Wednesday, September 18, 2024
More
    હોમપેજદેશ'કોંગ્રેસ એક જ પ્રોડક્ટ વારંવાર લોન્ચ કરવાનો પ્રયત્ન કરી રહી છે': લોકસભામાં...

    ‘કોંગ્રેસ એક જ પ્રોડક્ટ વારંવાર લોન્ચ કરવાનો પ્રયત્ન કરી રહી છે’: લોકસભામાં વડાપ્રધાનના ચાબખા, કોંગ્રેસ અને વિપક્ષ પર કટાક્ષનો વરસાદ

    લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "વિપક્ષના તેજસ્વી લોકોને દબાવી દેવામાં આવ્યા છે. એક પ્રકારે કોંગ્રેસે પોતાનું, સંસદનું અને દેશનું નુકસાન પોતે જ કર્યું છે. દેશે અને કોંગ્રેસ પાર્ટીએ પરિવારવાદનું પરિણામ ભોગવવું પડ્યું છે. "

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આવેલા ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. નીચલા સદનમાં બોલતી વખતે વડાપ્રધાન મોદીએ વિપક્ષ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. વડાપ્રધાને રાહુલ ગાંધીનું નામ લીધા વગર કોંગ્રેસના પરિવારવાદ પર કટાક્ષ કર્યો હતો. તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એક જ પ્રોડ્કટ વારંવાર લોન્ચ કરવાનો પ્રયત્ન કરી રહી છે અને તેના કારણે કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે.

    લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “વિપક્ષના તેજસ્વી લોકોને દબાવી દેવામાં આવ્યા છે. એક પ્રકારે કોંગ્રેસે પોતાનું, સંસદનું અને દેશનું નુકસાન પોતે જ કર્યું છે. દેશે અને કોંગ્રેસ પાર્ટીએ પરિવારવાદનું પરિણામ ભોગવવું પડ્યું છે. અમારા ખડગેxcccfffજી આ સદનથી પેલા સદનમાં શિફ્ટ થઇ ગયા, બધા જ લોકો પરિવારવાદમાં બલી ચઢી ગયા. વારંવાર એક જ પ્રોડક્ટને લોન્ચ કરવામાં કોંગ્રેસની દુકાન બંધ કરવાની નોબત આવી ગઈ છે.” આ સાથે જ વડાપ્રધાને કહ્યું હતું કે દેશને એક સારા વિપક્ષની જરૂર છે.

    કોંગ્રેસ નહીં કેન્સલ ચેક: પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં બોલ્યા કે, “કોંગ્રેસ એક પરિવારમાં ફસાઈ ગયું છે. તે પોતાના પરિવારથી બહાર જોવા માટે તૈયાર જ નથી, કોંગ્રેસમાં કેન્સલ ચેક ડેવલોપ થઇ ગયો છે. અમે કહીએ કે મેક ઇન ઇન્ડિયા તો કોંગ્રેસ કહે છે કેન્સલ, અમે કહીએ કે વંદે ભારત કોંગ્રેસ કહે છે કેન્સલ, અમે કહીએ આત્મનિર્ભર કોંગ્રેસ કહે છે કેન્સલ, અમે કહીએ છીએ કે વોકલ ફોર લોકલ કોંગ્રેસ કહે છે કેન્સલ, ભારત અમે કહીએ કે સંસદનું નવું ભવન કોંગ્રેસ કહે છે કેન્સલ. આ મોદીની નહીં દેશની ઉપલબ્ધિઓ છે. આટલી નફરત ક્યાં સુધી રાખશો?”

    - Advertisement -

    પીએમ મોદીએ આગળ કહ્યું કે, “નૌ દિન ચલે, અઢાઈ દિન કોસ. મને લાગે છે કે આ કહેવત કોંગ્રેસ માટે બરોબર બંધબેસતી છે. કોંગ્રેસની ધીમી ઝડપનો કોઈ મુકાબલો નથી. આજે દેશમાં જે ઝડપે કામ થઇ રહ્યું છે, કોંગ્રેસ સરકાર આ ઝડપની કલ્પના પણ ન કરી શકે. અમે ગરીબો માટે 4 કરોડ ઘર બનાવ્યા જેમાં 80 લાખ પાકા મકાન શહેરી ગરીબો માટે બન્યા છે. જો કોંગ્રેસની ઝડપે કામ થયું હોત તો આ કામ થવામાં 100 વર્ષ લગતે, 100 પેઢીઓ વિતી જાત.”

    ભારત બનશે ત્રીજી સહુથી મોટી અર્થવ્યવસ્થા

    તેમણે વધુમાં જણાવ્યું કે, “રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં દેશની નારી શક્તિ, યુવા શક્તિ, ગરીબો અને આપણા ખેડૂતો, માછીમરોની ચર્ચા કરી છે. શું જયારે યુવાઓની વાત થતી યોય ત્યારે તમામ વર્ગના યુવાઓની વાત નથી થતી? શું જયારે મહિલાઓની વાત થાય છે ત્યારે તમામ મહિલાઓ તેમાં નથી આવતી? ક્યાં સુધી ટુકડાઓમાં વિચારતા રહેશો? ક્યાં સુધી સમાજમાં ભાગલા પડાવતા રહેશો?”

    સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ હવે દૂર નથી, માત્ર 100-125 દિવસો જ આડા છે. હું સંખ્યા પર નથી જઈ રહ્યો, પરંતુ દેશનો મૂડ જોઈ શકું છું. ભાજપને નિશ્ચિત રૂપે 370 સીટો મળશે અને NDA 400 વટી જશે. ભાજપના ત્રીજા કાર્યકાળમાં બહુ મોટો નિર્ણયો થવાના છે. ભાજપના આ ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સહુથી મોટી અર્થવ્યવસ્થા બનશે. આ મોદીની ગેરેંટી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં