Saturday, June 22, 2024
More
  હોમપેજમંતવ્યરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં ધર્મ અને હિંદુત્વનું જ્ઞાન આપતા એજન્ડાબાજ સેક્યુલરોને નામ

  રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં ધર્મ અને હિંદુત્વનું જ્ઞાન આપતા એજન્ડાબાજ સેક્યુલરોને નામ

  રામજન્મભૂમિ આંદોલન દરમિયાન તેમનું કામ માત્ર ‘મંદિર વહીં બનાયેંગે, તારીખ નહીં બતાયેંગે’ કહીને હિંદુઓને અપમાનિત કરવા પૂરતું અને ત્યાં મંદિરને સ્થાને શાળાઓ અને હોસ્પિટલો બાંધવાની સલાહ આપવા પૂરતું જ રહ્યું હતું. પરંતુ 2014 પછી જેમ-જેમ પરિસ્થિતિ બદલાતી જાય છે, જે રીતે હિંદુ આસ્થાનો ઉદય થઈ રહ્યો છે તેમ તેમના પેટમાં તેલ રેડાતું જાય છે. 

  - Advertisement -

  જેમણે બાપ જિંદગીમાં ક્યારેય હિંદુઓનું સારું દેખાય તેવો એક અક્ષર કાગળ પર નહીં પાડ્યો હોય, જેમણે સંપૂર્ણ કારકિર્દી જ મોદીદ્વેષ અને હિંદુદ્વેષથી બનાવી હોય, જેમણે કાયમ હિંદુઓને અપરાધભાવનો અનુભવ થાય તેવાં લખાણોથી જ અખબારનાં પાનાં ભર્યાં હોય, જેમના માટે હિંદુવિરોધી એજન્ડા જ એકમાત્ર ધંધો રહ્યો હોય તેવા લંપટ, લબાડ અને હરામખોર સ્યુડો સેક્યુલરો હવે અયોધ્યાના રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં હિંદુઓને જ્ઞાન વહેંચવા બેઠા છે.

  અમુકને ચિંતા છે કે દેશમાં જે થઈ રહ્યું છે તે હિંદુ ધર્મ નથી પરંતુ હિંદુત્વ છે, જે ‘લોકશાહી માટે ઘાતક’ છે. કોઈને ચિંતા છે કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થકી દેશમાં માહોલ બગડશે. કોઈની દલીલ છે કે નેતાઓ રામભક્તોનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરી રહ્યા છે. મોદીના નામથી લાલ કપડું જોઈને સાંઢ ભડકી ઉઠે તેમ ભડકી ઉઠનારાઓને તકલીફ એ વાતની છે કે મોદી કેમ પ્રાણપ્રતિષ્ઠા કરી રહ્યા છે? 

  મોદી કેમ ન કરે? મોદીએ આ મંદિર બને તે માટે મહેનત કરી છે. ત્રણ દાયકા પહેલાં રામ રથયાત્રામાં મોદીએ જે સંકલ્પ લીધો હતો તે આખરે પૂર્ણ કર્યો, તો શા માટે પ્રાણપ્રતિષ્ઠા ન કરે? મોદીએ ધાર્યું હોત તો હજુ પણ મુદ્દો પાછળ ઠેલી શક્યા હોત, મંદિર ન બને તે માટે પ્રયાસો કર્યા જ હોત, કારણ કે સરકારમાં બેઠા પછી બધું જ થઈ શકે છે. પરંતુ હિંદુઓને તેમણે કરેલો એક વાયદો પૂરો કર્યો તો શા માટે શ્રેય ન લે અને શા માટે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન જાય? મંદિર ટ્રસ્ટ સ્વયં ઈચ્છતું હોય, અયોધ્યાના રામભક્તો ઈચ્છતા હોય અને દેશના કરોડો હિંદુઓ ઈચ્છતા હોય કે નરેન્દ્ર મોદીના હસ્તે જ પ્રાણપ્રતિષ્ઠા થાય તો પછી તકલીફ શું હોવી જોઈએ? 

  - Advertisement -

  જેમની દલીલ છે કે આ અયોધ્યાનો આ કાર્યક્રમ મોદીની છબી ચમકાવવા માટે અને રાજકીય ફાયદો મેળવવા માટે થાય છે, તો તેમના આકાઓને આવું કરતાં કોણે રોક્યા હતા? તેમણે પણ મંદિરનો માર્ગ મોકળો કરી આપ્યો હોત, ટ્રસ્ટ બનાવીને વહેલી તકે મંદિરનું નિર્માણ શરૂ કરાવી દીધું હોત અને ભગવાનને બિરાજમાન કર્યા હોત તો તેમનું પણ આટલું જ બહુમાન થયું હોત. જેણે કામ કર્યું છે તે શ્રેય લે જ, તેમાં વાંધો શા માટે છે? 

  અમુકને હવે ચિંતા પેઠી છે કે ભગવાન રામનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે, કોઈને ચિંતા છે કે રામભક્તોનો ઉપયોગ નેતાઓ કરી રહ્યા છે, તેમને ભરમાવવામાં આવી રહ્યા છે. અમુક લંપટ પત્રકારો, જેમણે ગોધરાની ટ્રેન સળગી ત્યારે મુસ્લિમ કટ્ટરપંથીઓ વિશે એક શબ્દ નહતો ઉચ્ચાર્યો તેઓ હવે દલીલ કરે છે કે નેતાઓનાં હિંદુત્વના કારણે કારસેવકો મૃત્યુ પામ્યા અને હવે તેમના પરિવાર તરફ ધ્યાન આપવામાં આવતું નથી. હિંદુ નેતાઓ ભક્તોને મરવા છોડી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે આ જમાતે ગોધરાની ઘટનાનાં આટલાં વર્ષોમાં આજ સુધી ક્યારેય આ કારસેવકો માટે અવાજ ઉઠાવ્યો નથી અને આજે અચાનક ચિંતા એટલા માટે થઈ આવી છે કારણ કે પોતાનો એજન્ડા ચલાવવો છે. 

  તેમણે ‘હિંદુ એક્સ્ટ્રીમીઝમ’ની કાલ્પનિક વ્યાખ્યાઓના આધારે હિંદુઓને કાયમ ભાંડ્યા છે, પણ આજ સુધી ઇસ્લામી હિંસા વિરુદ્ધ એક શબ્દ કાગળ પર પાડ્યો નથી. તેમની બહાદુરી અને તેમનું ઝનૂન માત્ર કોઇ હિંદુ મળે ત્યારે જ જાગે છે. જ્યારે કોઇ શહેરમાંથી પસાર થતી ભીડ ‘સર સે જુદા’ના નારા લગાવતી હોય કે કોઇ નિર્દોષ હિંદુ જેહાદી હિંસાનો ભોગ બને ત્યારે આ ‘ક્રાંતિકારી’ પત્રકારો ક્યાંક કોઇ ખૂણામાં બેસીને બેરોજગારી અને ગરીબીનાં રોદણાં રડતા જોવા મળે છે. 

  અહીં મૂળ વાત એ છે કે આ જમાતે ક્યારેય ધાર્યું જ ન હતું કે તેમના આકાઓ સિવાયનો પણ કોઇ વ્યક્તિ હિંદુસ્તાનની ગાદીએ બેસી શકે છે. ક્યારેય સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર આકાર પામશે. રામજન્મભૂમિ આંદોલન દરમિયાન તેમનું કામ માત્ર ‘મંદિર વહીં બનાયેંગે, તારીખ નહીં બતાયેંગે’ કહીને હિંદુઓને અપમાનિત કરવા પૂરતું અને ત્યાં મંદિરને સ્થાને શાળાઓ અને હોસ્પિટલો બાંધવાની સલાહ આપવા પૂરતું જ રહ્યું હતું. પરંતુ 2014 પછી જેમ-જેમ પરિસ્થિતિ બદલાતી જાય છે, જે રીતે હિંદુ આસ્થાનો ઉદય થઈ રહ્યો છે તેમ તેમના પેટમાં તેલ રેડાતું જાય છે. 

  આજ સુધી તેમણે ‘સેક્યુલરિઝ્મ’ના નામે હિંદુઓને નીચું દેખાય, તેમનાં ધર્મ-સંસ્કૃતિ અપમાનિત થાય, તેઓ અપરાધભાવ અનુભવે તેવાં કારસ્તાનો જ કર્યાં છે. જ્યારે-જ્યારે તેમણે ધર્મ અને રાજકારણ વિશે લખ્યું છે ત્યારે એક-એક લખાણ, એક-એક વાક્ય અને એક-એક શબ્દ એક સુવ્યવસ્થિત એજન્ડાનો ભાગ હતાં, બીજું કશું જ નહીં. પરંતુ હવે તેમની સમસ્યા એ છે કે સરેરાશ હિંદુ તેમનાં છળ-કપટ સમજતો થયો છે, તેમના દુષ્પ્રચારનો તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપતો થયો છે. રાધર કહી શકાય કે અનઅપોલોજેટિક હિંદુ બનતાં શીખી રહ્યો છે. 

  મોદીદ્વેષ પણ આ દુષ્પ્રચાર પાછળ એટલો જ જવાબદાર છે. જેમણે 2002થી એક ઈકોસિસ્ટમનો ભાગ બનીને નરેન્દ્ર મોદીને પાડી દેવા માટે, હરાવી દેવા માટે અને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરી જોયા હોય તેઓ જ્યારે મોદીના નામનો જયજયકાર સાંભળે ત્યારે બળતરા થાય તે તદ્દન સ્વાભાવિક છે. પરંતુ કઠણાઈ એ છે કે હવે તેનો કોઈ ઈલાજ નથી. 

  હિંદુઓના ઠેકેદાર બનવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય તેમને ઉશ્કેરીને રાજકીય એજન્ડા ચલાવવાનો છે, બીજું કશું જ નહીં. આવી ડાહી-ડાહી વાતો કહીને ફરી એક વખત તેમને અપરાધભાવ અનુભવ કરાવવાનો, ફરી વખત તેઓ જાતે જ નીચાજોણું અનુભવે તે માટે પ્રયાસો કરવાનો છે. બાકી તેમને હિંદુઓના હિતની ચિંતા ક્યારેય રહી નથી. આનંદની વાત એ છે કે હવે સોશિયલ મીડિયાના જમાનામાં સરેરાશ હિંદુઓ આ બધાં કાવતરાં સમજતા થયા છે. માત્ર સમજીને બેસી પણ રહેતા નથી, સમય આવે ત્યારે લાગ જોઈને આવાઓને લાત મારતા પણ શીખ્યા છે. આ બધી બળતરા તેની જ છે. જેમ-જેમ 2024ની ચૂંટણી નજીક આવશે તેમતેમ તેમાં વધારો થશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં