અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) જીજા અને સાળી વચ્ચેનાના (Jija Sali Physical Relations) શારીરિક સંબંધો સાથે જોડાયેલા એક વિવાદિત મામલામાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ દરમિયાન કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. આ નિર્ણય આપતા કોર્ટે કહ્યું હતું કે, આ સંબંધ સામાજિક અને નૈતિક દ્રષ્ટિકોણથી ખોટો હોઈ શકે છે, પરંતુ જો મહિલા પુખ્તવયની છે અને તેમની વચ્ચેનો સંબંધ તેની સહમતિથી બંધાયેલો છે તો તેને બળાત્કાર ગણી શકાય નહીં.
નોંધનીય છે કે, સમગ્ર કેસ જુલાઈ 2024નો છે. જ્યારે આરોપી જીજા પર તેની સાળી પર બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારોને આ અવૈધ સંબંધોની જાણ થઈ ત્યારે પરિવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ જીજા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની (BNS) કલમ 366 (બળજબરીથી અપહરણ), 376 (બળાત્કાર), અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ત્યારપછી જીજાની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારથી તે પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે જીજાએ જામીન માટે અરજી કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે આરોપીની જામીન અરજી પર સુનાવણી કરી હતી. જસ્ટિસ સમીર જૈનની ખંડપીઠે કરેલી આ સુનાવણી દરમિયાન એવું સામે આવ્યું હતું કે, જીજા પર જે સાળી સાથે બળાત્કારનો આરોપ છે તે પુખ્ત્વયની છે.
"जीजा और साली में संबंध बनाना ग़लत है, लेकिन महिला व्यस्क है तो इसे रेप नहीं माना जा सकता है"
— News24 (@news24tvchannel) December 31, 2024
◆ इलाहाबाद HC ने एक मामले में आरोपी जीजा को जमानत देते हुए कहा #Court | Court Order | Allahabad High Court pic.twitter.com/ESlOwelVTu
સાળીના નિવેદનો બદલાયા
આ સિવાય સાળીએ શરૂઆતમાં કલમ 161 અંતર્ગત તેના જીજા પર લગાવવામાં આવેલ આરોપોને અને સંબંધોને નકારી કાઢ્યા હતા. જોકે, પછીથી તેણે કલમ 164 હેઠળ તેનું નિવેદન બદલ્યું હતું અને તેના જીજા વિરુદ્ધ થઈ રહેલ કાર્યવાહીને સમર્થન આપ્યું હતું. આ મામલે આરોપી જીજાના વકીલે કોર્ટમાં દલીલો કરીને જામીન અરજી મંજૂર કરવા કહ્યું હતું.
વકીલે દલીલ કરતા કહ્યું હતું કે, જીજા અને સાળી વચ્ચેના અવૈધ સંબંધોની જાણ પરિવારને થઈ તે પછી કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે બળાત્કારના આરોપ ખોટા હોય શકે છે, કારણ કે જીજા-સાળી વચ્ચેના જે સંબંધો હતા તે બંનેની સહમતીથી જ બંધાયા હતા. જોકે, બીજી તરફ સરકારી વકીલે બળાત્કારના આરોપને જ લઈને જીજાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો.
બંનેની સહમતીથી બંધાયા હતા સંબંધો
જોકે, સરકારી વકીલ પીડિતા પુખ્તવયની છે એ નકારી શક્યા નહીં અને સંબંધો દરમિયાન તેની સહમતી નહોતી એવું સાબિત પણ કરી શક્યા નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષોની દલીલો અને તથ્યોને પણ ધ્યાનમાં લીધા. પીડિતાએ અગાઉ આ સંબંધનો ઈન્કાર કર્યો હતો. બાદમાં તેણે નિવેદન બદલ્યું હતું. પીડિતાએ અગાઉ કબૂલ્યું હતું કે, તેણે પોતાની મરજીથી પરિણીત પુરુષ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
કોર્ટે કહ્યું કે, આ સંબંધને સમાજના દ્રષ્ટિકોણથી નૈતિક ગણી શકાય નહીં. પરંતુ પીડિતા પુખ્તવયની છે અને તેણે સ્વેચ્છાએ સંબંધ બાંધ્યો હતો. આ સંદર્ભમાં, કોર્ટ આ કેસને બળાત્કાર ગણી શકે નહીં. અરજદાર અને પીડિતા વચ્ચે શારીરિક સંબંધ હતા. આરોપીની પૃષ્ઠભૂમિ ગુનાહિત નથી અને જુલાઈ 2024થી તે કસ્ટડીમાં હતો. તેથી તમામ તથ્યોને ધ્યાનમાં લઈને અલ્હાબાદ હાઇકોર્ટે તેને જામીન આપવાનો આદેશ જારી કર્યો હતો.