Tuesday, April 30, 2024
More
    હોમપેજમંતવ્યએનઆઈએનો ખુલાસો: પોતાના મિત્ર ઉમેશનું ‘સર તન સે જુદા’ કરી યુસુફે મિજબાની...

    એનઆઈએનો ખુલાસો: પોતાના મિત્ર ઉમેશનું ‘સર તન સે જુદા’ કરી યુસુફે મિજબાની માણી, જધન્ય ધાર્મિક હત્યા પર દેશનો સેકુલર વર્ગ મૌન કેમ? 

    યુસુફે ઉમેશની તે પોસ્ટ અને તેનાં મેડીકલ સ્ટોરનું સરનામું અને મોબાઈલ નંબર સુધીની માહિતી બીજા ગ્રૂપોમાં ફોરવર્ડ કર્યા હતાં. તે ગ્રુપ્સમાં જ જેમાં સ્થાનિક બીજા તેના સહધર્મીઓ કે જેઓ નુપુર શર્માથી નારાજ હતા. જેમાં ઈરફાન નામના વ્યક્તિએ બધી પ્રકારની મદદ કરવા માટે તૈયાર થયો હતો. કુલ 11 જણાની ટીમ બનાવી આખું ષડ્યંત્ર રચ્યું હતું.

    - Advertisement -

    તમને એક સ્થિતિની કલ્પના કરવાનું કહું છું, વિચારો કે તમારો એક મિત્ર  જે વર્ષોથી તમારો દોસ્ત છે તમે તેને અંગત રીતે પણ મદદ કરો છો અને એક દિવસ તે વ્યક્તિ તમારી હત્યા કરી મુકે તે પણ કોઈ પણ પ્રકારના અંગત કારણો વગર. આ કોઈ કાલ્પનિક વાત નથી પરંતુ ઉમેશ કોલ્હે નામના વ્યક્તિ સાથે થઇ ચુક્યું છે. 

    આવો આખી ક્રૂર કહાની વિગતે સમજાવું,  તે સમય યાદ કરો જયારે દેશમાં નુપુર શર્માના એક કથિત વિવાદિત નિવેદન બાબતે આખા દેશમાં અરાજકતાનો માહોલ બન્યો હતો. દેશના દરેક  ખૂણામાંથી એક નારો કાનમાં ભણકારા મારતો હતો ‘गुस्ताख-ए- नबी की एक सजा, सर तन से जुदा-सर तन से जुदा’ તમને થશે કે આ નારો કેટલાક નાદાન લોકોએ બોલી મુક્યો હોય તો તેમાં વાંધો શું છે? પરંતુ તમને જાણીને આઘાત લાગશે કે ઉમેશ કોહલેની હત્યાની તપાસ કરતી NIAએ તેમની ચાર્જશીટમાં આ નારાનો ઉલ્લેખ કરીને હત્યા કરવા માટેના ચાલકબળ તરીકે તેણે કામ કર્યું છે તેવો ખુલાસો કર્યો છે. આ નારાએ કેટલાય લોકોને ભયભીત કર્યા તો અસંખ્ય લોકોની હત્યાનું કારણ પણ બન્યો.  દેશ ઉગ્ર ડીબેટમાં પડ્યો હતો ત્યારે કેટલાક લોકો હત્યા એટલે કરી દેવામાં આવી કે તેમને એક મેસેજ ફોરવર્ડ કર્યો હતો. તે પછી ઉદયપુરનો નિર્દોષ દરજી કનૈયા લાલ હોય કે ઉમેશ કોલ્હે તેમની ચીખ ‘સર તન સે જુદા’ના નારા વચ્ચે દબાઈ ગઈ. 

    આ બધી ઘટનાઓ તો કેટલાક મહિનાઓ પહેલાની છે તો આજે ફરી આ વિષયને લખવાની શું જરૂર પડી? વિગત જાણીએ, ઉમેશની હત્યા 21 જુન 2022ના રોજ કરવામાં આવી હતી. માણસાઈ પર કલંક સમાન આ ઘટનામાં હત્યારો બીજો કોઈ જ નહિ પરંતુ ઉમેશ કોલ્હેનો 16 વર્ષ જુનો દોસ્ત યુસુફ હતો. ઉમેશ હમેશા યુસુફને દરેક બાબતોમાં મદદ કરતો હતો તેમાં ઘણીવાર તો પરિવારના પ્રસંગોમાં પણ ઉમેશે મદદ કરી હતી. તો ઉમેશનો વાંક શું હતો? ઉમેશનો વાંક એ હતો કે તેણે નુપુર શર્માના સમર્થનમાં એક મેસેજ ફોરવર્ડ કર્યો હતો. બસ ધાર્મિક અંધ યુસુફ 16 વર્ષની દોસ્ત ભૂલીને 10 મિત્રો સાથે મળીને પોતાના જ દોસ્તની હત્યા કરવાનું ષડ્યંત્ર ઘડી કાઢ્યું.

    - Advertisement -

    બરોબર ગોઠવણી કરીને હકીકતમાં  ‘સર તન સે જુદા’ કરી મુક્યું. આ તમામ બાબતો હાલમાં આ ઘટનાની તપાસ કરતી સંસ્થા NIA પોતાની ચાર્જશીટમાં જણાવ્યું છે. NIAએ સ્પષ્ટ કહ્યું છે કે યુસુફના મન પર ‘સર તન સે જુદા’ નારાની ગહેરી અસર હતી. NIAની આખી ચાર્જશીટના એક એક પાના પરથી ધાર્મિક કટ્ટરવાદ ટપકી રહ્યો છે. જેમાં ઉમેશની હત્યાનાં આયોજનથી લઈને હત્યાના કારણો બાબતે વિગતે લખ્યું છે. યુસુફ અને ઉમેશ એક વોટ્સપ ગ્રૂપમાં સાથે હતા જેમાં ઉમશે નુપુર શર્માનું સમર્થન કરતી એક પોસ્ટ મૂકી હતી.

    યુસુફે ઉમેશની તે પોસ્ટ અને તેનાં મેડીકલ સ્ટોરનું સરનામું અને મોબાઈલ નંબર સુધીની માહિતી બીજા ગ્રૂપોમાં ફોરવર્ડ કર્યા હતાં. તે ગ્રુપ્સમાં જ જેમાં સ્થાનિક બીજા તેના સહધર્મીઓ કે જેઓ નુપુર શર્માથી નારાજ હતા. જેમાં ઈરફાન નામના વ્યક્તિએ બધી પ્રકારની મદદ કરવા માટે તૈયાર થયો હતો. કુલ 11 જણાની ટીમ બનાવી આખું ષડ્યંત્ર રચ્યું હતું. એક વખત હત્યાનો પ્રયાસ કર્યો જેમાં સફળ રહ્યા ન હતા માટે બીજી વખત તેમને બરોબર આયોજન કરીને ઉમેશની તમામ આવન જાવન પર નજર રાખી તક મળતા તેની હત્યા કરી મૂકી હતી. આ હત્યા કરીને એ લોકોએ ડર બેસાડવો હતો. વિકૃતિની હદ તો એ હતી કે જયારે એ લોકોને ખબર મળી કે ઉમેશનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે તો તેમને મિજબાની કરી હતી. 

    NIA એ ખુલાસો કર્યો છે કે હત્યારાઓ તબલીગી જમાત સાથે જોડાયેલા છે. તબલીગી જમાત કોરોના વખતે પણ ડોકટરો સાથે ગેરવર્તન બાબતે ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ જમાતની સ્થાપના ઈ.સ. 1927માં થઇ હતી, જેનું મુખ્ય કાર્ય ઇસ્લામના પ્રચારનું છે. આ જમાત સુન્ની મુસ્લિમોનું સૌથી મોટુ સંગઠન માનવામાં આવે છે. આ સંગઠન વિશ્વના 150 દેશોમાં કાર્યરત છે. તેના પર કટ્ટરતા ફેલાવવાના આરોપ લાગી ચુક્યા છે. ઉમેશ હત્યાકાંડના છેડા પણ તબલીગી જમાત સુધી પહોચ્યા છે. 

    દેશમાં આવી હત્યાઓ પર એક ચોક્કસ અને પોતાની જાતને સેક્યુલર કહેતો વર્ગ સંપૂર્ણ મૌન રહ્યો હતો જે પણ કોઈ બોલ્યા તો તે પણ દબાતા અવાજે બોલ્યા હતા. હમેશા એક તરફી વાતો કરતા સેક્યુલરોની નીતિઓનો ભોગ ઉમેશ જેવા નિર્દોષ લોકો બને છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં