છેલ્લા કેટલાક સમયથી દેશમાં અલગ અલગ સ્થાનોએ ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશી નાગરિકો (Bangladeshi infiltrators) ઝડપાઈ રહ્યા છે. તેવામાં તમિલનાડુના (Tamil Nadu) કોયમ્બતૂર (Coimbatore) નજીકના તિરુપુરથી ATSએ 31 બાંગ્લાદેશી ઝડપ્યા છે. મહત્વનું છે કે ATSએ માત્ર એક જ રાતમાં આ આખું ઓપરેશન પાર પાડીને એક સાથે 31 ઘૂસણખોરોને ઝડપી લીધા છે. આ તમામ એજન્ટ મારફતે આવીને વસ્યા હોવાનું સામે આવ્યું છે.
तमिलनाडु से बड़ी खबर!
— Panchjanya (@epanchjanya) January 12, 2025
तमिलनाडु के तिरुपुर से 31 अवैध बांग्लादेशी गिरफ्तार!
ATS की छापेमारी में पकड़े गए अवैध बांग्लादेशी।
तिरुपुर जिले में कपड़ों के कारखानों ने काम कर रहे थे ये सभी बांग्लादेशी।
कई एजेंट बांग्लादेशी नागरिकों को तिरुपुर वस्त्र कारखानों में लाने के लिए काम कर… pic.twitter.com/Uo2lahJmUX
પ્રાપ્ત માહિતી અનુસાર ATSને બાતમી મળી હતી કે તિરુપુર ખાતે આવેલી એક કપડાની ફેક્ટરીમાં કેટલાક બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે. બાતમીના આધારે ATSના ઉચ્ચ અધિકારીઓએ એક ટીમ બનાવીને દરોડા પાડ્યા હતા. આ દરોડામાં તિરુપુર પાસેના અરુલપુરમ ખાતેના કેટલાક મકાનોમાં તપાસ આદરી હતી. દરમિયાન બાતમી સાચી ઠરી અને ચિહ્નિત જગ્યા પરથી બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા.
એક જ રાતમાં 31ને ઝડપ્યા
અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ દરોડામાં ATSને ભાડાના રૂમોમાં રહેતા 28 બાંગ્લાદેશી મળી આવ્યા હતા. તેમની પાસેથી તેમના અસલ બાંગ્લાદેશી ઓળખપત્રો અને દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. બીજી તરફ વીરપંડી પોલીસ સ્ટેશનની હદમાં પણ 2 બાંગ્લાદેશી ઝડપાયા હતા. આ સિવાય નલ્લૂર પોલીસ સ્ટેશનની હદમાંથી 1 બાંગ્લાદેશી મળી આવ્યો હતો. આમ ATSએ માત્ર એક જ રાતમાં એકસાથે 31 બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા.
પોલીસે આપેલી માહિતી અનુસાર આ બાંગ્લાદેશીઓ એજન્ટો મારફતે ગેરકાયદેસર ભારતમાં ઘુસ્યા હતા. તેમને તિરુપુરના કપડાંના કારખાનામાં નોકરી પણ આપવામાં આવી હતી. એજન્ટો આ બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર વસાવવા ઉપરાંત તેમને નોકરીએ લગાવવા, તેમના બનાવટી ઓળખપત્રો અને દસ્તાવેજો બનાવવા માટે મદદ કરતા. બાંગ્લાદેશી ઘૂસણખોરો એજન્ટોને રૂપિયા આપીને બધા કામ કઢાવી લેતા હતા.
હાલ ATSએ તમામ બાંગ્લાદેશીઓને પકડીને ધારા ધોરણો અનુસાર કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓ વધુ રુપયા કમાવવાના નામે ભારતમાં આવ્યા હતા. પોલીસ તેમના આવવા પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે, સાથે જ તેમને મદદ કરનાર એજન્ટો અને સ્થાનિક લોકો વિશે પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
ત્રિપુરામાં BSFને સફળતા, તસ્કરી કરી રહેલા બાંગ્લાદેશીઓને ઝડપ્યા
બીજી તરફ ત્રિપુરામાં પણ સીમા સુરક્ષા દળને (BSF) મોટી સફળતા મળી છે. અહીં ત્રણ બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં ઘૂસીને અહીંથી ગાંજો, પશુઓ અન્ય સામગ્રીની તસ્કરી કરતા ઝડપાયા છે. આ ઓપરેશન BSFની મહિલા સૈનિકોની સતર્કતાથી પાર પડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય બાંગ્લાદેશી નાગરિકો સ્થાનિક એજન્ટોની મદદથી આ તસ્કરીને અંજામ આપી રહ્યા હતા. હાલ ફોર્સે તેમને ઝડપીને તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને ત્રણેય વિરુદ્ધ ભારતીય ધારાધોરણ અનુસાર કાર્યવાહી શરૂ કરી છે.