અમદાવાદના (Ahmedabad) કુખ્યાત ગેંગસ્ટર નઝીર વોરા (Gangster Nazir Vora) પર તંત્ર છેલ્લા ઘણા સમયથી એક બાદ એક મોટી કાર્યવાહી કરી રહ્યું છે. તાજા પગલામાં શહેરના જુહાપુરા (Juhapura) વિસ્તારમાં તેણે ઊભું કરેલું આલિશાન ફાર્મ હાઉસ અને તેના સામ્રાજ્યને બુલડોઝર દ્વારા (Bulldozer Action) તોડી પાડવામાં આવ્યું છે. નઝીરે કોર્પોરેશનના રિઝર્વેશન પ્લોટ પર 10 વર્ષથી ગેરકાયદે કબજો કર્યો હતો અને બાંધકામ કરીને ‘ઝુબેદા હાઉસ’ બનાવ્યું હતું. આખરે આ ગેંગસ્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેરકાયદેસર દબાણ કરેલી આખી જગ્યાની કિંમત આશરે ₹20 કરોડ છે.
કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત હેઠળ આ મિલકત તોડી પાડવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે વરિષ્ઠ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, આ મિલકત 20,000 ચોરસ ફૂટમાં સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવી હતી, જેને નઝીર વોરા દ્વારા વોરા ફાર્મહાઉસ તરીકે વાપરતો હતો.
Ahmedabad : કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર | Gujarat First
— Gujarat First (@GujaratFirst) June 10, 2025
-જુહાપુરા સ્થિત ગેરકાયદે બાંધકામ દૂર કરવા તંત્રની કાર્યવાહી
-1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસ પર તંત્રની કાર્યવાહી
-પોલીસના ઉચ્ચ અધિકારીની હાજરીમાં ડેમોલિશનની કાર્યવાહી
-આરોપી… pic.twitter.com/nPzk6AIgOX
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વોરાએ આ જગ્યાએ બાળકો માટે મનોરંજનની સુવિધા પણ ઊભી કરી હતી. આ સિવાય તે આ ફાર્મહાઉસને લગ્ન સમારોહ અને અન્ય પારિવારિક ઇવેન્ટ માટે ભાડે આપતો હતો. અધિકારીએ જણાવ્યું કે, આ જમીન સરકારી હોવા છતાં, તેનો ધંધા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
નઝીર વોરાનો ખૂબ લાંબો ગુનાઈત ઇતિહાસ છે. તેની સામે હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, ખંડણી, હુમલો અને ગેરકાયદે જમીન પચાવી પાડવાના આરોપો અંતર્ગત 29થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, “આ મિલકત તોડી પાડવાની કામગીરી શહેરમાં જમીન માફિયા અને અન્ય ગેરકાયદે બાંધકામો સામે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ છે. આ કાર્યવાહી એ સ્પષ્ટ સંદેશ છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી, ભલે તેમનો પ્રભાવ કે ભૂતકાળનો રેકોર્ડ ગમે તે હોય. હાલ વોરા સામે નોંધાયેલા અન્ય ગુનાઓની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.”