Sunday, May 5, 2024
More
    હોમપેજદેશમદરેસામાં દીની તાલીમ લેવા આવેલા 8 વર્ષના બાળકને મૌલાના અને તેના ભત્રીજાએ...

    મદરેસામાં દીની તાલીમ લેવા આવેલા 8 વર્ષના બાળકને મૌલાના અને તેના ભત્રીજાએ પીંખ્યો: પોલીસ સ્ટેશનમાં બાળકે પોતે જ જણાવી આપવીતી, 2 મહિનાથી કરી રહ્યા હતા કુકર્મ

    માત્ર 8 વર્ષના પીડિત વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું હતું કે શનિવારે (15 જુલાઈ 2023) પણ હાફીઝ અને તેના ઓળખીતાએ તેના પર કુકર્મ આચર્યું હતું. જે બાદ પોલીસે FIR નોંધીને બાળકનું મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું.

    - Advertisement -

    બુલંદશહેરમાં દીની તાલીમ લેવા આવેલા 8 વર્ષના બાળક પર મૌલાના અને તેના ભત્રીજાએ 2 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મદરેસામાં હાફીઝ તરીકે કામ કરતા 40 વર્ષીય મૌલાના અફજાલ અને તેના ભત્રીજા સલમાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઇસ્લામના પાઠ પઢવા આવતા 8 વર્ષના બાળક પર નજર બગાડીને આ કાકા-ભત્રીજાની જોડી છેલ્લા 2 મહિનાથી તેના પર કુકર્મ આચરી રહ્યા હતા.

    આરોપ છે કે મૌલાના અફ્જાલ અને તેનો ભત્રીજો સલમાન મદરેસામાં છેલ્લા 2 મહિનાથી કુકર્મનો ખેલ ખેલી રહ્યા હતા. ફરિયાદ દાખલ થતાની સાથે જ પોલીસે ગત 17 તારીખે આ બંને હેવાનોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે બુલંદશહેરના જહાંગીરબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મદરેસાનો વિદ્યાર્થી પોતે જ 16 જુલાઈના રોજ પોલીસ ચોકી પહોંચી ગયો હતો. ચોકીએ જઈને તેણે પોતાની સાથે થયેલી હેવાનિયત પોલીસને જણાવી હતી. આ મામલામાં આરોપી બુલંદશહેરના ડિબાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતા દાનપુરનો રહેવાસી છે.

    માત્ર 8 વર્ષના પીડિત વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું હતું કે શનિવારે (15 જુલાઈ 2023) પણ હાફીઝ અને તેના ઓળખીતાએ તેના પર કુકર્મ આચર્યું હતું. જે બાદ પોલીસે FIR નોંધીને બાળકનું મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું. તો બીજી તરફ ફરિયાદ દાખલ થતાની સાથે જ બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જો કે 17 જુલાઈ 2023ના રોજ પોલીસે બંનેને ઝડપી જેલના સળિયા ગણતા કરી દીધા હતા.

    - Advertisement -

    બીજી તરફ બુલંદશહેરમાં બાળક પર મૌલાના દ્વારા દુષ્કર્મ મામલે મદરેસા સાથે જોડાયેલા કેટલાક લોકો આ ઘટનાને શંકાસ્પદ ગણાવી રહ્યા છે. એક સ્થાનિક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા મુફ્તી ખાલિદે દાવો કર્યો હતો કે પીડિતની તબીબી તપાસમાં “કંઈ ખાસ” સામે નથી આવ્યું. ખાલિદના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી કોર્ટ દ્વારા આરોપ સાબિત ન થાય ત્યાં સુધી કોઈને પણ દોષી ઠેરવી શકાય નહીં. મદરેસા સાથે જોડાયેલા વૃદ્ધ હાજી ઇલિયાસે 8 વર્ષના પીડિત બાળક દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા. હાજીના જણાવ્યા અનુસાર, બાળક અગાઉ પણ ઘણી વખત આવા આક્ષેપો કરી ચૂક્યો છે. તે મદરેસામાંથી પણ ભાગી છૂટ્યો ચુક્યો છે. હાજી ઇલિયાસે પીડિતને માનસિક રીતે અસ્વસ્થ બાળકમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં