Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણબજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા જૈન મંદિરને અપમાનિત કરાયાના ખોટા સમાચાર ફેલાવનાર કોંગ્રેસ...

    બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા જૈન મંદિરને અપમાનિત કરાયાના ખોટા સમાચાર ફેલાવનાર કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહ વિરુદ્ધ FIR દાખલ: જાણો સમગ્ર મામલો

    દિગ્વિજય સિંહ હિંદુઓની નિંદા કરતી ટિપ્પણીઓ માટે જાણીતા છે. આ વખતે તેમણે હિંદુઓ અને જૈનોમાં વિભાજન કરવા અને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. જેના માટે તેમણે ખોટા સમાચાર ફેલાવવાનો આશરો લીધો છે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે રવિવારે (27 ઓગસ્ટ, 2023) X પર એક પોસ્ટ મુકતાં વિવાદ સર્જાયો હતો. આ પોસ્ટમાં તેમણે મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં બજરંગ દળના કાર્યકરોએ શ્રી દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્રને અપમાનિત કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા. દિગ્વિજય સિંહે કરેલા આક્ષેપનો પોલીસને કોઈ પુરાવો ન મળતાં તેના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

    અહેવાલ અનુસાર દિગ્વિજય સિંહે X પર દમોહ જિલ્લાના કુંડલપુર વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરો દ્વારા શ્રી જૈન મંદિરને અપમાનિત કરાયા હોવાનું પોસ્ટ દ્વારા જણાવ્યું હતું. આ ઉપરાંત દિગ્વિજયે પરિસ્થિતિ ગંભીર વળાંક લઇ શકતી હોવાની આગહી કરી હતી. તેમણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ અને ડીજીપીને પોસ્ટમાં ટેગ કરીને જરૂરી પગલાં લેવા વિનંતી કરી હતી.

    દિગ્વિજય સિંહે પોસ્ટ કરી જણાવ્યું, “દેશના સૌથી ભવ્ય મંદિરોમાંના એક શ્રી દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્ર જે આચાર્યશ્રી વિદ્યા સાગર મહારાજજી દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. જ્યાં ગઈકાલ રાતથી બજરંગ દળના કથિત અસામાજિક તત્વો દ્વારા શિવજીની પિંડી મૂકીને ધમાલ શરૂ કરાઈ છે. જે ગંભીર વળાંક લઇ શકે છે.” આ ઉપરાંત વહીવટી તંત્રએ આ મામલે ગંભીર પગલાં લેવા મુદ્દે પણ તેમણે કહ્યું હતું.

    - Advertisement -

    બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદે આ બાબતે પોલીસને એક અરજી આપી હતી. જેના પગલે દિગ્વિજય વિરુદ્ધ IPC સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી. આ મામલે બજરંગ દળ શહેર સંયોજક શંભુ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “સાંપ્રદાયિક સોહાર્દ ભંગ કરવા બદલ દિગ્વિજય સિંહની ધરપકડ થવી જોઈએ.”

    દમોહના પોલીસ અધિક્ષક સુનિલ તિવારીએ જણાવ્યું હતું કે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પોલીસ સબ ડિવિઝનલ ઓફિસરે ફરિયાદ મળતાં જ કુંડલપુર જૈન મંદિરની તપાસ હાથ ધરી હતી. કોતવાલી પોલીસે દિગ્વિજય સિંહના નિવેદનનો કોઈ ચોક્કસ પુરાવો ન મળતાં FIR નોંધી હતી. જેમાં IPC 153-A (આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 177 (ખોટી માહિતી પ્રદાન કરવી) અને 505(2) (જાહેર ઉપદ્રવનું નિવેદન) જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.

    નોંધનીય છે કે, દિગ્વિજય સિંહ હિંદુઓની નિંદા કરતી ટિપ્પણીઓ માટે જાણીતા છે. આ વખતે તેમણે હિંદુઓ અને જૈનોમાં વિભાજન કરવા અને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. જેના માટે તેમણે ખોટા સમાચાર ફેલાવવાનો આશરો લીધો છે. તાજેતરમાં તેઓએ બજરંગ દળમાં ‘થોડા સારા માણસો‘ જોયા હોવા છતાં કોંગ્રેસ સાંસદ દિગ્વિજયની બજરંગ દળ પ્રત્યેની તિરસ્કારની ભાવના જોઈ શકાય છે. જેને તેઓ વારંવાર પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન SIMI સાથે સરખાવતાં હોય છે. આ હકીકત સૌ કોઈ જાણે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં