Sunday, March 8, 2026
More
    હોમપેજદેશ2006ના જે મુંબઈ ટ્રેન બ્લાસ્ટમાં થયાં હતાં 189 મોત, તે કેસના તમામ...

    2006ના જે મુંબઈ ટ્રેન બ્લાસ્ટમાં થયાં હતાં 189 મોત, તે કેસના તમામ 12 આરોપીઓને બૉમ્બે હાઇકોર્ટે છોડ્યા નિર્દોષ: અગાઉ સ્પેશિયલ કોર્ટે 6ને સંભળાવી હતી ફાંસીની સજા

    કોર્ટ અનુસાર, બૉમ્બ બ્લાસ્ટના લગભગ 100 દિવસ બાદ ટેક્સી ડ્રાઈવરો અથવા તો યાત્રા કરી રહેલા લોકો આરોપીઓને ઓળખી જાય એ શક્ય નથી.

    - Advertisement -

    બૉમ્બે હાઇકોર્ટે (Bombay High Court) સોમવારે (21 જુલાઈ) 2006ના મુંબઈ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસના (7/11 serial bomb blast case of 2006) તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર (Accused acquitted) કરી દીધા છે. લગભગ એક દાયકા પહેલાં એક વિશેષ કોર્ટે 5 આરોપીઓને મૃત્યુદંડ અને બાકીના તમામ આરોપીઓને આજીવન કારાવાસની સજા આપી હતી. ઘટનાના લગભગ 19 વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવ્યો છે. ચુકાદા પાછળ કોર્ટે કારણ એ આપ્યું છે કે પ્રોસિક્યુશન આરોપીઓ વિરુદ્ધ આરોપો સાબિત કરી શક્યું નથી.

    જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની વિશેષ ખંડપીઠે જણાવ્યું છે કે, ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા આરોપીઓને દોષિત ઠેરવવા માટે નિર્ણાયક નથી. કોર્ટે ફરિયાદી પક્ષના લગભગ તમામ સાક્ષીઓના નિવેદનોને અવિશ્વસનીય ગણી લીધાં હતાં. કોર્ટ અનુસાર, બૉમ્બ બ્લાસ્ટના લગભગ 100 દિવસ બાદ ટેક્સી ડ્રાઈવરો અથવા તો યાત્રા કરી રહેલા લોકો આરોપીઓને ઓળખી જાય એ શક્ય નથી.

    બૉમ્બ, બંદૂક અને નકશા વગેરે જેવા પુરાવા મળી આવ્યાની બાબતે કોર્ટે જણાવ્યું હતું કે, આ બધી બાબતો અપ્રસ્તુત અને કેસ માટે મહત્ત્વહીન છે કારણ કે, ફરિયાદી પક્ષ તે સ્પષ્ટ કરવામાં નિષ્ફળ રહ્યો છે કે, વિસ્ફોટોમાં કેવા પ્રકારના બૉમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    2006ના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ બાદથી ચાલી રહ્યો છે કેસ

    હાઇકોર્ટ જુલાઈ 2024ની આ કેસની સુનાવણી કરી રહી છે. આ કેસ 11 જુલાઈ, 2006ના રોજ થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટની ઘટના સાથે સંબંધિત છે. 11 જુલાઈના દિવસે મુંબઈની પશ્ચિમી રેલવે લાઈન પર ઉપનગરીય લોકલ ટ્રેનોમાં શ્રેણીબદ્ધ ધડાકા થયા હતા. આ ક્રૂર ઇસ્લામી આતંકી ઘટનામાં 189 લોકોનાં મોત થયાં હતાં અને 824 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ વિશેષ કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસ અને વિવિધ એજન્સીઓએ દાયકાઓ સુધી આ કેસ વિશેની માહિતી શોધી હતી.

    મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ (MCOCA) હેઠળ લાંબા સમય સુધી ચાલેલી સુનાવણી બાદ વિશેષ કોર્ટે પાંચ આરોપીઓને ફાંસી અને 7 આરોપીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. ફાંસીની સજા મેળવનારા આરોપીઓમાં કમાલ અન્સારી, મોહમ્મદ ફૈઝલ અતાઉર રહેમાન શેખ, એહતેશામ કુતુબુદ્દીન સિદ્દીકી, નાવેદ હુસૈન ખાન અને આસિફ ખાનનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને ટ્રેનોમાં બૉમ્બ લગાવવાના દોષી ઠેરવવામાં આવ્યા હતા. એક કમાલ અન્સારીનું 2021માં નાગપુર જેલમાં કોવિડ-19ના કારણે મોત થયું હતું. 

    આ ઉપરાંત આજીવન કારાવાસની સજા મેળવેલા લોકોમાં તનવીર અહેમદ અન્સારી, મોહમ્મદ માજિદ શફી, શેખ મોહમ્મદ અલી આલમ, મોહમ્મદ સાજિદ મરગુબ અન્સારી, મુઝ્ઝમિલ અતાઉર રહેમાન શેખ, સુહૈલ મહેમૂદ શેખ અને ઝમીર અહેમદ લતીફુર રહેમાન શેખનો સમાવેશ થાય છે. 

    દોષિતોએ હાઇકોર્ટમાં દાખલ કરી અરજી અને છૂટી ગયા નિર્દોષ

    વિશેષ અદાલતે સજા સંભળાવી દીધા બાદ મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટમાં ફાંસીની સજાની પુષ્ટિ માટે અરજી દાખલ કરી હતી. આ સાથે જ દોષિતોએ પણ પોતાની સજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ મામલો 2015થી હાઇકોર્ટમાં પેન્ડિંગ હતો. 2022માં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, પુરાવાની મોટી માત્રાને ધ્યાને રાખીને સુનાવણીમાં ઓછામાં ઓછા પાંચથી 6 મહિના જેટલો સમય લાગી શકે છે. ઘણી વખત ઝડપી નિર્ણયની માંગ કર્યાં બાદ જુલાઈ 2024માં એક સ્પેશિયલ બેન્ચ ગઠિત કરવામાં આવી, જેમાં દરરોજ કેસની સુનાવણી કરવામાં આવી હતી.

    આરોપીઓ તરફથી વકીલો એસ. મુરલીધર, યુગ મોહિત ચૌધરી, નિત્યા રામકૃષ્ણન અને એસ. નાગામુથુએ દલીલો કરી હતી. તેમણે દલીલ કરી કે, અભિયોજનનો કેસ ખામીયુક્ત હતો અને ટ્રાયલ કોર્ટે આરોપીઓને દોષી ઠેરવવામાં ભૂલ કરી હતી.બીજી તરફ, રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા ખાસ સરકારી વકીલ રાજા ઠાકરેએ મૃત્યુદંડની પુષ્ટિને સમર્થન આપ્યું હતું અને દલીલ કરી હતી કે, આ કેસ ‘રેરેસ્ટ ઑફ રેર’ની શ્રેણીમાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં