આગામી વર્ષમાં પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે હવે ભાજપ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ તથા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) પર આકરા પ્રહાર કરી રહી છે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે ભાજપ નેતાના હત્યારાઓને કડક સજા આપવાની ચેતવણી આપી હતી. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના વરિષ્ઠ નેતા સુવેંદુ અધિકારીએ (Suvendu Adhikari) રવિવારે જણાવ્યું હતું કે મુર્શિદાબાદ રમખાણો દરમિયાન લોકો પર થયેલા હુમલાઓનો બદલો લેવામાં આવશે.
1 જૂનના રોજ પશ્ચિમ બંગાળના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની ‘વિજય સંકલ્પ રેલી’ યોજાઈ હતી. આ રેલીમાં અમિત શાહે કહ્યું હતું કે, “જ્યારે ટી.આર સેશાન મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા એ પછી સમગ્ર દેશમાં ચૂંટણી દરમિયાન થતી હિંસા બંધ થઈ ગઈ હતી. પરંતુ આ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન અને દીદી (મમતા બેનર્જી) મુખ્યમંત્રી બન્યા બાદ સેંકડો ભાજપના કાર્યકર્તાઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.”
पश्चिम बंगाल में TMC सरकार के जाते ही जमीन के भी अन्दर छिपे भाजपा कार्यकर्ताओं के हत्यारों को बाहर निकालकर कठोर सजा दी जाएगी।
— Amit Shah (@AmitShah) June 1, 2025
পশ্চিমবঙ্গে TMC সরকারের পতন হবার সাথে সাথে মাটির তলায় লুকিয়ে থাকা বিজেপি কার্যকর্তাদের হত্যাকারী সকলকে বাইরে বের করে এনে কঠোর শাস্তি দেওয়া হবে। pic.twitter.com/WXnF8mMKs9
તેમણે આગળ કહ્યું કે, “દીદી ક્યાં સુધી બચાવશો એમને? મારી વાત સાંભળી લો… તમારો સમય હવે સમાપ્ત થવા આવ્યો છે. 2026માં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. હું હજારોની સંખ્યામાં અહીં ઉપસ્થિત મારા મંડળના પદાધિકારીઓને વચન આપું છું કે તૃણમૂલની સરકાર જતા જ આપણા કાર્યકર્તાઓની હત્યાના અપરાધીઓને જમીનમાં દફનાવ્યા હશે તો પણ બહાર કાઢીને કઠોર સજા આપવામાં આવશે.”
આ ઉપરાંત પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારીએ પણ કહ્યું હતું કે, પાર્ટી લોકોને મારવાનું કાવતરું ઘડનારાઓને ‘પાઠ શીખવશે’. તેમણે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર એપ્રિલમાં ધુલિયાં, શમશેરગંજ અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં હિંદુઓ પર મોટા પાયે થયેલા આગચંપી અને સશસ્ત્ર હુમલાઓને ‘ચુપચાપ જોઈ રહી’ હોવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે વધુમાં મુર્શિદાબાદ હિંસા અંગે કહ્યું કે, જ્યારે તેના પોલીસ દળો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા, આગચંપી અને લૂંટફાટ જોઈ રહ્યા હતા ત્યારે અમે કલકત્તા હાઇકોર્ટમાં અરજી કરીને BSFની તૈનાતી શક્ય બનાવી. તેમણે કહ્યું કે અમિત શાહજીએ મુર્શિદાબાદના રમખાણોથી પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક BSF તૈનાત કરીને શાંતિ સ્થાપિત કરી અને લોકોના જીવ બચાવ્યા.
તેમણે કહ્યું કે “અમે તે વિસ્તારોમાં લોકો પર, ખાસ કરીને હિંદુઓ પર થયેલા હુમલાઓનો બદલો યોગ્ય સમયે લઈશું. દરેક અત્યાચાર, સશસ્ત્ર હુમલો, હત્યાની દરેક ઘટનાનો હિસાબ લેવામાં આવશે.” તેમણે કહ્યું કે શાહે પડોશી દેશોમાંથી ભાગી જવા માટે મજબૂર થયેલા હિંદુઓને CAA હેઠળ નાગરિકતા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.