Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટVIDEO: પોતાને સેનામાં નોકરી કરવાના ઈચ્છુક ગણાવતા યુવાનોએ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન મોદી...

    VIDEO: પોતાને સેનામાં નોકરી કરવાના ઈચ્છુક ગણાવતા યુવાનોએ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને તોડફોડ કરી

    હિંસક પ્રદર્શન પાછળ સંભવતઃ રાજકીય શક્તિઓનો હાથ હોવાનો ઈશારો કરી તેમણે કહ્યું કે, યોજનાને લઈને ગેરમાર્ગે દોરવાનું કામ થઇ રહ્યું છે અને હજુ તો યોજના અમલમાં પણ મૂકાઈ નથી તે પહેલાં જ વિરોધ કરવાનું કોઈ કારણ પણ નથી.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના વિરુદ્ધ બિહાર સહિતના રાજ્યોમાં પ્રદર્શનો શરૂ થઇ ગયાં છે. દરમ્યાન, સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયા છે જેમાં પ્રદર્શનકારીઓ ટ્રેન સળગાવતા અને જાહેર સંપત્તિને નુકસાન કરતા દેખાય છે. બીજી તરફ, અન્ય એક વિડીયોમાં વિરોધ કરનારાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપશબ્દો વાપરતા પણ સંભળાય છે.

    મંગળવારે (16 જૂન 2022) ઓર્ગેનાઈઝર વીકલી દ્વારા શૅર કરવામાં આવેલ એક વિડીયોમાં જોવા મળે છે કે ‘સુરક્ષાબળોમાં જોડાઈને દેશ-સેવા કરવા માંગતા’ અને અગ્નિપથ યોજના વિરુદ્ધ રસ્તા પર ઉતરેલા કેટલાક યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપશબ્દો વાપરી રહ્યા છે અને વાંધાજનક નારા બોલાવતા પણ નજરે પડે છે. જોકે, આ વિડીયો ક્યાંનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ વિડીયોમાં રસ્તા પર પ્રદર્શન કરતા લોકો અને ટાયર સળગતાં જોવા મળે છે. પ્રદર્શનકારીઓ રસ્તા પર ધરણાં પર બેઠા હતા અને યોજના રદ કરવા માટેની માંગ કરીને પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દો અને નારા ઉચ્ચાર્યા હતા.

    આજે (17 જૂન 2022) સતત ત્રીજા દિવસે પણ સરકારની યોજનાનો વિરોધ ચાલુ જ છે. આ પહેલાં ઑપઇન્ડિયાએ વિસ્તૃત રિપોર્ટમાં સમજાવ્યું હતું કે અગ્નિપથ યોજનામાં જોડાવું દેશના કોઈ યુવાન માટે ફરજીયાત નથી કે ભારતીય સેનામાં થતી નિયમિત ભરતીને પણ આ યોજનાથી કોઈ અસર પહોંચશે નહીં. જોકે, સમજ્યા વગર અને રાજકીય શક્તિઓથી દોરવાયેલા પ્રદર્શનકારીઓએ રેલવે અને રોડ ટ્રાફિકમાં અવરોધ ઉભો કર્યો હતો તો ક્યાંક ટ્રેનમાં આગ લગાડી દેવામાં આવી હતી. બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ખાનગી અને પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સેનામાં જોડાવા માંગતા કથિત ઉમેદવારોએ શુક્રવારે બિહારમાં એક ખાલી ટ્રેનને આગ લગાડી દીધી હતી અને અન્ય કેટલીક ટ્રેનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. બલિયા-વારાણસી મેમુ અને બલિયા-શાહગંજ ટ્રેનમાં તોડફોડ કરતા એક ટોળાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    અન્ય એક વિડીયોમાં બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં આગજની કરતું ટોળું નજરે પડે છે. આ ઘટના બિહારના સમસ્તિપુર વિસ્તારની છે.

    આ ઉપરાંત, બિહારના લખમિનીયા રેલવે સ્ટેશન ખાતે પણ પ્રદર્શનકારીઓએ રેલવે ટ્રેક બ્લૉક કરીને ટ્રેનમાં તોડફોડ કરી હતી.

    શુક્રવારે પ્રદર્શનકારીઓએ બિહારના ઉપ મુખ્યમંત્રી રેણુ દેવીના ઘરે પણ હુમલો કર્યો હતો. રેણુ દેવીના પુત્રે કહ્યું કે, “અમારા ઘરે હુમલો થયો છે અને ઘણું નુકસાન થયું છે. રેણુ દેવી હાલ પટનામાં છે.”

    ગઈકાલે પ્રદર્શનકારીઓએ રેલવે ટ્રેક રોકીને પટના-ગયા અને પટના-બક્સર ટ્રેનો અટકાવી દીધી હતી. દરમ્યાન, તેઓ પોલીસ પર પથ્થરમારો કરતા પણ જોવા મળ્યા હતા. અન્ય એક વિડીયોમાં શહેરમાં જાહેર રસ્તા પર ટાયરો સળગાવવામાં આવતા જોવા મળ્યા હતા. 

    આ જ પ્રકારના વિરોધ પ્રદર્શન ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં પણ શરૂ થઇ ગયા છે. જ્યાં યોજનાના વિરોધમાં પ્રદર્શનકારી યુવાનો રેલવે ટ્રેક બ્લૉક કરી રહ્યા છે, રસ્તા પટ સળગતા ટાયરો ફેંકી રહ્યા છે.

    વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફની પ્રતિક્રિયા

    વિરોધ પ્રદર્શન વચ્ચે ગઈકાલે પૂર્વ સેના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે સિંહે (નિવૃત્ત) પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, યુવાનો દ્વારા જે વર્તન કરવામાં આવી રહ્યું છે તે સેનાને અનુરૂપ નથી.

    ઇન્ડિયા ટૂડેના એડિટર રાહુલ કંવલને આપેલા ઇન્ટરવ્યૂમાં જનરલ વી.કે સિંહે કહ્યું કે, મને નથી લાગતું કે આ પ્રકારના વર્તન કરનારા સેના માટે યોગ્ય હોય. જો આ બાબતો મારા હાથમાં હોત તો આમાંના કોઈને પણ લીધા ન હોત. બિહારમાં ચાલતા પ્રદર્શન મુદ્દે તેમણે કહ્યું કે, કોઈ પણ જેને આર્મી માટે સદભાવના હોય અને આર્મીમાં જોડાવા માંગતું હોય તેઓ આવો વિરોધ કરે નહીં.

    હિંસક પ્રદર્શન પાછળ સંભવતઃ રાજકીય શક્તિઓનો હાથ હોવાનો ઈશારો કરી તેમણે કહ્યું કે, યોજનાને લઈને ગેરમાર્ગે દોરવાનું કામ થઇ રહ્યું છે અને હજુ તો યોજના અમલમાં પણ મૂકાઈ નથી તે પહેલાં જ વિરોધ કરવાનું કોઈ કારણ પણ નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં