Saturday, March 22, 2025
More
    હોમપેજદેશ'સંભલમાં હજારો મુસલમાન પલાયન કરવા મજબૂર': AIMIM ચીફ અસદુદ્દીન ઔવેસીએ ફેલાવ્યું જુઠ્ઠાણું,...

    ‘સંભલમાં હજારો મુસલમાન પલાયન કરવા મજબૂર’: AIMIM ચીફ અસદુદ્દીન ઔવેસીએ ફેલાવ્યું જુઠ્ઠાણું, સ્થાનિક મુસ્લિમો અને પોલીસે કરી દીધું ફેકટચેક

    AIMIM વડાના દાવાઓથી વિપરીત, સ્થાનિકો અને વહીવટીતંત્રે ઓવૈસીના દાવાને નકારી કાઢ્યો છે. વિવાદિત જામા મસ્જિદની આસપાસ રહેતા મુસ્લિમોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી કોઈ સ્થળાંતર થયું નથી અને કોઈ ઘરને તાળા મારવામાં આવ્યા નથી.

    - Advertisement -

    16 ફેબ્રુઆરીના રોજ, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના (AIMIM) સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ (Asasuddin Owaisi) દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સંભલમાં રહેતા મુસ્લિમોને સ્થળાંતર (Forced Migration) કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. સંભલમાંથી મુસ્લિમોના કથિત બળજબરીથી સ્થળાંતર મામલે ઉત્તર પ્રદેશ સરકારના (Uttar Pradesh Government) કથિત મૌન પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. જોકે, સ્થાનિક નાગરિકો અને વહીવટીતંત્રે ઔવેસીનો આ દાવો ફગાવી દીધો હતો.

    અસદુદ્દીન ઓવૈસીએ X પરની એક પોસ્ટને ટાંકીને એક અખબારનું કટિંગ પોસ્ટ કર્યું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંભલમાં હજારો ઘરો બંધ છે અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તેમણે કહ્યું, “સંભલમાં હવે ભય અને જુલમનું વાતાવરણ છે કે લોકોને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. સરકારે સંભલમાં મુસ્લિમોને નિશાન બનાવવાનું અને તેમને સામૂહિક રીતે સજા કરવાનું બંધ કરવું જોઈએ, વિશ્વાસ વધારવાના પગલાં વહેલી તકે લેવા જોઈએ. મોદી અને ભાજપ વારંવાર ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે કે કેટલાક વિસ્તારોમાંથી હિંદુઓની ‘હિજરત’ થઈ છે અને દરેક વખતે તે ખોટી સાબિત થઈ છે. અહીં પોલીસ અને વહીવટીતંત્ર પણ સ્વીકારે છે કે, મુસ્લિમોને બળજબરીથી વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે, તો પછી સરકાર કેમ ચૂપ છે?”

    જોકે, AIMIM વડાના દાવાઓથી વિપરીત, સ્થાનિકો અને વહીવટીતંત્રે ઓવૈસીના દાવાને નકારી કાઢ્યો છે. વિવાદિત જામા મસ્જિદની આસપાસ રહેતા મુસ્લિમોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી કોઈ સ્થળાંતર થયું નથી અને કોઈ ઘરને તાળા મારવામાં આવ્યા નથી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે 24 નવેમ્બર, 2024ના રોજ, ઇસ્લામવાદીઓએ રમખાણો ભડકાવ્યા હતા અને કોર્ટના આદેશ પર વિવાદિત માળખાનું સર્વેક્ષણ કરવા આવેલી ટીમ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઘણા ઘરોને થોડા દિવસો માટે તાળા મારી દેવામાં આવ્યા હતા. કારણ કે લોકો અસ્થાયી રૂપે તેમના ઘરો છોડીને નીકળી ગયા હતા, જોકે, પરિસ્થિતિ સામાન્ય થયા પછી તેઓ પાછા ફર્યા હતા.

    ‘કોઈ પલાયન કરીને ગયું નથી’- સ્થાનિકો

    આજતક સાથે વાત કરતા, સલમા નામની એક સ્થાનિક મુસ્લિમ મહિલાએ જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિ કોઈ ડર કે મજબૂરીને કારણે આ વિસ્તાર છોડીને ગયો નથી. આ સિવાય એક કરિયાણાની દુકાનના માલિકે વધુમાં જણાવ્યું કે, જો કોઈ ઘર બંધ હોય તો તે વ્યક્તિગત કારણોસર હોય છે.

    ઉપરાંત અલી અબ્દુલે કહ્યું કે, 24 નવેમ્બરની હિંસા પછી, કેટલાક લોકો અસ્થાયી રૂપે વિસ્તાર છોડી ગયા હતા, જોકે, સંભલમાં પરિસ્થિતિ સામાન્ય થયા પછી તે બધા પાછા ફર્યા છે. ઘણા લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે, જે ઘરો બંધ જોવા મળ્યા હતા તેમાંથી કેટલાક ખાલી હતા અથવા તેમના રહેવાસીઓ અંગત કારણોસર બહાર ગયા હતા.

    દરમિયાન, સંભલના એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ જણાવ્યું હતું કે, 24 નવેમ્બરના રોજ સંભલમાં થયેલી હિંસામાં 2500-3000 લોકો સામેલ હતા, જેમણે પથ્થરમારો અને આગચંપી કરી હતી. હિંસામાં સામેલ 79 લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે અને ફરાર થયેલા લોકોના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે, સંભલમાંથી ગુમ થયેલા લોકો કદાચ આરોપીઓ હતા. મુસ્લિમોના બળજબરીથી વિસ્થાપનના દાવાઓને નકારી કાઢતા તેમણે કહ્યું કે, તેઓ ‘100 ટકા ખોટા’ છે, અને ઉમેર્યું કે, સંભલમાં જીવન સામાન્ય થઈ ગયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં