કોમેડિયન કુણાલ કામરાએ (Kunal Kamara) મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને (Eknath Shinde) ‘ગદ્દાર’ કહ્યા છે. કોમેડીની આડમાં રાજનીતિક રોટલીઓ શેકવાની કામરાની યુક્તિ ઊંધી પડી ગઈ છે. શિવસેનાના કાર્યકરો હવે તેનાથી નારાજ છે. જોકે, એક વર્ગ એવો પણ છે જે કુણાલ કામરાની આ હિંમતને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ (Freedom Of Speech) કહી રહ્યો છે. તે લોકશાહી અધિકારોની દુહાઈ આપી રહ્યા છે. કુણાલ કામરાના સમર્થનમાં એવા લોકો પણ મેદાનમાં આવ્યા છે, જેઓ થોડા વર્ષો પહેલા સાંસદો અને ધારાસભ્યોની મિમિક્રી કરનારાઓના મોં બંધ કરવાની વાતો કરતા હતા.
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચન કુણાલ કામરાના સમર્થનમાં બહાર આવ્યા છે. જયા બચ્ચને પૂછ્યું છે કે ‘ફ્રીડમ ઓફ સ્પીચ’ ક્યાં છે? તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો આવી રીતે બોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો મીડિયાનું શું થશે. આમ તો ભારતીય ઉદારવાદીઓ દિવસમાં 100 વખત ‘વાણી સ્વાતંત્ર્ય’ શબ્દનો ઉપયોગ કરે છે, પણ જયા બચ્ચનના મોઢે આ શોભતું નથી. કારણ કે આ એ જ શ્રીમતી બચ્ચન છે જે વાણી સ્વાતંત્ર્ય નાબૂદ કરવાની હિમાયત કરી રહી હતી.
વર્ષ 2014માં, જયા બચ્ચન કહી રહ્યા હતા કે રેડિયો જોકીઓને સાંસદો અને ધારાસભ્યોની નકલ કરતા અટકાવવા જોઈએ. તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલયને તેના પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું. એનો અર્થ એ કે ત્યારે પ્રતિબંધ અને હવે ‘સ્વતંત્રતા’. જોકે, આમાં તે એકલી દોષિત નથી અને ન તો તે આ બાબતોમાં બેવડા ધોરણ ધરાવતી પહેલી વ્યક્તિ છે. આ જ લિબરલ ગેંગે વાણી સ્વાતંત્ર્ય અંગે બેવડા ધોરણો દર્શાવ્યા હોય તેવા ઘણા કિસ્સાઓ પહેલાં પણ બન્યા છે.
થોડા સમય પહેલા, મરાઠી અભિનેત્રીએ શિવસેના-કોંગ્રેસ-NCP સરકાર દરમિયાન શરદ પવારની ટીકા કરતી એક કવિતા શેર કરી હતી. ત્યારપછી, કેતકી વિરુદ્ધ 22 FIR નોંધાઈ અને તેને 40 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. તે સમયે, અભિવ્યક્તિની સ્વતંત્રતા, કોમેડી, રચનાત્મક સ્વતંત્રતા જેવી બાબતો જયા બચ્ચન જેવા ઉદારવાદીઓના દરવાજા ખખડાવતી રહી, પરંતુ તેમણે તેના પર ધ્યાન આપ્યું નહીં. કેતકી ચિતાલે આ બેવડા ધોરણનો એકમાત્ર ભોગ નથી.
2021માં, રિપબ્લિક ટીવીના એન્કર અર્ણબ ગોસ્વામીને તેમના ઘરમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તે જ મહાયુતિ સરકારે તેમની ધરપકડ કરી હતી. બહાનું 2018નો કેસ હતો. આ ફાઇલનું ભૂત ફક્ત ગોસ્વામીને ડરાવવા માટે બહાર લાવવામાં આવ્યું હતું. જે લોકો લોકશાહીના નામે કુણાલ કામરા માટે મરશીયા ગાઈ રહ્યા હતા તેઓ તે સમયે તર્ક, કાયદાનું શાસન, ન્યાય વગેરે શબ્દોની ચાસણીમાં ભેળવીને તેને ન્યાયી ઠેરવી રહ્યા હતા. અર્ણબે સતત આ ઇકોસિસ્ટમની પોલ ખોલી છે.
2020માં, આ જ સરકારે ઠક્કર અને અન્ય સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટોને 200 પોલીસકર્મીઓ દ્વારા તેમના ઘરેથી ઉપાડી લીધા હતા કારણ કે તેમણે ઉદ્ધવ ઠાકરે સરકાર અને તેના મંત્રીઓની ટીકા કરી હતી. તેમને 21 દિવસ જેલમાં પણ રાખવામાં આવ્યા હતા. ત્યારે પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા પેરામીટર લાગુ કરવામાં આવ્યા ન હતા. કુણાલ કામરા, જેના માટે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઉદ્ધવ) આજે આટલો બધો ઘોંઘાટ કરી રહી છે, તેને આ બધું કહેવાનો અધિકાર જ નથી.
સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ સુનૈના હોલે એક વખત મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી, જેના કારણે તેમને પણ FIRનો સામનો કરવો પડ્યો હતો. તેમની ધરપકડ કરવામાં આવી. કોર્ટે તેમની સામેની FIR રદ કરી દીધી હતી. તેમના સમયમાં પણ આ સ્વતંત્રતા ક્યાંક ખોવાઈ ગઈ હતી.
'Mere ko toh acha laga, acha kiya': Kunal Kamra when Kangana Ranaut's office was demolished by the BMC.
— Tushar Gupta (@Tushar15_) March 24, 2025
Sanjay Raut was mocking the demolition, and this was Kamra's response. Before you stand for his 'freedom of speech', do watch this. Just an observation. pic.twitter.com/nH5FZIEFIx
સૌથી મોટો દંભ એ હશે કે કુણાલ કામરા વિક્ટિમ કાર્ડ રમશે. આ જ મહાયુતિ સરકારે અભિનેત્રી કંગના રણૌતની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું હતું. આ બધું ‘અતિક્રમણ’ના નામે કરવામાં આવ્યું હતું. એ જ કામરા જે આજે આઝાદી માટે રડી રહ્યો છે, તેણે ટેબલ પર બુલડોઝરના રમકડાં રાખીને સંજય રાઉત સાથે પોડકાસ્ટ કર્યો હતો અને ખૂબ હસ્યો હતો. તેણે આ કાર્યવાહીને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. હવે શિવસૈનિકો તેમની સામે ગુસ્સો બતાવી રહ્યા છે, તો પછી તે શા માટે વિક્ટિમ કાર્ડ પ્લે કરી રહ્યો છે.
હકીકત એ છે કે આ ગેંગમાં ન કોઈને અભિવ્યક્તિની સ્વતંત્રતાની પડી છે કે ના કલાકારોની રચનાત્મકતાની. વાસ્તવિકતા તો એ છે કે આ ગેંગ સિલેક્ટિવ અપ્રોચ અપનાવે છે, એટલે કે જે અમે કહીએ એ બધું સાચું અને તમે કહો એ ખોટું.. આ લોકો માટે લોકશાહી ત્યારે મરી જાય છે જ્યારે આ ટોળકીનો કોઈ વ્યક્તિ કંઈક ઊંધું-સીધું બોલીને કાયદાના સકંજામાં ફસાઈ જાય. જ્યારે બીજા પક્ષની વાત આવે છે, ત્યારે ‘આવું ન કહેવું જોઈએ’ અને ‘કાયદો તેનું કામ કરશે’ જેવી વાતો કહેવા લાગે છે.
આવા ઉદાહરણો શોધવા માટે બહુ પાછળ જવાની જરૂર નથી. તાજેતરમાં જ તેલંગાણામાં, સીએમ રેવંત રેડ્ડીએ 2 મહિલા પત્રકારો વિરુદ્ધ ચાબુક ચલાવ્યા હતા. તેમના વિરુદ્ધની ટિપ્પણીઓ પર, રેડ્ડીએ કહ્યું હતું કે, “એવું ન વિચારો કે હું મુખ્યમંત્રી છું એટલે હું ચૂપ છું. હું તમને નાગા કરીશ અને માર મારીશ. મારા આહ્વાન પર લાખો લોકો તમને મારવા માટે રસ્તાઓ પર આવશે. પરંતુ હું મારા પદને કારણે સહનશીલ છું.”
એક નિષ્ફળ કોમેડિયનની પાછળ હાથ જોડીને ઉભેલી ભીડમાંથી એક પણ વ્યક્તિ રેવંત રેડ્ડી વિરુદ્ધ બોલ્યો નહીં. નાં તેમણે બંધારણ અંગે કોઈ ચિંતા વ્યક્ત કરી. જ્યારે કોમેડિયન કામરાએ એકનાથ શિંદે પર અભદ્ર ટિપ્પણી કરી અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી, ત્યારે બંધારણ તરત ખતરામાં આવી ગયું. આ જ આ જમાતની ચાલ અને ચરિત્ર છે. તેમનો એક જ મંત્ર છે, ‘મેરા કુત્તા ટોમી, પર તુમ્હારા કુત્તા કુતા.’