યોજાનારી ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું આ સિરીઝ મુલતવી રાખી શકાય? જેના જવાબમાં જય શાહે સ્પષ્ટ કહ્યું કે, “અત્યારે એવું કઈ જ નક્કી નથી. બાંગ્લાદેશમાં હાલમાં જ નવી સરકાર આવી છે. તેઓ (બાંગ્લાદેશ ક્રિકેટ) આ સિરીઝને લઈને ચોક્કસ અમારો (BCCIનો) સંપર્ક કરશે. જો તેઓ આમ નહીં કરે તો અમે અમારી તરફથી સંપર્ક કરીશું. બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સિરીઝ અમારા માટે ઘણી મહત્વની છે. અમે તેને ગોઠવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.”

    NCAમાં માત્ર ક્રિકેટ જ નહીં ઓલિમ્પિક્સના ખેલાડીઓ પણ લઇ શકશે ટ્રેનિંગ

    આ દરમિયાન જય શાહે એ પણ જણાવ્યું કે, “નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) સેન્ટર બેંગલુરુમાં બનીને તૈયાર થઈ ગયું છે. જે ખૂબ જ ભવ્ય અને ઘણું મોટું છે. માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ ઓલિમ્પિકની રમતો સાથે જોડાયેલા ખેલાડીઓ પણ આ મોટા સેન્ટરમાં ટ્રેનિંગ લઈ શકશે. અહીં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.” આ સિવાય તેઓએ વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમ અને મધ્ય ભારત સાથે સાથે ભારતના નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં ક્રિકેટની સુવિધાઓ વિકસાવવા પર જોર આપ્યું.

    NCA સેન્ટરના નિર્માણના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે “BCCIએ 2008માં જ જમીન ખરીદી હતી, પરંતુ તેના પર કામ, જ્યારે BCCI ઓફિસ લોકડાઉન પછી શરૂ થઈ ત્યારે મારા બીજા કાર્યકાળ દરમિયાન શરૂ થયું હતું.” જય શાહે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની પહેલાના અધિકારીઓએ NCAનું કામ કેમ કરાવ્યું નથી તે અંગે તેઓ કઈ જાણતા નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં