Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજાનથી મારી નાખવાની અને મથુરા છોડવાની મળી રહી છે ધમકીઓ: 'શ્રી કૃષ્ણ...

    જાનથી મારી નાખવાની અને મથુરા છોડવાની મળી રહી છે ધમકીઓ: ‘શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ’ના પ્રમુખે કેસ પાછો ખેંચવાની કરી જાહેરાત

    આશુતોષ પાંડે સિદ્ધપીઠ માતા શાકંભરીના પીઠાધીશ્વર પણ છે. તેમને પોતાના કામો ગણાવતા કહ્યું હતું કે ઈદગાહ કમિટી વિરુદ્ધ તેમણે ઘણા કેસ કર્યા છે. જેમાં વીજળી ચોરીનો મુદ્દો પણ સામેલ છે.

    - Advertisement -

    ‘શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ’ના કેન્દ્રીય અધ્યક્ષ આશુતોષ પાંડેને જાનથી મારી નાખવાની અને મથુરા છોડી દેવાની ધમકીઓ આપવામાં આવી છે. આ વાતનો ખુલાસો તેમણે જાતે જ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કરી છે. ગત રવિવાર (12 માર્ચ 2023)ના રોજ તેમને એક પ્રેસ વાર્તા કરી, જેમાં તેમને મળી રહેલ ધમકીઓ બાબતે ખુલાસો કર્યો હતો. ધમકી આપનારે તેમને મથુરા છોડી દેવા અને કેસ પાછો ખેચવા માટે ધમકી આપી છે. તેમણે પોલીસ પર પણ આરોપ લગાવ્યો હતો કે તેમણે આ બાબતે ફરિયાદ કરી તો પોલીસે પણ યોગ્ય જવાબ આપ્યો હતો નહીં. તેમને કરેલા કેસની આવનારી તારીખ 23 માર્ચ છે, ત્યારે તેઓ કેસ પાછો લઇ લેશે તેવું જાહેર કર્યું છે. 

    મળતી માહિતી અનુસાર, આશુતોષ પાંડેના કહેવા અનુસાર તેમને હમણાં સુધી ત્રણ વાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. તેમણે તે પણ ઉમેર્યું હતું કે ધમકી આપનારાઓ મુસ્લિમ યુવાનો છે. આ મામલે તેમણે પોલીસ ફરિયાદ કરી તો તેઓએ પણ ધ્યાન આપ્યું નહીં. તેમણે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે તેમના પર 22 જેટલા કેસો છે, તે તેમના વ્યક્તિગત નહીં પરંતુ ધર્મ રક્ષાને કારણે થયા છે. 

    પોતાની ફરિયાદમાં આશુતોષ પાંડેએ મથુરા જિલ્લામાં તૈનાત કેટલાક પોલીસકર્મીઓ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક ખાખી વર્દી વાળા લોકો પણ મને કેસ પાછો ખેચવા માટે દબાણ કરી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે સ્થાનિક પ્રશાસને મુખ્યમંત્રીના આદેશ છે તેમ કહીને તેમની જન જાગરણ યાત્રા અટકાવી દીધી હતી.

    - Advertisement -

    આશુતોષ પાંડે સિદ્ધપીઠ માતા શાકંભરીના પીઠાધીશ્વર પણ છે. તેમને પોતાના કામો ગણાવતા કહ્યું હતું કે ઈદગાહ કમિટી વિરુદ્ધ તેમણે ઘણા કેસ કર્યા છે. જેમાં વીજળી ચોરીનો મુદ્દો પણ સામેલ છે. અશુતોષ દ્વારા કરવામાં આવેલા કેસ નંબર 12/2023 છે. જેની આવનારી તારીખ 23 માર્ચ છે. આ તારીખે તેઓ કોર્ટમાં હાજર થઇને આ કેસ પાછો લેશે તેની ઘોષણા કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં