Wednesday, April 17, 2024
More
  હોમપેજરાજકારણમોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાને લગતા ખોટા સમાચાર ફેલાવવા બદલ TMCના રાષ્ટ્રીય...

  મોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાને લગતા ખોટા સમાચાર ફેલાવવા બદલ TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ

  ડેરેક ઓ'બ્રાયને દાવો કર્યો કે મોરબી બ્રિજ તૂટી પડવાના સંદર્ભમાં ગોખલે દ્વારા શેર કરાયેલ નકલી સમાચારને કારણે ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે TMC નેતાએ દાવો કર્યો હતો કે PM મોદીની મોરબી મુલાકાત પર ₹30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

  - Advertisement -

  TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયને ટ્વીટર ઓર જાણકારી આપતા લખ્યું કે તેમના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસ દ્વારા કથિત રીતે ધરપકડ કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે ગોખલે નવી દિલ્હીથી રાત્રે 9 વાગ્યાની ફ્લાઈટ લઈને રાજસ્થાનના જયપુરમાં ઉતર્યા હતા. જો કે, ગુજરાત પોલીસ તેની ધરપકડ કરવા માટે ત્યાં હતી.

  તેમણે વધુમાં જણાવ્યું કે “સાકેતને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમણે સવારે 2 વાગ્યે તેની માતાને ફોન કરીને જાણ કરી હતી કે પોલીસ તેને અમદાવાદ લઈ જઈ રહી છે અને તે મંગળવારે બપોર સુધીમાં શહેરમાં આવી જશે.”

  ઓ’બ્રાયને દાવો કર્યો હતો કે પોલીસે ગોખલેનો ફોન તેની માતા સાથે કરેલા ટૂંકા ફોન કોલ પછી જપ્ત કરી લીધો હતો. ત્યારબાદ તેમણે દાવો કર્યો હતો કે મોરબી બ્રિજ તૂટી પડવા પર ગોખલેના ટ્વિટને કારણે ધરપકડ થઈ હતી.

  - Advertisement -

  ગોખલેએ ફેલાવ્યા હતા ખોટા સમાચાર

  ભૂતપૂર્વ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વર્તમાન તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે, જે કદી થઇ જ નથી તેવી આરટીઆઈ અને અસ્તિત્વમાં નથી તેવા તેના પ્રતિભાવ વિશે ખોટા સમાચાર શેર કરતા પકડાયા હતા. તેમણે દાવો કર્યો હતો કે PM મોદીની મોરબી મુલાકાત પર ₹30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેમાં એક અનામી ગુજરાતી સમાચારપાત્રની ન્યૂઝ ક્લિપિંગ શેર કરી હતી, જે ગુજરાત સમાચાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

  જે વિષે ભાજપે કહ્યું હતું કે સાકેત ગોખલેની વાત બનાવટી છે અને આવો કોઈ અહેવાલ પ્રકાશિત થયો નથી અને આવો કોઈ RTI જવાબ નથી. ગુજરાત સમાચારે પણ કહ્યું છે કે તેઓએ આવો કોઈ અહેવાલ પ્રકાશિત કર્યો નથી.

  કહેવાતા અહેવાલને ટાંકીને, ગોખલેએ દાવો કર્યો હતો કે “₹5.5 કરોડ કેવળ ‘સ્વાગત, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી’ માટે હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ‘મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરની કિંમત 135 લોકોના જીવન કરતાં પણ વધુ છે’, કારણ કે દુર્ઘટનાના 135 પીડિતોના પરિવારોને દરેકને ₹4 લાખ, કુલ ₹5 કરોડની એક્સ-ગ્રેશિયા આપવામાં આવી હતી.”

  ગોખલે દ્વારા દાવો કરવામાં આવ્યો હોય તેવી કોઈ આરટીઆઈ કે કોઈ મીડિયા રિપોર્ટ અસ્તિત્વમાં જ નથી. અને આ બાબતને લઈને જ ગુજરાત પોલીસ દ્વારા તેમની શરપક્ડ કરવામાં આવી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં