Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશમુંબઈમાં 'રસ્તા રોકો' પ્રદર્શન કરવા આવેલ મુસ્લિમ ટોળાંને પોલીસે ફટકાર્યું, સ્થિતિ બગડતાં...

    મુંબઈમાં ‘રસ્તા રોકો’ પ્રદર્શન કરવા આવેલ મુસ્લિમ ટોળાંને પોલીસે ફટકાર્યું, સ્થિતિ બગડતાં કાર્યો લાઠીચાર્જ: ‘સર તન સે જુદા’ના નારા બાદ AIMIM નેતાઓ સામે નોંધાઈ FIR

    અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ સોમવારે મુંબઈને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હજારો લોકો રસ્તા પર ઉતરી આયા અને સંત રામગીરી મહારાજ અને તેમને સમર્થન આપનાર ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેના નામે હોબાળો કરવાનો પ્રયત્ન કર્યો.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રના સંત રામગીરી મહારાજના નામથી કટ્ટરપંથી માનસિકતા ધરાવતા મુસ્લિમો હોબાળો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનું ‘સર તન સે જુદા‘ કરવાની વાતો કરવામાં આવી રહી છે. તેવામાં બળતામાં ઘાસલેટ છાંટવા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ સોમવારે મુંબઈને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો. હજારો લોકો રસ્તા પર ઉતરી આયા અને સંત રામગીરી મહારાજ અને તેમને સમર્થન આપનાર ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેના નામે હોબાળો કરવાનો પ્રયત્ન કર્યો. છત્રપતિ સંભાજી નગરથી ટોળા તિરંગા યાત્રાના નામે ભેગા થતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

    અહીં નોંધવું જોઈએ કે આ ટોળું મુંબઈમાં મુખ્યમંત્રી આવાસ તરફ આગળ વધી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તે લોકો મુખ્યમંત્રીને મળવા માંગતા હતા. આ ટોળામાં હાજર લોકોની આગેવાની AIMIના નેતા અને પૂર્વ સાંસદ ઈમ્તિયાઝ અલી અને નેતા વારીસ પઠાણ કરી રહ્યા હતા. જેવું અ ટોળું આનંદનગર જકાતનાકા પહોંચ્યું કે તે લોકો બંદોબસ્તમાં હાજર પોલી કાફલા સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા. પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું.

    અનેક ઠેકાણે ટ્રાફિક, સર તન સે જુદાના લાગ્યા નારા, પોલીસે નોંધી FIR

    ઘટના બાદ થાણે સહિત અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે પોલીસે થાણેથી જ મુસ્લીમોના ટોળાને પાછું તગેડી મૂક્યું હતું. વિરોધ કરી રહેલા મુસ્લિમ સમુદાયના ટોળાન AIMIના નેતાઓ દ્વારા સતત ઉશ્કેરવામાં આવી રહ્યું હતું. બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો પણ સામે આવ્યા હતા કે જેમાં કટ્ટરપંથી મુસ્લિમોનું ટોળું રામગીરી મહારાજ વિરુદ્ધ ‘સર તન સે જુદા’ના નારા લગાવતું પણ જોવા મળ્યું. ટોળાએ મહારાજને મોતની સજા આપવાની માંગ સાથે ઉપદ્રવ પણ મચાવ્યો.

    - Advertisement -

    આ ટોળાએ માત્ર ‘અલ્લાહુ અકબર’ના જ નહીં, પરંતુ ‘સર તન સે જુદા’ના નારા પણ લગાવ્યા. આ દરમિયાન ‘લ ઇલાહા ઈલ્લલ્લાહ’ સહિતના મઝહબી નારા લાગ્યા હતા. AIMIMએ આ આખી ધમાલને ‘ચલો મુંબઈ’ નામ આપ્યું હતું. ત્યારે હવે આ મામલે AIMIM કાર્યકર્તાઓ વિરુદ્ધ FIR પણ નોંધી છે. બીજી તરફ પાર્ટીના કાર્યકર્તાઓએ દાવો કર્યો છે કે તેમના નેતા ઈમ્તિયાઝ અલીની રાતથી કોઈ જ ભાળ નથી મળી રહી.

    રામગીરી મહારાજ વિરુદ્ધ દાખલ કરવામાં આવી

    નોંધનીય છે કે આ આખો ઘટનાક્રમ મહારાષ્ટ્રના સંત રામગીરી મહારાજ પર મહોમ્મદ પૈગંબરના અપમાનના આરોપ સાથે શરૂ થયો. નાસિક જિલ્લાના એક ગામના જાહેર કાર્યક્રમમાં તેમણે આપેલા એક નિવેદનને ઇસ્લામ માટે અપમાનજનક ગણાવવામાં આવી હતી. મહારાજના વિડીયોને વાયરલ કરી-કરીને તેમના વિરુદ્ધ મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવામાં આવ્યો.

    ત્યાર બાદ મુંબઈમાં તેમના વિરુદ્ધ BNS 302 સહિત અનેક ધારાઓ અંતર્ગત FIR દાખલ કરી લીધી છે. આટલું જ નહીં, રામગીરી મહારાજ વિરુદ્ધ નાસિક અને છત્રપતિ સંભાજીનગર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. રામગીરી મહારાજે પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે, તેમણે આપેલું નિવેદન માત્ર બાંગ્લાદેશી હિંદુઓના સમર્થનમાં નિવેદન આપ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં