Saturday, April 20, 2024
More
    હોમપેજરાજકારણપ્રથમ ચરણની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ કેવો રહ્યો: ક્યાં કોણે...

    પ્રથમ ચરણની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ કેવો રહ્યો: ક્યાં કોણે રાજીનામાં આપ્યા અને કોણે મિલાવ્યા હાથ

    વટવા અને જમાલપુર બાદ હવે ઝાલોદ બેઠકના ઉમેદવારોને લઈને પાર્ટીના સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસે આ બેઠક પર મિતેષ ગરાસિયાને ટિકિટ આપી હતી જેની સામે સ્થાનિકોમાં રોષ હતો. જે બાદ કોંગ્રેસના 1000 કાર્યકર્તાઓએ રાજીનામાં ધરી દીધા હતા.

    - Advertisement -

    સોમવાર (14 નવેમ્બર)ના રોજ ગુજરાત વિધાન સભાની પ્રથમ ચરણની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. પ્રથમ ચરણના બધા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આ દિવસ પણ શાંતિપૂર્ણ રહ્યો નહોતો, ક્યાંક નારાજ કાર્યકર્તાઓએ આપ્યા હતા રાજીનામાં તો ક્યાંક વિરોધીઓએ મિલાવ્યા હતા હાથ.

    સૌપ્રથમ તો વિવાદો સાથે જેને ગાઢ સંબંધ છે એવી કોંગ્રેસ પાર્ટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો. વટવા અને જમાલપુર બાદ હવે ઝાલોદ બેઠકના ઉમેદવારોને લઈને પાર્ટીના સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસે આ બેઠક પર મિતેષ ગરાસિયાને ટિકિટ આપી હતી જેની સામે સ્થાનિકોમાં રોષ હતો.

    સ્થાનિક કાર્યકરોએ પાર્ટીને આ ઉમેદવાર બદલાવ માટે દબાણ કર્યું હતું પરંતુ કોંગ્રેસે ઉમેદવાર ન બદલતા ઝાલોદના લગભગ 1000 કાર્યકરોએ એકસાથે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું હતું.

    - Advertisement -

    વિરોધીઓએ મિલાવ્યા હાથ

    નોંધનીય છે કે સોમવારે પ્રથમ ચરણની ચૂંટણીઓ માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો તો દરેક જિલ્લામાં આવતી વિધાનસભાઓના દરેક પાર્ટીના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આવી જ રીતે ગુજરાતની પાલીતાણા વિધાનસભાના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર એક જ સમયે ફોર્મ ભરવા પહોંચતા તેમનો ભેટો થયો હતો.

    પાલીતાણાના ભાજપ ઉમેદવાર ભૈખાભાઇ બારૈયા અને કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણભાઈ રાઠોડ સામ સામે આવી જતા બંનેએ ખેલદિલી દાખવી હતી અને હાથ મિલાવીને એકબીજાનું અભિવાદન કર્યું હતું. તેમનું અનુકરણ કરીને સાથે આવેલા બંને પક્ષના કાર્યકર્તાઓએ પણ એકબીજાનું અભિવાદન કર્યું હતું.

    ભાજપના ઉમેદવારોનું ચોથું લિસ્ટ

    આ બધા ઘટનાક્રમો વચ્ચે મોડી સાંજે ભાજપે પોતાના ઉમેદવારોનું ચોથું લિસ્ટ બહાર પાડ્યું હતું. જેમાં હમણાં સુધી બાકી રહેલી 16 બેઠકોમાંથી 12ના ઉમેદવારો જાહેર કરાયા હતા. આ યાદીમાં કુલ 2 મહિલા ઉમેદવારોના નામ છે.

    આ યાદીનું સૌથી મહત્વનું નામ છે અલ્પેશ ઠાકોરનું, જેમને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર ઉમેદવારી સોંપવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં