Friday, September 20, 2024
More
    હોમપેજદેશઆસામમાં ટ્યૂશનેથી ઘરે પરત ફરતી હિંદુ સગીરા સાથે ગેંગરેપ, ન્યાયની માંગ સાથે...

    આસામમાં ટ્યૂશનેથી ઘરે પરત ફરતી હિંદુ સગીરા સાથે ગેંગરેપ, ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા સ્થાનિકો: એક આરોપી તફઝૂલ ઈસ્લામનું પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં મોત

    ત્રણેય આરોપીઓ બાઇક પર જઈ રહ્યા હતા. પીડિતાને જોઈને તેમણે તેની ઉપર હુમલો કરી દીધો. આશંકા છે કે તેની ઉપર કશુંક સ્પ્રે કરીને મોં બાંધી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ નિર્દયતાથી બળાત્કાર આચરવામાં આવ્યો. જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ નગ્ન હાલતમાં રસ્તાની બાજુમાં છોડીને તેઓ ભાગી છૂટ્યા હતા.

    - Advertisement -

    આસામમાં તાજેતરમાં એક ગેંગરેપની ઘૃણાસ્પદ ઘટના સામે આવી હતી, જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અહીં ટ્યુશનેથી પરત ફરતી એક 10મા ધોરણમાં ભણતી હિંદુ વિદ્યાર્થિની પર ત્રણ ઈસમોએ દુષ્કર્મ આચર્યું હતું અને રોડની બાજુમાં ફેંકીને ભાગી ગયા હતા. મામલામાં એક તરફ આક્રોશિત સ્થાનિકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યાં બીજી તરફ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ત્વરિત કાર્યવાહી કરીને કડકમાં કડક પગલાં લેવાનું વચન આપ્યું છે. વધુમાં જાણવા મળ્યું છે કે આ કેસમાં પકડાયેલો એક આરોપી તફઝૂલ ઈસ્લામ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં મૃત્યુ પામ્યો છે.

    ઘટના આસામના નાગાંવ જિલ્લાના ધીંગની છે. પીડિતા ટ્યુશનેથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે ત્રણ શખ્સોએ તેને ઘેરી લઈને પાશવી બળાત્કાર આચર્યો હતો અને પછી રસ્તાની બાજુમાં નગ્ન અવસ્થામાં છોડીને ભાગી ગયા હતા. કલાકેક બાદ સ્થાનિકોએ તેને જોતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ પહોંચી હતી અને પીડિતાને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર માટે તેને નાગાંવ સિવિલ હૉસ્પિટલ લઇ જવાઈ હતી. 

    પોલીસ અનુસાર, ત્રણેય આરોપીઓ બાઇક પર જઈ રહ્યા હતા. પીડિતાને જોઈને તેમણે તેની ઉપર હુમલો કરી દીધો. આશંકા છે કે તેની ઉપર કશુંક સ્પ્રે કરીને મોં બાંધી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ નિર્દયતાથી બળાત્કાર આચરવામાં આવ્યો. જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ નગ્ન હાલતમાં રસ્તાની બાજુમાં છોડીને તેઓ ભાગી છૂટ્યા હતા. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. 

    - Advertisement -

    બીજી તરફ, ઘટનાને પગલે ધીંગમાં સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને લોકોએ ન્યાયની માંગ સાથે માર્ચનું આયોજન કર્યું હતું. વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી હતો તો અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સામાજિક સંગઠનોએ પણ બંધને સમર્થન આપીને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. 

    લોકસભા ચૂંટણી બાદ સમુદાય વિશેષના ગુનાઓ વધ્યા, કોઈને બક્ષવામાં નહીં આવે: CM હિમંતા

    ઘટનાને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ સક્રિય જોવા મળી રહ્યા છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ધીંગની હિંદુ સગીરા સાથે જેમણે આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે તે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. મેં DGP અને જળ મંત્રી પિયૂષ હજારિકાને સૂચના આપીને ધીંગ પહોંચવા માટે અને કડકમાં કડક પગલાં લેવા માટે આદેશ આપ્યા છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે, “લોકસભા ચૂંટણી બાદ સમુદાય વિશેષના ગુનાઓ વધી રહ્યા છે, પરંતુ ગુનેગારો સામે કડક કાર્યવાહી થશે અને કોઈને છોડવામાં આવશે નહીં.”

    મુખ્ય આરોપી તળાવમાં કૂદી ગયો, મોત

    આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી હતી, જેની ઓળખ તઝફૂલ ઈસ્લામ તરીકે થઈ હતી. જ્યારે બાકીના બે ઈસમોની શોધખોળ હાલ ચાલી રહી છે. તાજા અહેવાલો અનુસાર, આ તફઝૂલ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં મૃત્યુ પામ્યો છે. 

    રિપોર્ટ અનુસાર, શનિવારે (24 ઑગસ્ટ) સવારે 4 કલાકે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં તેનું મોત થયું છે. તપાસ દરમિયાન તે જઈને નજીકના તળાવમાં કૂદી ગયો હતો. પોલીસ તેને આગળની તપાસ માટે ક્રાઇમ સીન પર લઇ ગઈ હતી, જ્યાં આ ઘટના બની હતી. પોલીસે ત્યારબાદ તુરંત તેને બચાવવા માટે રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરી દીધું, પરંતુ 2 કલાકની શોધ બાદ તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. નોંધવું જોઈએ કે તેની ધરપકડ 23 ઑગસ્ટના રોજ કરવામાં આવી હતી. હાલ બાકીના બેની શોધખોળ ચાલી રહી છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં