છેલ્લા કેટલાક મહિનામાં બાંગ્લાદેશમાં હિંદુઓ (Attacks on Hindus in Bangladesh) સતત અત્યાચારનો સામનો કરી રહ્યા છે. ન માત્ર હિંદુઓ પરંતુ બાંગ્લાદેશમાં રહેલા દરેક રાષ્ટ્રવાદીઓનું જીવન વિરોધીઓએ હરામ કરી દીધું છે. બાંગ્લાદેશીઓ તેમના સ્વાતંત્ર્ય સેનાનીઓને (Freedom Fighters) પણ છોડી રહ્યા નથી અને યુદ્ધના નાયકો સામે ઘૃણાસ્પદ કાર્યવાહી કરી રહ્યા છે. તાજેતરનો મામલો સ્વાતંત્ર્ય સેનાની અબ્દુલ હૈ કનુનો (Abdul Hai Kanu) છે, જેમને જૂતાની માળા પહેરાવીને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની (Sheikh Hasina) પાર્ટી અવામી લીગે (Awami League) ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે સ્વતંત્રતા સેનાનીનું અપમાન કરનારાઓમાં જમાત-એ-ઈસ્લામી (Jamaat-e-Islami) પાર્ટીનું નામ આવી રહ્યું છે. આ એ જ પાર્ટી છે જેના પર આતંકવાદી જૂથ (terrorist group) તરીકે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ મોહમ્મદ યુનુસે (Muhammad Yunus) સત્તામાં આવતાની સાથે જ તેના પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
A proud freedom fighter, Abdul Hai Kanu, who served during the Liberation War, has been humiliated by being forced to wear a garland of shoes! Kanu, a revered freedom fighter from the Chauddagram upazila of Comilla, was abducted from his own home this morning by a group of… pic.twitter.com/qEIyIjKJ7Q
— Awami League (@albd1971) December 22, 2024
અવામી લીગ સરકારના પતન પછી કનુ પોતાના ગામ પરત ફર્યા હતા. તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે એક વ્યક્તિએ તેમના ગળા પર છરી પણ મૂકી દીધી હતી. બાંગ્લાદેશી ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ બાંગ્લા ન્યૂઝ 24એ સ્વાતંત્ર્ય સેનાનીને ટાંકીને કહ્યું, “મને લાગ્યું કે આ વખતે હું ગામમાં આરામથી રહી શકીશ, પરંતુ તેઓએ મારી સાથે પાકિસ્તાની જાનવરો કરતાં વધુ હિંસક વર્તન કર્યું.”
કનુને મળી ચૂક્યો છે બાંગ્લાદેશનો વીરતા પુરસ્કાર
બીર પ્રતિક (Bir Protik) અથવા ‘બહાદુરીનું પ્રતીક’ (Symbol of Bravery) બાંગ્લાદેશનો ચોથો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. કનુ એ 426 લોકોમાં સામેલ છે જેમને 1971માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન અનુકરણીય હિંમત દર્શાવવા બદલ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે.
પૂર્વ પીએમ શેખ હસીનાની પાર્ટી અવામી લીગે આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે બાંગ્લાદેશના યુદ્ધ નાયકો વિરુદ્ધ આવી ‘ઘૃણાસ્પદ કાર્યવાહી’ સહન કરી શકાય નહીં. આ દેશની ગરિમા અને ઈતિહાસ પર સીધો હુમલો છે. અવામી લીગે દેશવાસીઓને તેની સામે ઉભા રહેવાની વિનંતી કરી હતી.