Tuesday, April 30, 2024
More
    હોમપેજમિડિયાઆતંકી યાકુબના જનાજામાં મઝહબી ભીડના સવાલ પર ભડકી ઉઠયા દાનિશ અલી: પત્રકારે...

    આતંકી યાકુબના જનાજામાં મઝહબી ભીડના સવાલ પર ભડકી ઉઠયા દાનિશ અલી: પત્રકારે તેમના જ ઘરમાં ગણાવી મુસ્લિમોએ કરેલી મોબ લિંચિંગની ઘટનાઓ

    દાનિશ અલીનો આ ઇન્ટરવ્યૂ થોડી જ મિનિટોમાં ભારે બોલાચાલી વચ્ચે સમાપ્ત થઈ ગયો. આ ઘટના ટીવી ચેનલ પર પણ પ્રસારિત કરવામાં આવી હતી, જેની ક્લિપ વરિષ્ટ પત્રકાર અતુલ અગ્રવાલે પોતે X પર શેર કરી છે.

    - Advertisement -

    બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ દાનિશ અલી ઓન કેમેરા બેનકાબ થઈ ગયા. એક ટીવી ઇન્ટરવ્યૂ માટે તેમના ઘરે પહોંચેલા વરિષ્ટ પત્રકાર સાથે રેકોર્ડીંગ દરમિયાન જ તેમની તકરાર થઈ ગઈ. પરંતુ તેઓ વરિષ્ટ પત્રકારની સામે ટકી શક્યા નહીં. તેઓ ખીજાઈને પત્રકાર પર બેફામ નિવેદનો આપવા લાગ્યા, પરંતુ જ્યારે પત્રકારે તેમને યાકુબ મેમન સાથે સંબંધિત પ્રશ્ન પૂછ્યો તો તેઓ અવાચક બની ગયા અને ભાગી ગયા.

    આ એજ સાંસદ દાનિશ અલી છે, જેમના પર ભાજપના સાંસદ રમેશ બિધૂડી સંસદમાં ગુસ્સે થયા હતા. દાનિશ અલીએ લોકસભામાં PM મોદી માટે અપમાનજનક શબ્દો વાપર્યા હતા, જેના કારણે બિધૂડી પોતાનો આપો ખોઈ બેઠા હતા અને તેમના પર ગુસ્સે થઈ ગયા હતા. હવે તેમની તકરાર હિંદી સમાચારના સંપાદક અને વરિષ્ટ પત્રકાર અતુલ અગ્રવાલ સાથે થઈ. જ્યારે પત્રકારે આતંકી યાકુબ મેમન સંબંધિત પ્રશ્ન પૂછ્યો હતો.

    પત્રકારના સવાલ પર ભડકી ઉઠયા દાનિશ અલી

    વાસ્તવમાં, અતુલ અગ્રવાલે તેમને રાજસ્થાનમાં મુસ્લિમો દ્વારા કરવામાં આવેલી મોબ લિંચિંગ પર પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં તેઓએ વાતને ફેરવવાનું શરૂ કર્યું હતું. આ પછી જ વરિષ્ટ પત્રકારે તેમને પૂછી લીધું કે આતંકવાદી યાકુબ મેમનના જનાજામાં 2 લાખ મુસ્લિમો કેમ પહોંચ્યા? આ પછી તેઓ નિરુત્તર થઈ ગયા.

    - Advertisement -

    દાનિશ અલીનો આ ઇન્ટરવ્યૂ થોડી જ મિનિટોમાં ભારે બોલાચાલી વચ્ચે સમાપ્ત થઈ ગયો. આ ઘટના ટીવી ચેનલ પર પણ પ્રસારિત કરવામાં આવી હતી, જેની ક્લિપ વરિષ્ટ પત્રકાર અતુલ અગ્રવાલે પોતે X પર શેર કરી છે.

    તેમણે લખ્યું કે, “બિધૂડીએ લોકસભામાં જેને ખખડાવ્યા, તેજ સાંસદ દાનિશ અલીએ કેમેરા પર LIVE પાગલપન દેખાડ્યું. રાજસ્થાનમાં મુસલમાનોની મોબ લિંચિંગ તો ગણાવી, આતંકી યાકુબના જનાજામાં મુસ્લિમ ભીડ કેમ આવી? ‘હિન્દી ખબર’ના સવાલો પર માઈક કાઢીને ફેંક્યું, મુખ્ય સંપાદક અતુલ અગ્રવાલને ગણાવ્યા ગોદી મીડિયા.”

    જોકે, અતુલ અગ્રવાલે તેમની કુંડળી તેમના જ ઘરમાં બેસીને બધાને ગણાવી દીધી. તેમણે જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં આ જ દાનિશ અલી ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા પર ભડકી ઉઠયા હતા. આ સિવાય તેઓ ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. તેઓ પોતાને ટીપુ સુલતાનના ‘પ્રાઉડ ફોલોવર’ ગણાવે છે. ઑપઇન્ડિયાએ થોડા સમય પહેલાં જ તેમની કુંડળીની વિગતો પ્રકાશિત કરી હતી.

    ઉલ્લેખનીય છે કે ભાજપા સાંસદ રમેશ બિધૂડીએ દાનિશ અલીને સંસદમાં જ આતંકવાદી કહી દીધા હતા, ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ દાનિશ અલીની મુલાકાત લીધી હતી. જોકે, બીજેપી સાંસદ નિશિકાંત દૂબેએ એક પત્ર લખીને રમેશ બિધૂડીનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ શા માટે દાનિશ અલી પર ગુસ્સે થયા હતા. તેમણે જણાવ્યું હતું કે દાનિશે વડાપ્રધાનને ગાળ આપી હતી, જે બાદ રમેશ બિધૂડીએ દાનિશ અલીની ઝાટકણી કાઢી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં