Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમરાવતી મર્ડર કેસ: હત્યારાઓએ આ પહેલા પણ બે વાર ઉમેશ કોલ્હેને મારવાના...

    અમરાવતી મર્ડર કેસ: હત્યારાઓએ આ પહેલા પણ બે વાર ઉમેશ કોલ્હેને મારવાના કર્યા હતા પ્રયત્ન, સીસીટીવી ફૂટેજમાં થયો ખુલાસો

    બે વખત ભાગ્યે સાથ આપતા ઉમેશ કોલ્હે આરોપીઓના હુમલાથી બચી ગયા હતા, પરંતુ ત્રીજી વાર કટ્ટરપંથી હુમલાખોરો સામે કોલ્હેનું ભાગ્ય પડ્યું નબળું.

    - Advertisement -

    અમરાવતીમાં હિન્દુ કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા મામલે નવો ખુલાસો થયો છે. સૂત્રોએ જણાવ્યું કે આ અગાઉ બે વખત ઉમેશ કોલ્હેને મારવાના પ્રયાસ થયા હતા, પરંતુ હુમલાખોરો નિષ્ફળ ગયા હતા. જોકે, ત્રીજી વખત હત્યારાઓ પોતાના આ ગુનાને અંતિમ ઓપ આપવામાં સફળ રહ્યા હતા.

    ગત 21 જૂનના રોજ કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ દ્વારા અમરાવતીમાં ઉમેશ કોલ્હે પર ઘાત લગાવીને હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પરંતુ સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ પહેલા 19 જૂન અને 20 જૂનના રોજ પણ આ હત્યારાઓએ ઉમેશ કોલ્હેને મારવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

    આરોપીઓ દ્વારા 19 જૂને પહેલીવાર કોલ્હેને મારી નાખવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી ઈરફાન શેખ રહીમ ત્યારે ડરી ગયો હતો અને તે દિવસે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો ન હતો.

    - Advertisement -

    આ પછી, 20 જૂનના રોજ આરોપીઓએ ફરીથી હત્યાનો પ્લાન બનાવ્યો, પરંતુ ઉમેશને ઘરેથી ફોન આવ્યો અને હત્યારાઓ ગુનાના સ્થળે પહોંચે તે પહેલા જ તેઓએ દુકાન બંધ કરી દીધી હતી. આનાથી આરોપીઓની યોજના પર ફરી પાણી ફરી વળ્યું હતું.

    નોંધનીય છે કે આ આરોપીઓ 21 જૂનના રોજ કોલ્હે પર હુમલો કરવામાં સફળ રહ્યા હતા. પરંતુ CCTVમાં જોવા મળ્યું હતું કે આરોપીઓ માત્ર કોલ્હેને મોતને ઘાટ ઉતારીને સંતોષાયા નહોતા પરંતુ તેઓ કોલ્હેનું માથું ધડથી અલગ કરવા માંગતા હતા અને તેનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ પાછળથી આવી રહેલ કોલ્હેના પુત્ર અને પુત્રવધૂએ બૂમાબૂમ કરી મૂકતાં આરોપીઓ ત્યાથી ભાગી છૂટ્યા હતા.

    ઉમેશ કોલ્હેના 16 વર્ષ જૂના ‘ખાસ મિત્ર’ એ ઘડ્યું હત્યાનું કાવતરું

    આ વાતનો ખુલાસો પીડિત ઉમેશ કોલ્હેના ભાઈ મહેશ કોલ્હેએ કર્યો હતો. તેણે કહ્યું કે આ કેસની પોલીસની નોંધથી તેને જાણવા મળ્યું છે કે નુપુર શર્મા પર તેની પોસ્ટ માટે તેના ભાઈની હત્યા કરવામાં આવી હતી.

    મહેશ કોલ્હેએ ઉમેર્યું હતું કે ઉમેશ કોલ્હે પ્રેક્ટિસ કરતા પશુચિકિત્સક યુસુફ ખાન સાથે સારા મિત્રો હતા, જેની આ કેસમાં સંડોવણી બદલ અમરાવતીથી ધરપકડ કરવામાં આવી હતી. તેણે માહિતી આપી કે તેઓ ખાનને 2006થી ઓળખે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં