Sunday, July 13, 2025
More
    હોમપેજમિડિયા'પ્લેન ક્રેશનો વિડીયો રેકોર્ડ કરનારની અટકાયત'!: મેઈનસ્ટ્રીમ મીડિયાએ તપાસ વિના જ ચલાવ્યું...

    ‘પ્લેન ક્રેશનો વિડીયો રેકોર્ડ કરનારની અટકાયત’!: મેઈનસ્ટ્રીમ મીડિયાએ તપાસ વિના જ ચલાવ્યું જુઠ્ઠાણું, લલ્લનટોપે પણ ઝડપી લીધી તક, આખરે અમદાવાદ પોલીસે ખોલી નાખી પોલ

    લલ્લનટોપના અભિનવ પાંડેએ પણ આ જ તૂત ફેલાવવાનો પ્રયાસ કર્યો. જેમાં તેમણે પોલીસને પ્રશ્નો પૂછી લીધા. આ પોસ્ટમાં પણ આડકતરી રીતે દાવો કરવામાં આવ્યો હતો કે પોલીસ ડરેલા, ગભરાયેલા સગીર યુવકને તેની સાથે લઈ ગઈ, જેણે ઘટનાનો પહેલો વિડીયો બનાવ્યો હતો.

    - Advertisement -

    12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર ખાતે થયેલ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) દુર્ઘટનાનો એક વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયો વ્યાપક પ્રમાણમાં વાયરલ થયો હતો. ત્યારપછી CCTV ફૂટેજ વગેરે સામે આવ્યા હતા. આ દુર્ઘટના પછી ઘણા ફેક ન્યૂઝ (Fake News) પણ વાયરલ થયા હતા. ત્યારે આવી જ એક ખોટી માહિતી Zee ન્યૂઝ ગુજરાતી (Zee News Gujarati) દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી.

    Zee ન્યૂઝના એન્કરે અને સંવાદદાતાએ દાવો કર્યો હતો કે, મેઘાણીનગર ખાતે જે પ્લેન ક્રેશ થયું હતું, તેનો વિડીયો બનાવનારની અટકાયત કરવામાં આવી હતી. સંવાદદાતાએ એવો દાવો કર્યો હતો કે, આ 17 વર્ષનો યુવક જેનું નામ આર્યન છે તે મીડિયા સાથે વાતચીત ન કરી શકે એ માટે તેની અટકાયત કરવામાં આવી રહી છે.

    આ સિવાય લલ્લનટોપના અભિનવ પાંડેએ પણ આ જ તૂત ફેલાવવાનો પ્રયાસ કર્યો. જેમાં તેમણે પોલીસને પ્રશ્નો પૂછી લીધા. આ પોસ્ટમાં પણ આડકતરી રીતે દાવો કરવામાં આવ્યો હતો કે પોલીસ ડરેલા, ગભરાયેલા સગીર યુવકને તેની સાથે લઈ ગઈ, જેણે ઘટનાનો પહેલો વિડીયો બનાવ્યો હતો. આ પોસ્ટમાં CM ભૂપેન્દ્ર પટેલને ટેગ કરીને લખવામાં આવ્યું હતું કે, અમદાવાદની પોલીસ આ ખોટું કરી રહી છે, યુવકને ડરાવવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    જોકે, આ એ જ પત્રકારો છે જે ‘ડરેલા’ યુવકનો ઈન્ટરવ્યુ કરી રહ્યા હતા અને તેના પર મીડિયા સમક્ષ નિવેદન આપવા માટે દબાણ ઉભું કરી રહ્યા હતા. લલ્લનટોપના પાંડેએ તો યુવક સાથેનો ફોટો શેર કરીને તેની ઓળખ છતી કરી દીધી હતી. આ પોસ્ટ અને યુવકની અટકાયતના દાવાએ એટલું જોર પકડ્યું કે અમદાવાદ પોલીસે તેની સ્પષ્ટતા આપવી પડી.

    પોલીસે પોસ્ટ કરીને લખ્યું કે, “આ વિડીયો બનાવવા બદલ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. મોબાઈલ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ થયું. વિડીયો બનાવનાર સગીરે પોલીસને વિડીયોની વિગતો આપી. તે તેના પિતા સાથે સાક્ષી તરીકે નિવેદન આપવા આવ્યો હતો. ત્યારબાદ તેને તેના પિતા સાથે મોકલી દેવામાં આવ્યો. કોઈ ધરપકડ કે અટકાયત કરવામાં આવી નથી. કૃપા કરીને અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવાનું ટાળો.”

    નોંધનીય છે કે આ પહેલાં પણ આ દુર્ઘટનાને લઈને આવી ભ્રામક માહિતી વાયરલ થઈ હતી. નેપાળનો એક વર્ષ જૂનો વિડીયો અમદાવાદ પ્લેન ક્રેશના નામે વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ PIBએ સપષ્ટતા આપવી પડી હતી.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં