છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ બહુલ વિસ્તારમાં હિંદુઓ સાથેના અત્યાચારના ઘણા મામલા સામે આવી રહ્યા છે. કેટલાય હિંદુઓ મુસ્લિમોના અત્યાચારના પગલે ઘર છોડીને કે મકાન વેચીને ગયા હોય એવા મામલા સામે આવી ચૂક્યા છે. આવો જ એક મામલો ઉત્તર પ્રદેશથી (Uttar Pradesh) સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના આઝમગઢના (Azamgarh) મુસ્લિમ બહુમતીવાળા (Muslim Majority area) છોટાપુરા વિસ્તારમાં લગભગ 40 હિંદુ દલિત પરિવારોએ (Hindu Families) તેમના ઘરોની બહાર ‘ઘર બિકાઉ હૈ’ના (ઘર વેચાણ માટે છે) પોસ્ટર (Ye Ghar Bikau Hai Posters) લગાવ્યા છે.
આ પગલું મુસ્લિમો દ્વારા હેરાનગતિ, સાંપ્રદાયિક ધમકીઓ અને 3 જૂનની રાત્રે લગ્નની ઉજવણી દરમિયાન કથિત યૌન શોષણની ઘટનાને કારણે લેવામાં આવ્યું છે, જેના પગલે હિંસક સંઘર્ષ થયો હતો. આ ઘટનાએ અને તેની અગાઉ બનેલી ઘટનાઓએ દલિત પરિવારોમાં અસુરક્ષાની લાગણી પેદા કરી છે, જેના કારણે તેઓ પોતાના ઘરો છોડીને જવાનું વિચારી રહ્યા છે.
શું હતી સમગ્ર ઘટના
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, 3 જૂનની સાંજે છોટાપુરા વિસ્તારમાં એક લગ્નની આગલી સાંજે કેટલીક રસમો ચાલી રહી હતી. આ દરમિયાન, વરરાજાના પરિવારની મહિલાઓ અને છોકરીઓ મહેંદી અને હલ્દીના રિવાજો માટે આંગણામાં એકઠી થઈ હતી. આ સમયે, કેટલાક મુસ્લિમ યુવાનોએ કથિત રીતે મહિલાઓની સંમતિ વિના તેમના વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે મહિલાઓએ આનો વિરોધ કર્યો, ત્યારે મુસ્લિમોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને કપડાં ફાડ્યા હોવાનો દાવો છે. આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો, જેમાં 8 લોકો ઘાયલ થયા હતા.
"The Muslims don't let us celebrate our festivals or weddings, do puja-path or say Jai Sri Ram….they threaten us that once this (BJP) govt goes, we will cut you up, no one will come to save you"
— HinduPost (@hindupost) June 15, 2025
This is what 40-45 Hindu families in Muslim-dominated Bhamahaur village, district… pic.twitter.com/F7aEZnGHpP
છોટાપુરાના રહેવાસીઓનું કહેવું છે કે આ એકમાત્ર ઘટના નથી, પરંતુ લાંબા સમયથી ચાલતી હેરાનગતિનો એક ભાગ છે. એક 52 વર્ષના રહેવાસીએ જણાવ્યું, “અમે જ્યારે ભજન વગાડીએ, હોળી કે દિવાળી માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીએ, અથવા લગ્નમાં ડીજે રાખીએ, ત્યારે અમને ધમકીઓ મળે છે અને દુર્વ્યવહાર થાય છે.” તેમણે ઉમેર્યું કે, “અમે અહીં જન્મ્યા છીએ, પરંતુ હવે અમને ઘરછાપરા જેવું ગણવામાં આવે છે.”
મહિલાઓ સાથે દુર્વ્યવહાર
સ્થાનિક મહિલાઓએ પણ જણાવ્યું કે, તેમની દીકરીઓ અને પત્નીઓ જાહેરમાં નીકળે ત્યારે સતત છીનઝપટી અને ધાકધમકીનો સામનો કરવો પડે છે. એક રહેવાસીએ કહ્યું કે, “અમારા તહેવારો આનંદિત બનવાની જગ્યાએ તણાવપૂર્ણ બની ગયા છે.”
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 જૂનની ઘટનાના સંદર્ભમાં છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, અને બંને સમુદાયના સભ્યો સામે કેસ નોંધવામાં આવ્યા છે. જોકે, રહેવાસીઓનું કહેવું છે કે વહીવટે અગાઉની ફરિયાદોને ગંભીરતાથી લીધી નથી. એક સ્થાનિક શિક્ષકે જણાવ્યું, “અમે હોળી પછી જ્યારે કેટલાક યુવાનોએ ડીજે વગાડવા બદલ ધમકી આપી હતી, ત્યારે પણ તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી પરંતુ કોઈએ ગંભીરતાથી લીધું નહીં.”

અધિકારીઓ દ્વારા નિર્ણાયક રીતે કાર્યવાહી કરવામાં નિષ્ફળતાએ સ્થાનિકોમાં ભય વધાર્યો હોવાનું પણ કહેવાય રહ્યું છે. તેમણે કહ્યું કે, “અમે ઘણી વખત પોલીસ પાસે ગયા. અમે વધુ સારી પેટ્રોલિંગ, કડક કાર્યવાહીની વિનંતી કરી – પરંતુ કંઈ બદલાયું નથી.”
આઝમગઢના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ASP) મધુવન કુમાર સિંઘે આ મામલે જણાવ્યું કે, “અમે અહેવાલોની નોંધ લીધી છે કે કેટલાક પરિવારો સ્થળાંતરની યોજના બનાવી રહ્યા છે. અમે તેમનો સંપર્ક કર્યો છે અને તેમની સુરક્ષા માટે પૂરતી પોલીસ હાજરીની ખાતરી આપી છે.”
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે, ખાસ કરીને હિંદુ સમૂહોમાં, જેમણે આને ‘જનસંખ્યાકીય આતંક’ તરીકે ગણાવ્યું છે. વિશ્વ હિંદુ પરિષદના (VHP) એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે, “જ્યારે કોઈ સમુદાયને પોતાની સંસ્કૃતિનું પાલન કરવામાં ડર લાગે, તે એક પ્રકારનો આતંક છે.”
મેનસ્ટ્રીમ મીડિયા-લેફ્ટ ગેંગની ચૂપ્પી
જોકે, મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષો અને લેફ્ટ-લિબરલ ગેંગે આ મામલે ચૂપી સેવી છે. કોઈ પ્રમુખ નેતાએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી નથી, ન તો કોઈ નિવેદન આવ્યું છે. બનારસ હિંદુ યુનિવર્સિટીના રાજનીતિ શાસ્ત્રના એક પ્રોફેસરે જણાવ્યું કે, “જો 40 મુસ્લિમ પરિવારોએ હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં આવા પોસ્ટર લગાવ્યા હોત તો રાષ્ટ્રીય મીડિયા કવરેજ, વિરોધ અને તપાસ ટીમો ઊભી થઈ હોત.”
છોટાપુરાના હિંદુ પરિવારોનું કહેવું છે કે આ પોસ્ટર માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ તેઓ ખરેખર પોતાના ઘરો વેચીને સ્થળાંતર કરવાની યોજના બનાવી રહ્યા છે. એક રહેવાસીએ કહ્યું કે, “અમે નાટક નથી કરતા. અમે ખરેખર જવાનું વિચારી રહ્યા છીએ. અમારા તહેવારો, સંગીત અને જીવનશૈલી પર વાંધો ઉઠાવવામાં આવે છે. જો અમે વિરોધ કરીએ તો અમને મારવામાં આવે છે અથવા ધરપકડ કરવામાં આવે છે.”
આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા, સાંપ્રદાયિક તણાવ અને સ્થાનિક વહીવટની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે સુરક્ષાની ખાતરી આપી હોવા છતાં, રહેવાસીઓમાં ભય અને અવિશ્વાસનું વાતાવરણ યથાવત છે.


