Saturday, February 22, 2025
More
    હોમપેજદેશ‘ટ્વિટરનો ઉપયોગ કરાય, પણ વૈમનસ્ય ફેલાવવા નહીં’: અલ્હાબાદ હાઇકોર્ટે મોહમ્મદ ઝુબૈરને પૂછ્યું-...

    ‘ટ્વિટરનો ઉપયોગ કરાય, પણ વૈમનસ્ય ફેલાવવા નહીં’: અલ્હાબાદ હાઇકોર્ટે મોહમ્મદ ઝુબૈરને પૂછ્યું- સોશિયલ મીડિયા પોસ્ટ પાછળ શું હતો મકસદ?

    "Xનો ઉપયોગ કરવા માટે કોઈ ના પાડતું નથી પરંતુ તમે અશાંતિ ફેલાવવા માટે તેનો ઉપયોગ ન કરી શકો. તમારી પોસ્ટ જોતાં ખબર પડે છે કે તમે અશાંતિ ઉભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.”

    - Advertisement -

    બુધવારે (18 ડિસેમ્બર) અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) પ્રોપગેન્ડા વેબસાઇટ ઑલ્ટ ન્યૂઝના સહસ્થાપક મોહમ્મદ ઝુબૈરે (Mohammed Zubair) ધરપકડથી બચવા માટે કરેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અહીં કોર્ટે ઝુબૈરના વકીલને પ્રશ્ન કર્યો હતો કે, ઝુબૈરે ટ્વિટ કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાની શું જરૂર હતી? જો તેને યતિ નરસિંહાનંદના ભાષણમાં કશુંક વાંધાજનક લાગ્યું હોય તો કોર્ટના દરવાજા ખખડાવવા જોઈતા હતા, પણ આ રીતે ટ્વિટ કરવાનો કોઈ અર્થ ન હતો. કોર્ટે સરકાર પાસે અમુક વધુ બાબતોએ વિગતો માંગીને સુનાવણી 20 ડિસેમ્બરે મુકરર કરી છે.

    ટૂંકમાં વિગતો એવી છે કે, થોડા સમય પહેલાં ગાઝિયાબાદ સ્થિત ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ વિરુદ્ધ ઝુબૈરે પોસ્ટ કર્યા બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓનું એક ટોળું મંદિરે ધસી ગયું હતું. ત્યારબાદ તેની સામે ટોળાને ઉશ્કેરણી કરવાના આરોપસર યતિના સમર્થકો દ્વારા FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારે ઝુબૈરે ધરપકડથી રક્ષણ મેળવવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ મામલે સુનાવણી કરતાં કોર્ટે કહ્યું હતું કે જો ઝુબૈરને યતિ નરસિંહાનંદથી એટલો જ વાંધો હતો તો FIR નોંધાવી જોઈતી હતી આવી રીતે પોસ્ટ કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવો જોઈતો નહોતો.

    અલ્હાબાદ હાઇકોર્ટ ખાતે જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, “જો કોઈ વ્યક્તિ (યતિ નરસિંહાનંદ) ન ગમે એવું વર્તન કરે તો શું તમે પોલીસ પાસે જવાને બદલે વધુ વિચિત્ર વર્તન કરશો? શું તમે તેમની સામે FIR નોંધાવી છે? અમે તમારા વર્તન પર નજર રાખીશું. જો તમને તેમનાથી વાંધો હોય તો તેમની સામે FIR નોંધાવવી જોઈએ.”

    - Advertisement -

    ઝુબૈરના વકીલે તેના બચાવમાં દલીલો કરી હતી, જોકે કોર્ટે કોઈ દલીલ સ્વીકારી નહોતી. અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું હતું કે, “કોઈ રસ્તો ન હોય તો કોર્ટમાં આવો, શું તમે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જશો? સામાજિક વૈમનસ્ય ફેલાવશો? તેઓ (યતિ) ગમે તે કહે, પણ તમે સોશિયલ મીડિયા પર આવી રીતે પોસ્ટ કરી શકો નહીં. Xનો ઉપયોગ કરવા માટે કોઈ ના પાડતું નથી પરંતુ તમે અશાંતિ ફેલાવવા માટે તેનો ઉપયોગ ન કરી શકો. તમારી પોસ્ટ જોતાં ખબર પડે છે કે તમે અશાંતિ ઉભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.”

    નોંધનીય છે કે આ મામલે કોર્ટે સરકારનો પણ પ્રત્યુત્તર માંગ્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટે સરકારને મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 152 હેઠળ ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાના ગુના માટે કેમ કેસ દાખલ કર્યો છે, એવો પ્રશ્ન પૂછીને 20 ડિસેમ્બર સુધી પ્રત્યુત્તર આપવા જણાવ્યું હતું.

    શું છે સમગ્ર મામલો

    નોંધનીય છે કે ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરના પૂજારી યતિ નરસિંહાનંદે 29 સપ્ટેમ્બરે એક ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે કથિત રીતે ઇસ્લામ ધર્મના પયગંબર મુહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ જ મામલે વિરોધ કરવા છતરપુર પોલીસ સ્ટેશન પહોંચેલા મુસ્લિમોના ટોળાએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

    ઝુબૈરે પણ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી, જેમાં તેણે ભાષણને ‘અપમાનજનક અને દ્વેષપૂર્ણ’ ગણાવ્યું હતું. ત્યારબાદ યતિ નરસિંહાનંદ ફાઉન્ડેશનનાં મહાસચિવ ઉદિતા ત્યાગીએ ઝુબૈર વિરુદ્ધ ટોળાને ઉશ્કેરવાના આરોપસર ફરિયાદ નોંધાવી હતી. ગાઝિયાબાદ પોલીસે ભારતીય દંડ સંહિતાની અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કેસ ઝુબૈર સામે કેસ નોંધ્યો હતો.

    મોહમ્મદ ઝુબૈર પર ભારતીય દંડ સંહિતાની કલમ 196 (ધાર્મિક બાબતોના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 228 (ખોટા પુરાવા ઉભા કરવા), 299 (ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી), 356 (3) (બદનક્ષી) અને 351 (2) (ગુનાહિત ધાકધમકી) તથા BNSની કલમ 152 હેઠળ ગુનો નોંધ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં