Tuesday, December 24, 2024
More
    હોમપેજદેશરાજસ્થાનની અજમેર શરીફ દરગાહ બાદ હવે 'ઢાઈ દિન કા ઝોપડા'ના સરવેની ઉઠી...

    રાજસ્થાનની અજમેર શરીફ દરગાહ બાદ હવે ‘ઢાઈ દિન કા ઝોપડા’ના સરવેની ઉઠી માંગ: મસ્જિદ નીચે મંદિર હોવાનો ડેપ્યુટી મેયરનો છે દાવો, હિંદુ અને જૈન સમાજ તરફથી અરજી

    અજમેરના ડેપ્યુટી મેયર નીરજ જૈને આ માંગ કરી છે. જૈનનું કહેવું છે કે અહીં પહેલા સંસ્કૃત વિદ્યાપીઠ અને મંદિર હતું, બાદમાં નાલંદા વિદ્યાપીઠની જેમ જ તેને ધ્વસ્ત કરીને તેના પર મસ્જિદ બાંધી દેવામાં આવી છે.

    - Advertisement -

    રાજસ્થાનની (Rajasthan) વિવાદિત અજમેર શરીફ દરગાહ (Ajmer Sharif Dargah) બાદ તેના સાવ નજીકમાં જ આવેલી ‘ઢાઈ દિન કા ઝોપડા’ (Adhai Din Ka Jhopada) મસ્જિદના સરવેની માંગ ઉઠી છે. અજમેરના ડેપ્યુટી મેયર નીરજ જૈને આ માંગ કરી છે. જૈનનું કહેવું છે કે અહીં પહેલા સંસ્કૃત વિદ્યાપીઠ અને મંદિર હતું, બાદમાં નાલંદા વિદ્યાપીઠની જેમ જ તેને ધ્વસ્ત કરીને તેના પર મસ્જિદ બાંધી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે તે અમારી સભ્યતા અને સંસ્કૃતિ પર હુમલો હતો અને તેને ધ્વસ્ત કરી દેવામાં આવી. નીરજ જૈનનો દાવો છે કે ASI પાસે પૂરતા પ્રમાણ છે કે આ સ્થળ 1000 વર્ષ જૂનું છે અને અહીં મૂર્તિઓ અને સ્વસ્તિક જેવા ચિહ્નો પણ મળ્યા હતા.

    નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં અલગ અલગ સ્થળોએ મસ્જિદો અને દરગાહોના સર્વેક્ષણ કરવામાં આવી રહ્યા છે. આ સરવે હિંદુ સમાજના અતિ મહત્વના અસ્થાના સ્થળો પર ઉભા કરી દેવામાં આવેલા મઝહબી ઢાંચાઓ વીરુધ્ધ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની જામા મસ્જિદ નીચે હરિહર મંદિર હોવાનો દાવો થયા બાદ ત્યાં સર્વેક્ષણના આદેશ આપવામાં આવ્યા હતા. જોકે આ આદેશો બાદ કટ્ટરપંથી મુસ્લિમોના હજારોના ટોળાએ પોલીસ અને સર્વેક્ષણ ટીમ પર હુમલો કરી દીધો. તેવી જ રીતે અજમેર શરીફ દરગાહના સર્વેક્ષણની પણ માંગ ઉઠી હતી, અહીં સંકટ મોચક શિવ મંદિર હોવાનો દાવો હિંદુ પક્ષે કર્યો છે.

    નોંધનીય છે કે તેવી જ રીતે ‘ઢાઈ દિન કા ઝોપડા’ને લઈને પણ દાવો કરવામાં આવ્યો છે કે અહીં પહેલા સંસ્કૃત મહાવિદ્યાલય અને મંદિર હતું. જૈન સમુદાય અને હિંદુ સમુદાય એમ બંનેએ અહીં મંદિર હોવાના દાવા કર્યા છે. તાજેતરના દાવામાં નીરજ જૈને કહ્યું છે કે, ASI પાસે અહીંથી મળેલી 250થી પણ વધુ મૂર્તિઓ તે વાતની સાબિતી છે. આ જગ્યાના નામને લઈને પણ અલગ-અલગ માન્યતાઓ છે. કેટલાક લોકોનું માનવું છે કે આ સ્થળને અઢી દિવસમાં તૈયાર કરવામાં આવ્યો હોવાથી તેનું આ નામ પડ્યું, જયારે કેટલાક લોકો અહીં ભરતા અઢી દિવસના મેળાને તેની સાથે જોડીને નામ પડ્યું હોવાનું માને છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં