Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું અપમાન, હવે માફી...

    કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું અપમાન, હવે માફી માંગવાનો ઇનકાર: સંસદમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

    રાજધાની દિલ્હીમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ એક મીડિયા સાથે વાતચીત કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ માટે ‘રાષ્ટ્રપત્ની’ શબ્દ વાપર્યો હતો.

    - Advertisement -

    લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી નવનિયુક્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લઈને તેમણે કરેલ એક ટિપ્પણીને લઈને વિવાદમાં ફસાયા છે. અધીર રંજન ચૌધરીની ટિપ્પણી બાદ ભાજપ દ્વારા તેમની માફીની માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ અધીર ચૌધરીએ આ મામલે માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે. આ મુદ્દાને લઈને આજે સંસદમાં ભારે હોબાળો થયો હતો. 

    રાજધાની દિલ્હીમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ એક મીડિયા સાથે વાતચીત કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ માટે ‘રાષ્ટ્રપત્ની’ શબ્દ વાપર્યો હતો. વિડીયોમાં જોવા મળે છે કે અધીર ચૌધરી એક વખત રાષ્ટ્રપતિ શબ્દનો ઉલ્લેખ કરે છે, પરંતુ પછી તરત સુધારીને બે વખત ‘રાષ્ટ્રપત્ની’ શબ્દ વાપરે છે. આ વિડીયો વાયરલ થયા બાદ અધીર રંજન ચૌધરીનો ખૂબ વિરોધ થયો હતો. 

    અધીર રંજન ચૌધરીની ટિપ્પણી બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મામલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આજે પણ એ વાત સ્વીકાર નથી કરી શકતી કે એક આદિવાસી મહિલા આ દેશના સર્વોચ્ચ બંધારણીય પદને સુશોભિત કરી રહ્યાં છે. સોનિયા ગાંધી દ્વારા નિયુક્ત વિપક્ષ નેતા અધીર રંજને આ સંબોધન સર્વોચ્છ બંધારણીય પદની ગરિમા પર હુમલા સમાન છે તે જાણવા છતાં તેમણે દ્રૌપદી મુર્મૂને ‘રાષ્ટ્રપત્ની’ તરીકે સંબોધિત કર્યાં. આ આખો દેશ અને દુનિયા જાણે છે કે કોંગ્રેસ મહિલા, આદિવાસી અને દલિત વિરોધી પાર્ટી છે. 

    - Advertisement -

    હાલ સંસદનું ચોમાસુ સત્ર પણ ચાલતું હોવાથી ગૃહમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપ સાંસદોએ કોંગ્રેસ નેતાની રાષ્ટ્રપતિ વિશે કરવામાં આવેલ ટિપ્પણી મામલે વિરોધ કર્યો હતો અને સંસદમાં પ્રદર્શન કર્યું હતું તેમજ માફીની માંગ કરી હતી.

    આ અંગે સંસદમાં હાજર નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, આ જાણીજોઈને કરવામાં આવેલ અપમાન છે. સોનિયા ગાંધીએ આખા દેશ અને રાષ્ટ્રપતિની માફી માંગવી જોઈએ. 

    આ મામલે અધીર રંજન ચૌધરીએ માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, “માફી માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી. મેં ભૂલથી ‘રાષ્ટ્રપત્ની’ કહી દીધું હતું. શાસક પક્ષના નેતાઓ જાણીજોઈને રાઈનો પહાડ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. 

    બીજી તરફ, આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, અધીર રંજન ચૌધરીએ પહેલેથી જ માફી માંગી લીધી છે. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ અધીર રંજનના નિવેદનો વિરોધભાસ સર્જે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં