Friday, March 7, 2025
More
    હોમપેજદેશRJD પ્રવક્તાએ લાઇવ ડિબેટમાં ફાડ્યાં મનુસ્મૃતિનાં પાનાં, FIR નોંધાઈ તો હાઇકોર્ટના દરવાજા...

    RJD પ્રવક્તાએ લાઇવ ડિબેટમાં ફાડ્યાં મનુસ્મૃતિનાં પાનાં, FIR નોંધાઈ તો હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા..કોર્ટે ફટકાર લગાવીને કહ્યું- આ જાણીજોઈને થયેલું કૃત્ય, નહીં મળે રાહત

    કોર્ટે નોંધ્યું કે, એ તથ્યથી કિનારો કરી શકાય નહીં કે પ્રિયંકા એક શિક્ષિત વ્યક્તિ કે અને ટીવી ડિબેટમાં એક રાજકીય પક્ષના પ્રવક્તા તરીકે ભાગ લીધો હતો. તેઓ એમ ન કહી શકે કે તેમણે અજાણતાંમાં આ કૃત્ય કર્યું હતું. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) તાજેતરમાં એક કેસની સુનાવણી કરતાં રાષ્ટ્રીય જનતા દળનાં પ્રવક્તા અને દિલ્હીની JNUમાં પીએચડી વિદ્યાર્થિની પ્રિયંકા ભારતી (Priyanka Bharti) સામે મનુસ્મૃતિનાં (Manusmriti) પાનાં ફાડવા બદલ દાખલ કરવામાં આવેલ FIR રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે ઠેરવ્યું કે આ કૃત્ય એક ગુનો બને છે. નોંધનીય છે કે પ્રિયંકાએ એક લાઇવ ટીવી ડિબેટ દરમિયાન ગ્રંથનાં પાનાં ફાડ્યાં હતાં. 

    ડિસેમ્બર 2024માં પ્રિયંકા ભારતીએ RJD પ્રવક્તા તરીકે અમુક ટીવી ચેનલોની ડિબેટમાં ભાગ લેતી વખતે લાઇવ પ્રસારણ દરમિયાન મનુસ્મૃતિ ગ્રંથનાં અમુક પાનાં ફાડ્યાં હતાં અને ગ્રંથ વિશે વિવાદિત ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ તેમની સામે ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કલમ હેઠળ કોઈ પણ ધર્મ કે સમુદાયની ધાર્મિક ભાવનાઓ ભડકાવવી કે તેનું અપમાન કરવું એ સજાપાત્ર ગુનો બને છે. 

    FIR નોંધાયા બાદ ભારતીએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને ગુનો રદ કરવાની માંગણી કરી હતી. RJD પ્રવક્તાએ દલીલ કરી કે તેનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ કે ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો કે કૃત્ય જાણીજોઈને પણ કરવામાં આવ્યું ન હતું. બીજું તેના કૃત્યના કારણે કાયદો-વ્યવસ્થાને કોઈ અસર થઈ શકે એમ ન હતું એવી પણ દલીલ કરવામાં આવી. 

    - Advertisement -

    પ્રિયંકાના વકીલ સૈયદ આબિદ અલી નકવીએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે જો કોઈ વ્યક્તિ અજાણતાંમાં કોઈ ધર્મનું અપમાન કરે કે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના બદઇરાદાપૂર્વક એવું કૃત્ય થઈ જાય તો તે BNS 299 હેઠળ આવતું નથી. જેથી FIR રદ કરી દેવામાં આવે. 

    જોકે કોર્ટે આ બધી દલીલો ગ્રાહ્ય રાખી નથી. કોર્ટે નોંધ્યું કે, એ તથ્યથી કિનારો કરી શકાય નહીં કે પ્રિયંકા એક શિક્ષિત વ્યક્તિ કે અને ટીવી ડિબેટમાં એક રાજકીય પક્ષના પ્રવક્તા તરીકે ભાગ લીધો હતો. તેઓ એમ ન કહી શકે કે તેમણે અજાણતાંમાં આ કૃત્ય કર્યું હતું. કોર્ટે કહ્યું,

    “અમે નોંધીએ છીએ કે બે ટીવી ચેનલો ઇન્ડિયા ટીવી અને ટીવીનાઈન ભારતવર્ષ દ્વારા આયોજિત લાઇવ ટીવી ડિબેટમાં એક ધર્મના પવિત્ર ગ્રંથ ‘મનુસ્મૃતિ’નાં પાનાં ફાડવાનું કૃત્ય એ બીજું કશું જ નહીં પરંતુ પ્રથમ દૃષ્ટિએ અરજદાર દ્વારા જાણીજોઈને અને બદઇરાદાપૂર્વક આચરવામાં આવેલું કૃત્ય છે અને તેમ કરવા પાછળ કોઈ યોગ્ય કારણ પણ નથી. જેથી કોર્ટના મતાનુસાર આ સંજ્ઞાનાત્મક ગુનો બને છે.”

    કોર્ટે આ સાથે સુપ્રીમ કોર્ટનો પત્રકાર અમીશ દેવગણના એક કેસનો ચુકાદો પણ ટાંક્યો હતો, જેમાં કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરતાં કહ્યું હતું કે રાજકીય નેતાઓ કે મીડિયાની હસ્તીઓએ વધુ જવાબદારીપૂર્વક વર્તન કરવું પડે છે અને તેમના શબ્દો હિંસા કે ઘૃણાને પ્રોત્સાહન આપતા હોવા ન જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે આવા લોકોની પહોંચ એક મોટા વર્ગ સુધી હોય છે, જેના કારણે તેમણે આ બધી બાબતોનું વિશેષ ધ્યાન રાખવાનું રહે છે અને તેનાં પરિણામો અને દુષ્પરિણામો વિશે પણ તેમને ખ્યાલ હોવો જોઈએ. 

    કોર્ટે આ ટિપ્પણીઓ સાથે પ્રિયંકા ભારતીને રાહત આપવાનો ઇનકાર કરીને અરજી ફગાવી દીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં