દિલ્હીની ચૂંટણીઓ વચ્ચે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એટલે કે JNUનો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. જે દર્શાવે છે કે, રાજધાનીમાં બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓની ગેરકાયદેસર ઘૂસણખોરીએ (Illegal Immigrants) શહેરની ડેમોગ્રાફી (Delhi Demography) બદલવાનું શરૂ કર્યું છે.
આ 114 પાનાંના અહેવાલનું શીર્ષક ‘દિલ્હીમાં ગેરકાયદે પ્રવાસીઓ: સામાજિક-આર્થિક અને રાજકીય પરિણામોનું વિશ્લેષણ’ એવું છે. દિલ્હીની પરિસ્થિતિનું વર્ણન કરતો આ અભ્યાસ જણાવે છે કે, રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન મત મેળવવા માટે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓનો કેવી રીતે ઉપયોગ કરે છે. તેમની મતદાર યાદીમાં નોંધણી કરાવે છે, જેના કારણે રાજધાનીના ધાર્મિક માળખામાં પરિવર્તન આવ્યું છે.
દિલ્હી પર વધી રહ્યું છે દબાણ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોને કારણે મુસ્લિમ વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે રાજધાનીમાં ભીડ તો વધી છે જ, સાથે-સાથે શહેરના આરોગ્ય, સેવાઓ અને શિક્ષણ જેવા સંસાધનો પર પણ દબાણ વધ્યું છે.
Kejriwal’s AAP is selling out Delhi for vote bank politics!
— Satya Kumar Yadav (@satyakumar_y) February 3, 2025
– A JNU report exposes how AAP is enabling illegal Rohingya & Bangladeshi migration.
– Fake voter registrations & IDs are being handed out to illegals.
– Delhi’s economy, infrastructure & security are under… pic.twitter.com/OEPhY23yZg
આ લોકો સીલમપુર, જામિયા નગર, ઝાકિર નગર, સુલતાનપુરી, મુસ્તફાબાદ, જાફરાબાદ, દ્વારકા, ગોવિંદપુરી અને દિલ્હીના અન્ય વિસ્તારોમાં આવીને સ્થાયી થાય છે.
નકલી દસ્તાવેજો બનાવીને લઈ રહ્યા છે શ્રમિકોની નોકરી
અહીં તેમના રહેવાની વ્યવસ્થા કરવા માટે એક આખું નેટવર્ક કામ કરી રહ્યું છે, જેમાં દલાલોથી લઈને મઝહબી પ્રચાર કરનારા લોકોનો સમાવેશ થાય છે. તેમની મદદથી ઘૂસણખોરો નકલી દસ્તાવેજો બનાવવામાં સફળ થાય છે અને વિવિધ સ્થળોએ પોતાનું કામ કરવાનું શરૂ કરે છે. તેમની અનધિકૃત વસાહતોની સંખ્યા વધતી જાય છે અને રાજધાનીની માળખાગત સુવિધાઓ પર તેની અસર દેખાઈ રહી છે.
રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ ઓછા પગારવાળી નોકરીઓમાં સ્થાનિક શ્રમિકોની જગ્યા લઈ રહ્યા છે, જેનાથી સામાજિક અને આર્થિક માળખા પર અસર પડી રહી છે. જો આપણે વસ્તીના દૃષ્ટિકોણથી વાત કરીએ તો, અભ્યાસમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રાજધાનીમાં મુસ્લિમ વસ્તી વધી છે અને ધાર્મિક માળખામાં પણ ફેરફાર થયો છે.
સબસિડીને જોઈને વધી રહ્યા છે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ
બીજી તરફ, રોહિંગ્યાઓને સબસિડી આપતી દિલ્હી સરકાર અંગે પણ રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે, આવા સંસાધનો પૂરા પાડવાથી ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ વધુ પ્રમાણમાં દિલ્હી આવવાનો પ્રયાસ કરશે. આ રીતે દિલ્હીની સમસ્યાઓ ઘટવાને બદલે વધશે.