Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબધે જ દલિત પીડિત અને મુસ્લિમ આરોપી: તાજેતરના આ 30 કિસ્સા બાબતે...

    બધે જ દલિત પીડિત અને મુસ્લિમ આરોપી: તાજેતરના આ 30 કિસ્સા બાબતે ‘જય ભીમ-જય મીમ’ના નારા લગાવનરાઓએ ભર્યા મોઢામાં મગ, દલિત સમાજે વિચારવું રહ્યું

    તો આવો આજે આપણે જાણીએ આવી 'જય ભીમ-જય મીમ' એકતાની પોલ ખોલતી થોડી ઘટનાઓ વિષે. જાણીએ કે 'જય ભીમ-જય મીમ' એ ખાલી એક નારો જ છે કે એમાં કોઈ ભાવ છે?

    - Advertisement -

    ડાબેરીઓ અને કટ્ટરપંથીઓ દ્વારા હિંદુઓને અપમાનિત કરવા માટે ઉપયોગમાં લેવાતા સૂત્ર, ‘જય ભીમ-જય મીમ’ , ના નારા અનેક પ્રસંગોએ સાંભળવા મળે છે. દલિતોના સાચા શુભચિંતક મુસ્લિમ સમાજના લોકો જ છે તેવો સંદેશો ફેલાવવા માટે ઘણી વખત આવા પ્રયાસો કરવામાં આવે છે.

    પરંતુ જુદા જુદા સમાચારોમાંથી આ ‘જય ભીમ-જય મીમ’ સૂત્રોચ્ચારની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કરીએ તો ખબર પડે છે કે કોઈક નુરપુર ગામમાં દલિતના સરઘસ પર ઈંડા ફેંકવાની ઘટના બની છે તો કોઈક રાજગઢમાં દલિત વરરાજા પર પથ્થરમારો થયો છે. ક્યાંક દલિત રાજુને તેની દીકરીઓને બચાવવા માટે મારી નાખવામાં આવ્યો તો ક્યાંક નાગરાજુને મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા બદલ મૃત્યુની સજા ભોગવવી પડી.

    તો આવો આજે આપણે જાણીએ આવી ‘જય ભીમ-જય મીમ’ એકતાની પોલ ખોલતી થોડી ઘટનાઓ વિષે. જાણીએ કે ‘જય ભીમ-જય મીમ’ એ ખાલી એક નારો જ છે કે એમાં કોઈ ભાવ છે?

    - Advertisement -

    દલિતોના વરઘોડાપર ફેંકાયા ઈંડા

    સૌથી તાજી ઘટના અલીગઢના નૂરપુરની છે. અહેવાલ છે કે જાટવ સમુદાયના ધરમવીર મુસ્લિમોના તહેવાર બકરીઇદના દિવસે પોતાની પુત્રીના લગ્ન કરાવી રહ્યા હતા. પરંતુ જ્યારે વરઘોડો ગામમાં પહોંચ્યો ત્યારે સ્થાનિક મુસ્લિમોએ વરઘોડા પર ઈંડાનો વરસાદ શરૂ કરી દીધો હતો. જ્યારે વિરોધ થયો ત્યારે જાનૈયાઓને અપશબ્દો બોલવામાં આવ્યા અને તેમને જાતિસૂચક શબ્દો પણ સંભળાવવામાં આવુય હતા. ધરમવીરે આ ઘટનાના સંબંધમાં અંસાર, શાહરૂખ, અમજદ અને સૌમાને નામાંકિત કર્યા છે. પોલીસે તેઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

    નોંધનીય છે કે આ પહેલા પણ નુરપુર ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુઓના વરઘોડાને રોકવાની ઘટના સામે આવી હતી. હિંદુઓ એટલા કંટાળી ગયા હતા કે તેઓએ તેમના ઘરે ‘યે મકાન બિકાઉ હૈ’નું પોસ્ટર પણ લગાવવું પડ્યું હતું. એ જ રીતે, ભૂતકાળમાં, આવી ઘણી ઘટનાઓ બની હતી જ્યારે કોઈ મુસ્લિમ ધર્મના લોકોએ ખુલ્લેઆમ દલિતોને નિશાન બનાવ્યા હતા પરંતુ કોઈ લિબરલ ગેંગે તે ઘટનાનો વિરોધ તો કર્યો ન હતો, તેની નિંદા પણ કરી ન હતી. ચાલો આજે તેમાંથી કેટલીક ઘટનાઓની ચર્ચા કરીએ જ્યાં ‘જય ભીમ-જય મીમ’ ના નારા નીઠારા સાબિત થયા છે.

    દલિત છોકરી પર બળાત્કાર અને અશ્લીલ વીડિયોની રમત

    રાજસ્થાનના ટોંકમાં જુલાઈ 2022માં 6 વર્ષ સુધી એક યુવતી પર બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. આરોપીનું નામ મન્સૂર અલી છે. એવું કહેવામાં આવ્યું છે કે મન્સૂરે પીડિતાને ખેતરમાં નિશાન બનાવી હતી જ્યારે તે સગીર હતી અને અશ્લીલ વીડિયો બનાવીને તેને ધમકી આપીને 6 વર્ષથી સતત તેનું શોષણ કરતો હતો. હવે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

    દલિત બાળકી પર બળાત્કાર, ધર્મ પરિવર્તન માટે દબાણ, માતા-પિતા સાથે અત્યાચાર

    ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક દલિત છોકરીના અપહરણની ઘટના આ મહિને 1 જુલાઈના રોજ સામે આવી હતી. અહેવાલ છે કે દલિત છોકરીનું અપહરણ કર્યા બાદ જાવેદ તેને મુંબઈ લઈ ગયો અને ત્યાં તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો. આ પછી તેણે તેના મિત્રો સાથે મળીને યુવતી પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું, જ્યારે યુવતી રાજી ન થઈ તો તેને માર મારવામાં આવી અને બાદમાં તેને કરનૈલગંજ સ્ટેશન પર ઉતારી દીધી. જ્યારે પીડિતાના પિતાને આ વાતની જાણ થઈ ત્યારે જાવેદે તેમને ધમકી પણ આપી હતી કે જો તે ફરિયાદ કરશે તો તેમની સાથે ઠીક નહીં થાય.

    દીકરીઓને બચાવવા ગયેલા રાજુને કટ્ટરપંથીઓએ મોતને ઘાટ ઉતાર્યો

    જૂન 2022માં પીલીભીતમાં પણ આવી જ ઘટના બની હતી. ત્યાં મુસ્લિમ યુવક દ્વારા દલિતની હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે કેટલાક મુસ્લિમ યુવકો તે વ્યક્તિની દીકરીઓની છેડતી કરતા હતા. પિતાએ વિરોધ કર્યો તો યુવકોએ ઘરમાં ઘુસીને તેની હત્યા કરી નાખી. SC-ST એક્ટ હેઠળ ફૈઝાન, શોહિલ અને મોહમ્મદ સલમાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે મળીને દલિત રાજુને ખરાબ રીતે માર્યો, ત્યારબાદ 18 જૂને તેનું મૃત્યુ થયું.

    મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડવા બદલ દલિત કાંબલેને મળી મોત

    મે 2022માં કર્ણાટકના કુલબુર્ગીમાં વિજય કાંબલે નામના દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. વિજયની ભૂલ એ હતી કે તેને એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો, જે બાદ યુવતીના ભાઈ શહાબુદ્દીન અને નવાઝે તેની ઈંટો અને પથ્થરોથી મારી મારીને હત્યા કરી હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે કાંબલેને ગરદન પર ઘણી વાર મારવામાં આવ્યો હતો અને તેના માથા પર ઈજાના નિશાન પણ હતા.

    દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો

    મધ્યપ્રદેશના રાજગઢથી પણ દલિત વરરાજાની સરઘસ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી. મે 2022 માં, એક દલિત વરરાજા ત્યાં તેનો વરઘોડો લાવી રહ્યો હતો જ્યારે મસ્જિદની સામે ,+ડીજે વગાડવાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યારે વરઘોડો મસ્જિદથી આગળ ગયો અને મંદિરની નજીક ઢોલ વગાડ્યું, ત્યારે તેમના પર પથ્થરમારો શરૂ થયો.

    -દલિત નાગરાજુની હત્યા

    હૈદરાબાદના સુરુરનગરમાં નાગરાજુ નામના દલિતની હત્યાને ભાગ્યે જ કોઈ ભૂલી શકે. નાગરાજુ એક મુસ્લિમ યુવતી અસરીન સાથે પ્રેમમાં પડ્યો હતો અને તેના માટે ઇસ્લામ સ્વીકારવા તૈયાર હતો. પરંતુ અસરીનનો પરિવાર આ સહન ન કરી શક્યો અને તેઓએ નાગરાજુની હત્યા કરી નાખી. જ્યારે આ સમાચાર મીડિયામાં આવ્યા ત્યારે કટ્ટરવાદીઓએ તેની ઉજવણી કરી અને હિન્દુ છોકરાઓને મુસ્લિમ છોકરીઓથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

    મુરાદાબાદમાં મુસ્લિમોએ દલિતોના વાળ કાપવાની ના પાડી

    પીપલસાણા એ યુપીના મુરાદાબાદમાં એક સમુદાયનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. ત્યાં એક મુસ્લિમ ધર્મના વાળંદોએ દલિતોના વાળ કાપવાની ના પાડી. તે કહેતા હતા કે જો તે પોતાના સલૂનમાં દલિતોની મુંડન કરાવશે તો તેમના ટુવાલ ગંદા થઈ જશે. નૌશાદ નામના હેરડ્રેસરે જણાવ્યું કે જો અહીં દલિતોના વાળ કપાશે તો તેમના સમુદાયના લોકો આવવાનું બંધ કરી દેશે.

    દલિતોના કારણે મુસ્લિમોએ સલૂનમાં જવાનું બંધ કર્યું

    આ ઘટના પણ એ જ વિસ્તારની છે. ભેદભાવનો મામલો સામે આવ્યા બાદ પ્રશાસને હસ્તક્ષેપ કરીને કહ્યું કે દલિતોને રોકવા યોગ્ય નથી. આ પછી લોકોએ પોતાના જ સમુદાયના હેરડ્રેસર પાસે વાળ કપાવવા જવાનું બંધ કરી દીધું કારણ કે તેઓ પણ પ્રશાસનના કહેવા પર દલિતોના વાળ કાપતા હતા.

    દલિત યુવતીનું યૌન શોષણ, તેના ભાઈને માર માર્યો

    2019 જૂન ઘટના જેમાં એક દલિતને માત્ર એટલા માટે મારવામાં આવ્યો કારણ કે તેણે તેની બહેન સાથેના દુર્વ્યવહારનો વિરોધ કર્યો હતો. આ કેસમાં એસસી-એસટીની રજૂઆત બાદ આરોપીની ધરપકડ શક્ય બની હતી.

    મુસ્લીમોના હુમલા, મકાનો વેચવાનું દબાણ

    બેગુસરાયમાં એક દલિત પરિવાર પર મુસ્લિમોએ હુમલો કર્યો હતો. આ ઘટના બિહારના બેગુસરાય સ્થિત નૂરપુરની છે. એક મુસ્લિમ ટોળાએ એક હિન્દુ પરિવારના ઘરમાં ઘુસીને પરિવારની બે મહિલાઓ પર હુમલો કરી માર માર્યો હતો, વ્યક્તિની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. પરિવારને ઘર વેચીને ભાગી જવાની ધમકી આપવામાં આવી હતી.

    ધર્મ પરિવર્તન ન કરવા બદલ દલિતની હત્યા

    ઓગસ્ટ 2018 ની ઘટનામાં સંજય કુમારનું મૃત શરીર ઘણા દિવસો પછી દિલ્હીમાં મળી આવ્યું હતું. આ કેસમાં આરોપીનું નામ સલીમ હતું, જેણે સંજયની હત્યા કરી હતી કારણ કે તેણે મુસ્લિમ સમુદાયની છોકરી સાથે લગ્ન કર્યા પછી ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેના ગુદા દ્વારા કંઈક દાખલ કરીને તેનું ગુદામાર્ગ બહાર કાઢવામાં આવ્યું હતું. આ હત્યા નિર્દયતાથી કરવામાં આવી હતી.

    દલિત મહિલા પર સામૂહિક બળાત્કાર

    મેરઠની લવ જેહાદની ઘટના. જાન્યુઆરી 2018 માં, એક દલિત છોકરીએ આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ સમુદાયનો એક વ્યક્તિ તેની સાથે બળજબરીથી લગ્ન કરવા અને ઇસ્લામ ધર્મ અપનાવવાનો આગ્રહ કરી રહ્યો હતો. ના પાડવા પર તેણે તેના મિત્રો સાથે મળીને યુવતીનું અપહરણ કર્યું અને એક અઠવાડિયા સુધી તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો. અશ્લીલ વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

    મુસ્લિમોએ દલિતોના લગ્ન સમારોહ પર હુમલો કર્યો

    જૂન 2019 ની ઘટના. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં મુસ્લિમ ધર્મના લોકોએ દલિત પરિવારના લગ્ન સમારોહ પર હુમલો કર્યો હતો. રાત્રે 9 વાગે પીપલવાડા મસ્જિદ નજીકથી વરઘોડો પસાર થતાં જ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. ઘણા ઘાયલ થયા હતા. હુમલા પહેલા મુસ્લિમો સ્થાનિકોએ લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવાની ધમકી આપી હતી.

    દલિત યુવતી પર દુષ્કર્મ, વિરોધ કરવા પર હુમલો

    એપ્રિલ 2019 માં, ઇસ્લામિક ટોળાએ દેવરિયાના ગૌરી બજારમાં દલિતો પર હુમલો કર્યો હતો. રહેમત અલીએ એક દલિત છોકરીની છેડતી કરી હતી, જેનો દલિતો વિરોધ કરી રહ્યા હતા. રહેમત બારીમાંથી છોકરીના રૂમમાં પ્રવેશ્યો અને તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો. વિરોધ છતાં, તે બીજી રાત્રે પાછો આવ્યો હતો. હુમલા દરમિયાન મુસ્લિમોએ વસ્તીમાં સ્થાપિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પણ નુકસાન પણ પહોંચાડ્યું હતું.

    આગરામાં દલિતો પર હુમલો

    મંટોલા વિસ્તારના ટીલા નંદગ્રામમાં પ્રમોદ નામનો દલિત છોકરો નજીકના આરઓ પ્લાન્ટમાં પાણી લેવા ગયો હતો, પરત ફરતી વખતે શાહરૂખ અને સલમાને તેને પાણી સાથે જમીન પર પટક્યો હતો. જ્યારે તેના માતા-પિતા વિરોધ કરવા આવ્યા ત્યારે અકરમ અને યુસુફની આગેવાનીમાં સેંકડો લોકો હિંસક બની ગયા અને દલિતોના ઘરો તોડી પાડવામાં આવ્યા. કાચની બોટલો ફેંકવામાં આવી હતી. ગોળીબાર કરવામાં આવ્યો હતો.

    દલિતો પર જાતિવાદી ટિપ્પણી કરી, પછી હુમલો કર્યો

    પીલીભીતમાં ઈંડાની દુકાનમાં કમલ રઝા અને તેના મિત્રો દ્વારા સુનીલ નામના દલિત યુવક પર જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી હતી. આ પછી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. બંને બાજુની દુકાનોને નુકસાન થયું હતું.

    યુપીમાં દલિત મહિલાઓનું યૌન શોષણ

    મે 2018 માં મિજાજ, ટપ્પુ, ઇઝહર, નાસિર, અરશદ, અલ્તાફ અને ફિરોઝ લગ્ન સમારોહમાં પ્રવેશ્યા અને દલિત મહિલાઓની છેડતી કરી, તેમને હેરાન કર્યા. જ્યારે તેઓએ વિરોધ કર્યો તો મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો. જ્યારે અન્ય લોકો મહિલાને બચાવવા આગળ આવ્યા તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો.

    રાજસ્થાનમાં દલિતોનું મોબ લિંચિંગ

    22 વર્ષીય ખેતારામ ભીલને ટોળાએ માર માર્યો હતો. તેનો ‘ગુનો‘ માત્ર એટલો જ હતો કે તેને મુસ્લિમ ધર્મની છોકરી સાથે અફેર હતું. તેના હાથ-પગ બાંધીને ઇસ્લામિક ટોળાએ તેને એટલો માર માર્યો કે તે મૃત્યુ પામ્યો. તે લોહીથી લથપથ દોડી રહ્યો હતો પરંતુ તેને બચાવવા કોઈ આવ્યું ન હતું.

    મુસ્લિમોએ દલિતોના અંતિમ સંસ્કારનો વિરોધ કર્યો

    તમિલનાડુના થેની જિલ્લામાં, એક મુસ્લિમ ધર્મના સભ્યોએ તેમના બહુમતી વિસ્તારમાંથી એક દલિત વ્યક્તિની અંતિમયાત્રાનો વિરોધ કર્યો હતો. સ્મશાનયાત્રા માટે તે નિયમિત માર્ગ હોવા છતાં, દલિતોએ જાણીજોઈને ત્યાંથી પસાર થવાનું આયોજન કર્યું ન હતું. મુસ્લીમોના વિરોધ બાદ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.

    ઉત્તર પ્રદેશમાં દલિતો અને મુસ્લિમો વચ્ચે કોમી અથડામણ

    સરધનાના દુર્વેશપુર ગામમાં મુસ્લિમો અને દલિતો વચ્ચેની નાની અથડામણ મોટી સાંપ્રદાયિક હિંસામાં ફેરવાઈ ગઈ. બંને પક્ષો વચ્ચે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. ફેબ્રુઆરી 2018માં બનેલી આ ઘટનામાં બંને પક્ષના કેટલાય લોકો ઘાયલ થયા હતા.

    કટિહારમાં દલિત પરિવારને આગચંપી

    બિહારના કટિહારમાં એક દલિત પરિવારને સળગાવવાના મામલે અબ્દુલ અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. જૂન 2018માં આઝમગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બનેલી આ ઘટનામાં દલિત બજ્જન દાસ અને તેની પત્નીનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતું કારણ કે તેઓએ મુસ્લિમોના કહેવા પર ઘર છોડવાનો નિર્ણય લીધો ન હતો. સળગતી વખતે બંને અંદર સૂતા હતા, જેથી તેઓ ખરાબ રીતે દાઝી ગયા હતા.

    ત્રણ દલિતોને ગોળી મારી, એકનું મોત

    લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના બિજનૌરમાં અથડામણ બાદ આસિફ, રાકીબ અને રીહાને બુલકી સિંહ અને તેના અન્ય બે મિત્રોને ગોળી મારી દીધી હતી. ધરપકડ બાદ ત્રણેયએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

    દલિત પાસે કામ કરાવ્યુ, પૈસા માંગવા પર માર માર્યો

    આ ઘટના મેરઠના ભગત સિંહ બજારની છે. જાન્યુઆરી 2019 માં, શાહરૂખે દલિત સફાઈ કામદાર અંકુશ દ્વારા તેનો ચા સ્ટોલ સાફ કરાવ્યો, પરંતુ જ્યારે તેણે પૈસા માંગ્યા ત્યારે તેને માર માર્યો. શાહરૂખે ઘણા દિવસો સુધી પોતાના પૈસા દબાવી રાખ્યા હતા. તે જ સમયે, બજારના બાકીના દુકાનદારો સમયસર ચૂકવણી કરતા હતા.

    મંદિરમાં ભજન વગાડવા બદલ દલિતો પર હુમલો

    મેરઠની ઘસોલીની ઘટના. જૂન 2019 માં, જ્યારે કેટલાક દલિતો સ્પીકર વગાડીને મંદિરની અંદર ભજન કરી રહ્યા હતા, ત્યારે મુસ્લિમ સમુદાયના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને તેમના પર હુમલો કર્યો. મંદિરની અંદર 6 લોકોને માર મારવામાં આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકોએ ચેતવણી આપી હતી કે મસ્જિદની નજીક મંદિર છે, તેથી લાઉડસ્પીકરનો ઉપયોગ કરશો નહીં. અકરમ, કરીમ, સદ્દામ, ઝુલ્ફીકાર, અબ્દુલ અને આરીફની ધરપકડ કરવામાં આવી હતી.

    ગૌતમ નગરનું નામ બદલીને ઇસ્લામ નગર રાખવાનો પ્રયાસ

    ફેબ્રુઆરી 2018 માં, અમરોહામાં ગૌતમ નગરનું નામ ઇસ્લામ નગર કરવા માટે મુસ્લિમો દ્વાર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આઝાદી પહેલા તે ગૌતમ નગરના નામથી જાણીતું હતું. 1500 દલિતો ત્યાં રહે છે અને ઘણાની દુકાનો પણ છે. તે તમામને ડરાવી-ધમકાવીને રાખવામાં આવે છે.

    મસ્જિદમાંથી દલિત યુવકની લાશ મળી

    એક દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી, જેની લાશ મસ્જિદમાંથી મળી આવી હતી. આ ઘટના જાન્યુઆરી 2018માં યુપીના હાથરસમાં બની હતી. મૃતક અમિત કુમાર ગૌતમના પરિવારે આલમ, સદ્દામ, ખાલિદ, સુકૈલ અને આસુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. અમિત કોઈ કાયદાકીય કાર્યવાહી માટે નીકળી ગયો હતો પરંતુ તેની હત્યા થઈ હતી.

    દલિત પરિવારે ધર્મ પરિવર્તન કરવાની ના પાડી તો માર માર્યો

    જાન્યુઆરી 2018 માં, હરિયાણા મેવાતના નગીના બ્લોકમાં એક દલિત પરિવાર પર મુસ્લિમ ટોળા દ્વારા ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો. પરિવાર પર જાતિવાદી ટીપ્પણીઓ પણ કરવામાં આવી હતી. 3000 લોકોની વસ્તીવાળા આ ગામમાં માત્ર 7 દલિત પરિવારો છે અને બાકીના મુસ્લિમ સમુદાયના છે, જેના કારણે તેમને ભારે ભયમાં જીવવું પડે છે. તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા કે મેવાત દલિતોનું કબ્રસ્તાન બની રહ્યું છે.

    શાહનવાઝે 9 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો

    ઉત્તર પ્રદેશની ઘટના. શાહનવાઝ નામનો શખ્સ 9 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર કરતા રંગે હાથ ઝડપાયો હતો. તેણે યુવતીને કપડાં આપવાની લાલચ આપીને બોલાવી અને રૂમમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો. તે રડતી રડતી ઘરે આવી અને તેના માતા-પિતાને આ વિશે જણાવ્યું, જે પછી તેને તરત જ પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

    સગીર દલિત યુવતી પર ગેંગરેપ, પછી ધમકી

    ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક સગીર બાળકી પર 5 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. સાથે જ સમગ્ર ઘટનાને કેમેરામાં શૂટ કરીને યુવતીને ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ કહેશે તો વીડિયો વાયરલ કરી દેશે. ફેબ્રુઆરી 2019માં બનેલી ઘટનામાં સબુર, ફરીદ, દાનિશ અને માજની ધરપકડ કરવામાં આવી હતી.

    દલિત મહિલા અને સગીરા પર બળાત્કારનો પ્રયાસ, કુહાડી વડે હુમલો

    ફેબ્રુઆરી 2018 ની ઘટના. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક દલિત મહિલા અને સગીર બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દલિત પરિવારના ઘરમાં ઘૂસીને મુસ્લિમ સમુદાયના લોકો આ કામ કરતા હતા. તે સફળ ન થતાં તેણે બંને પર કુહાડી વડે હુમલો કર્યો હતો. આ કેસમાં શકીલ, શહીદ અને મહંમદની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાને લાંબા સમય સુધી સારવાર આપવામાં આવી હતી. પીડિતાની હાલત નાજુક હતી.

    મુસ્લિમ યુવકે દલિત મહિલા સાથે દુષ્કર્મ કર્યું

    આગરાની ઘટના. જૂન 2017માં, એક દલિત મહિલા દવા ખરીદવા જઈ રહી હતી ત્યારે મુસ્લિમ સમુદાયના કેટલાક ગુંડાઓએ તેનો દુપટ્ટો છીનવી લીધો અને તેની છેડતી કરવાનું શરૂ કર્યું. મહિલાએ ઝડપથી દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યારે કેટલાક લોકોએ મહિલાને બચાવવા માંગતા તેમને પણ માર માર્યો હતો.

    આમ, તાજેતરની આ ૩૦ ઘટનાઓમાં ‘જય ભીમ-જય મીમ’ ના નારા સાથે બતાવાતી કથિત દલિત-મુસ્લિમ એકતાની પોલ ખૂલે છે. કેમ કે આ અને આના જેવી બીજી હજારો ઘટનાઓમાં દલિતો મુસ્લિમોનો શિકાર બનતા હોય છે અને જે લોકો ‘જય ભીમ-જય મીમ’ નારા લગાવતા અને લગાડવતા હોય છે તેઓ પીડિતો સમું જોતાં પણ નથી હોતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં