Monday, July 15, 2024
More
  હોમપેજરાજકારણ'મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવશે': સીબીઆઈએ દારૂ કૌભાંડના આરોપી દિલ્હીના ડેપ્યુટી સીએમને...

  ‘મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવશે’: સીબીઆઈએ દારૂ કૌભાંડના આરોપી દિલ્હીના ડેપ્યુટી સીએમને સમન્સ પાઠવ્યું, કેજરીવાલે ભગતસિંહ સાથે તુલના કરી

  તાજેતરમાં મનીષ સિસોદિયા 6 દિવસના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત ગયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ છેલ્લા બે મહિનામાં ઘણી વખત રાજ્યની મુલાકાત લીધી છે.

  - Advertisement -

  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે અને સોમવારે (17 ઓક્ટોબર, 2022) ના રોજ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે AAPનો દાવો છે કે મનીષ સોસોદિયાને ધરપકડ કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. તે સવારે 11 વાગે તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનો છે. AAPના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે દાવો કર્યો હતો કે મનીષ સિસોદિયાની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આવું કરવામાં આવી રહ્યું છે.

  મનીષ સિસોદિયાએ પોતે ટ્વીટ કરીને કહ્યું કે, “મારા ઘરે 14 કલાક સીબીઆઈના દરોડા, કંઈ બહાર આવ્યું નથી. મારા બેંક લોકરની તલાશી લીધી, તેમાંથી કંઈ બહાર આવ્યું નહીં. તેઓને મારા ગામમાં કંઈ મળ્યું નથી. હવે તેઓએ મને કાલે સવારે 11 વાગ્યે CBI હેડક્વાર્ટરમાં બોલાવ્યો છે. હું જઈશ અને મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. સત્યમેવ જયતે.” બીજી તરફ સૌરભ ભારદ્વાજે કહ્યું કે દારૂનું કૌભાંડ 10,000 કરોડ રૂપિયાનું હોવાનું ખોટું કહેવામાં આવી રહ્યું છે અને CBIએ 500 સ્થળોએ દરોડા પાડ્યા છે.

  તેમણે દાવો કર્યો હતો કે અગાઉ મનીષ સિસોદિયાની સવારથી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તપાસ એજન્સીને કંઈ મળ્યું નથી. નોંધનીય છે કે તાજેતરમાં મનીષ સિસોદિયા 6 દિવસના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત ગયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ છેલ્લા બે મહિનામાં ઘણી વખત ગુજરાતની મુલાકાત લીધી છે. AAP હવે મનીષ સિસોદિયાની ધરપકડની આગાહી કરી ચૂકી છે, જ્યારે CBIએ એવું કંઈ કહ્યું નથી. સિસોદિયાને સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે જ બોલાવ્યા હોવાનું તેઓ કહી રહ્યા છે.

  - Advertisement -

  આ મુદ્દે ટ્વીટ કરતા અરવિંદ કેજરીવાલે લખ્યું કે, “જેલના સળિયા અને ફાંસી ભગત સિંહના ઉંચા ઈરાદાઓને રોકી શકી નથી. આ આઝાદીની બીજી લડાઈ છે. મનીષ અને સત્યેન્દ્ર આજના ભગતસિંહ છે. 75 વર્ષ પછી દેશને એક એવો શિક્ષણ મંત્રી મળ્યો, જેણે ગરીબોને સારું શિક્ષણ આપ્યું અને ઉજ્જવળ ભવિષ્યની આશા આપી. કરોડો ગરીબોની પ્રાર્થના તમારી સાથે છે.” નોંધનીય છે કે કેજરીવાલ હજુ પણ તેમના જેલમાં બંધ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો બચાવ કરી રહ્યા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં