Friday, January 31, 2025
More
    હોમપેજમિડિયાશ્રીલંકાની સરકારે પાવર પ્રોજેક્ટ રદ કર્યા હોવાના અહેવાલો અદાણી જૂથે નકાર્યા, સાથે...

    શ્રીલંકાની સરકારે પાવર પ્રોજેક્ટ રદ કર્યા હોવાના અહેવાલો અદાણી જૂથે નકાર્યા, સાથે કરી સ્પષ્ટતા: મેઈનસ્ટ્રીમ મીડિયાએ ચલાવ્યા બાદ કોંગ્રેસ પણ કૂદી પડી

    આ અહેવાલોને પછીથી કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું હતું. પોતાની તોછડી ભાષા અને અપશબ્દોના પ્રયોગ માટે કુખ્યાત કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અદાણી જૂથને ટાર્ગેટ કર્યું.

    - Advertisement -

    તાજેતરમાં અમુક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે, શ્રીલંકાની સરકારે ભારતીય ઉદ્યોગસમૂહ અદાણી જૂથ સાથે કરેલા પાવર પરચેઝ કરાર રદ કરી દીધા છે અને તેના કારણે સમૂહને મોટું નુકસાન ગયું છે. શ્રીલંકન, અન્ય વિદેશી અખબારો અને ત્યારબાદ ભારતમાં પણ અમુક મીડિયા સંસ્થાઓએ આવા સમાચાર ચલાવ્યા. ત્યારબાદ તકનો લાભ લઈને કોંગ્રેસ પણ રાજકારણ રમવા માટે અને અદાણીને ટાર્ગેટ કરવા માટે કૂદી પડી, પરંતુ હકીકત ત્યારે સામે આવી, જ્યારે અદાણી જૂથે સ્પષ્ટતા કરી. 

    અદાણી ગ્રુપના પ્રવક્તાએ માહિતી આપી હતી કે શ્રીલંકાના ઉત્તર મન્નાર અને પૂનેરીન જિલ્લામાં 484 મેગાવોટ (MW) પવન ઉર્જા કરાર રદ્દ કરવાના અહેવાલોને ખોટા અને ભ્રામક છે. આ મામલે કંપનીના પ્રવક્તાએ કહ્યું, “અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે કરાર રદ્દ કરવામાં આવ્યો નથી.”

    અદાણી ગ્રુપનું મીડિયા નિવેદન (ફોટો: X)

    અદાણી ગુપે જણાવ્યું હતું કે મે 2024માં મંજૂર કરાયેલા ટેરિફનું પુનઃમૂલ્યાંકન કરવા માટે શ્રીલંકાના મંત્રીમંડળે 2 જાન્યુઆરીએ નિર્ણય લીધો હતો. આ નિર્ણય નવી સરકાર સાથે એક સ્ટાન્ડર્ડ રીવ્યુ પ્રોસેસનો ભાગ માત્ર છે. ગ્રુપના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ શ્રીલંકાના ગ્રીન એનર્જી સેક્ટરમાં $1 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

    - Advertisement -

    નોંધનીય છે કે મે 2024માં અગાઉની શ્રીલંકાની સરકારે ટાપુના ઉત્તરપશ્ચિમ ક્ષેત્રમાં બાંધવામાં આવી રહેલી અદાણી વિન્ડ એનર્જી ફેસિલિટીમાંથી પ્રતિ કિલોવોટ US$0.0826ના દરે વીજળી ખરીદવા માટે કરાર કર્યો હતો. જોકે, અહેવાલોમાં સરકારી સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે નવી સરકાર વીજળી ખરીદી કરાર રદ કરી રહી છે.

    મેઈનસ્ટ્રીમ મીડિયાએ કરાર રદ્દ થયો હોવાના અહેવાલો વહેતા કર્યા

    શ્રીલંકાના જાણીતા અખબાર ડેઇલી એફટીએ પણ એવા અહેવાલો પ્રકાશિત કર્યા હતા અને દાવો કર્યો હતો કે અનુરા કુમારા દિસાનાયકેના નેતૃત્વ હેઠળની મંત્રી પરિષદે ગયા વર્ષે જૂનમાં તેમના અગાઉની રાનિલ વિક્રમસિંઘે સરકારે મન્નાર અને પૂનારીમાં અદાણી ગ્રુપ્સ સાથે કરેલી ડીલને રદ્દ કરી છે.

    ત્યારબાદ ભારતમાં પણ આ પ્રકારના સમાચારો ચાલુ થયા અને ‘ધ હિન્દુ’થી માંડીને અન્ય અનેક મીડિયા સંસ્થાઓએ અદાણી સાથેના કરાર રદ કરવામાં આવ્યા હોવાનું ચલાવ્યું. 

    આ અહેવાલોને પછીથી કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું હતું. પોતાની તોછડી ભાષા અને અપશબ્દોના પ્રયોગ માટે કુખ્યાત કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અદાણી જૂથને ટાર્ગેટ કર્યું. તેમણે લખ્યું હતું કે “શ્રીલંકાએ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા અદાણી પાસેથી વીજળી ખરીદવાનો સોદો રદ્દ કર્યો અમેરિકા, કેન્યા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈરાન અને શ્રીલંકામાં અદાણી વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.”

    આખરે અદાણી જૂથે અહેવાલો નકારીને સ્પષ્ટતા કરતાં હકીકત સામે આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં