Monday, May 20, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઅજમેરની 'ઢાઈ દિન કા ઝોપડા' મસ્જિદ પર હિંદુઓ બાદ હવે જૈન સમાજે...

    અજમેરની ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદ પર હિંદુઓ બાદ હવે જૈન સમાજે કર્યો દાવો: કહ્યું- તે સ્થળ પર સંસ્કૃત મહાવિદ્યાલય હતું અને તે પહેલાં મંદિર પણ હતું

    મસ્જિદનું નિરીક્ષણ કર્યા બાદ જૈન મુનિ સુનિલ સાગર મહારાજે કહ્યું કે, "ઇતિહાસમાં વાંચતાં હતા ઢાઈ દિન કા ઝોપડા વિશે. ત્યાં સંસ્કૃત મહાવિદ્યાલય પણ હતું અને કોઈ જમાનામાં ત્યાં મંદિર પણ હતું."

    - Advertisement -

    રાજસ્થાનના અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહની પાસે આવેલી ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદ પર હિંદુઓ બાદ હવે જૈન સમાજે પણ પોતાનો દાવો કર્યો છે. હિંદુઓ તરફથી પહેલાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તે સ્થળ પર સંસ્કૃત મહાવિદ્યાલય હતું અને હવે જૈન સમાજના સુનિલ સાગર મહારાજે એવો દાવો કર્યો છે કે, સંસ્કૃત મહાવિદ્યાલયની સાથે ત્યાં એક જમાનામાં જૈન મંદિર પણ હતું. જૈન મુનિએ પોતાના સંઘની સાથે અજમેરની તે મસ્જિદનું નિરીક્ષણ કર્યા બાદ આ દાવો કર્યો છે. તે સમયે ત્યાં હિંદુ સંગઠનોના પદાધિકારીઓ પણ હાજર હતા.

    મંગળવારે (7 મે, 2024) જૈન સમાજના સંઘ સાથે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના પદાધિકારીઓએ અજમેરની ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદની મુલાકાત લીધી હતી. તે સમયે જૈન મુનિ સુનિલ સાગર મહારાજે મીડિયા સાથે વાત કરી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મસ્જિદ સ્થળ પર એક સમયે સંસ્કૃત મહાવિદ્યાલ હતું અને એક જમાનામાં ત્યાં જૈન મંદિર પણ હતું. દાવાને લઈને તેમણે પુરાવાઓ પણ આપ્યા હતા. આ સાથે એ પણ નોંધવું જોઈએ કે, ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદમાં અનેક મૂર્તિઓ પણ જોવા મળી છે.

    ‘કોઈ જમાનામાં ત્યાં હતું મંદિર’

    મસ્જિદનું નિરીક્ષણ કર્યા બાદ જૈન મુનિ સુનિલ સાગર મહારાજે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે. જેમાં ભગવાન રામ અને મહાવીર સ્વામીએ અહિંસાનો સંદેશ આપ્યો છે. મૈત્રીભાવ રાખવો જરૂરી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ઇતિહાસમાં વાંચતાં હતા ઢાઈ દિન કા ઝોપડા વિશે. ત્યાં સંસ્કૃત મહાવિદ્યાલય પણ હતું અને કોઈ જમાનામાં ત્યાં મંદિર પણ હતું.”

    - Advertisement -

    આ ઉપરાંત તેમણે કહ્યું કે, તેઓ જ્યારે નિરીક્ષણ કરી રહ્યા હતા. તો ત્યાં 100થી વધુ મૂર્તિઓ પણ જોવા મળી હતી. જૈન મુનિએ તે વિશે પૂછતાં જણાવાયું હતું કે, ઝોપડામાં ખોદકામ દરમિયાન મૂર્તિઓ નીકળી અને ઘણી અન્ય વૃદ્ધ વ્યક્તિઓએ આપી. આ સાથે તેમણે કહ્યું કે, તેનો અર્થ એ છે કે, અહીં એક સમયે જૈન મંદિર પણ હતું. પરસ્પર સમજદારીથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ. મંદિરો પ્રાચીનરૂપમાં પરત આવવા જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે, સંતોના ઝોપડામાં પ્રવેશ દરમિયાન સ્થાનિક મૌલવી દ્વારા તેમને અટકાવવામાં પણ આવ્યા હતા. સાથે મૌલવીએ કારણ દર્શાવતા કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ નગ્ન અવસ્થામાં મસ્જિદમાં પ્રવેશી શકે નહીં. જેના પર હિંદુ સંગઠનના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને હસ્તક્ષેપ કર્યો હતો. હિંદુ સંગઠનના પદાધિકારીઓએ કહ્યું કે, અમારા સંતો આવી રીતે જ રહે છે. તે તેમના જીવન અધ્યાત્મનો એક ભાગ છે. હિંદુ સંગઠનના નેતાઓ સાથે પોલીસ પણ હાજર હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં