Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ'મોદી સાહેબ માટે ઘણું સન્માન છે, વોટ BJPને જ જશે': 'આરંભ હૈ...

    ‘મોદી સાહેબ માટે ઘણું સન્માન છે, વોટ BJPને જ જશે’: ‘આરંભ હૈ પ્રચંડ’ ફેમ આર્ટિસ્ટ પીયૂષ મિશ્રાએ કહ્યું- 2014થી 2023 સુધી જે કંઈ થયું તે ચમત્કારિક છે

    એક ઈન્ટરવ્યુમાં રાજકીય વિચારધારાને લઈને પૂછવામાં આવતાં પીયૂષ મિશ્રાએ જણાવ્યું કે, "મારી વિચારધારા કશી જ નથી. હું મોદી સાહેબને ફોલો કરું છું. મોદી સાહેબની જબરદસ્ત ઈજ્જત કરું છું. હું તેમને ખૂબ જ પસંદ કરું છું. 2014થી 2023 સુધી હિંદુસ્તાનમાં જે થયું, તે ચમત્કારિક છે."

    - Advertisement -

    હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ કક્ષાએ લોકપ્રિય નેતા બની ચૂક્યા છે. સમર્થકો જ નહીં, વિરોધીઓ પણ તેમની આ પ્રચંડ લોકપ્રિયતા નકારી શકતા નથી. એક સમયે વામપંથી વિચારધારાની ચરમસીમાએ પહોંચેલા બોલીવુડ અભિનેતા અને ગીતકાર પીયૂષ મિશ્રાએ તાજેતરમાં એક મીડિયા ઈન્ટરવ્યુમાં PM મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, તેમને મોદી માટે ઘણું સન્માન છે. સાથે તેમણે જાહેર મંચ પરથી વામપંથીઓને ‘બદમાશ’ પણ ગણાવ્યા અને વિચારધારાને લઈને પણ ઘણી વાતો કહી.

    પીયૂષ મિશ્રાએ આ વાત મીડિયા હાઉસ આજતકના એક કાર્યક્રમમાં કહી હતી. ‘સાહિત્ય આજતક’માં એન્કર સુધીર ચૌધરી સાથેની આ વાતચીત દરમિયાન વામપંથને લઈને પૂછવામાં આવેલા પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે, “સારું થયું. તેના લીધે ઘણું કામ થઇ ગયું. વાસ્તવમાં ભૂલ તે થઇ કે તે કામ બહાર ન આવ્યું. તે સમયે એવું થતું હતું કે કામ કરી દો, ત્યારબાદ આગલું કામ શરૂ કરો.”

    રાજકીય વિચારધારાને લઈને પીયૂષ મિશ્રાએ જણાવ્યું કે, “મારી વિચારધારા કશી જ નથી. હું મોદી સાહેબને ફોલો કરું છું. મોદી સાહેબની જબરદસ્ત ઈજ્જત કરું છું. હું તેમને ખૂબ જ પસંદ કરું છું. 2014થી 2023 સુધી હિંદુસ્તાનમાં જે થયું, તે ચમત્કારિક છે.” વામપંથથી જમણેરી વિચારધારા તરફ ઢળવાના સવાલ પર તેમણે જણાવ્યું કે, “હું ભાજપનો નથી. કોંગ્રેસનો પણ નથી. પરંતુ મારો વોટ ભાજપને જ જશે, કારણ કે મોદી સાહેબ છે. માત્ર એટલા માટે જ મારો વોટ ભાજપને જશે. એક વ્યક્તિના રૂપમાં હું તેમની ખૂબ જ ઈજ્જત કરું છું. હા ભક્ત તો હું ઈશ્વર સિવાય કોઈનો નથી. પણ મોદી સાહેબ માટે ઘણું સન્માન છે.”

    - Advertisement -

    ‘વામપંથી બદમાશ હૈ સાલે, સારા ખૂન પી લિયા’: પીયૂષ મિશ્રા

    ‘મોદી સાહેબ માટે ઘણું સન્માન છે’ કહીને પીયૂષ મિશ્રા માત્ર આટલે જ ન અટક્યા, આ દરમિયાન તેમણે વામપંથને લઈને પણ પોતાના અનુભવો વ્યક્ત કર્યા. વામપંથીઓને ‘બદમાશ’ ગણાવતા તેમણે કહ્યું કે, “હું વામપંથી હતો ત્યારે પણ સારા દિવસો હતા, પરંતુ આ લોકો બદમાશ છે. ખૂબ બદમાશ છે આ લોકો. લોહી પી ગયા મારું.”

    ઉલ્લેખનીય છે કે પીયૂષ મિશ્રા બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અને ગીતકાર છે. તેમના ‘હુસના’, ‘એક બગલ મેં ચાંદ હોગા’ તેમજ ‘આરંભ હૈ પ્રચંડ’ જેવાં ગીતો ખૂબ જ પ્રખ્યાત છે. ઘણો લાંબો સમય વામપંથી રહ્યા બાદ છેલ્લા થોડા સમયથી પીયૂષ મિશ્રા જમણી તરફ ઢોળાવ રાખતા નજરે પડે છે. અગાઉ પણ તેમણે એકાદ-બે ઈન્ટરવ્યુમાં થોડીઘણી વાતો કહી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં