એમ તો વામપંથી (Leftist) હોવું એ ખરાબ વાત નથી, પરંતુ કોઈ વ્યક્તિનું એક જ સમયે મૂર્ખ અને વામપંથી હોવું એ એવો દુર્લભ સંયોગ ઉભો કરે છે કે દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. ‘આઝાદી-આઝાદી’ ફેમ કોંગ્રેસી બની ચૂકેલ વામપંથી કન્હૈયા કુમાર (Kanhaiya Kumar) આવો જ એક દુર્લભ વ્યક્તિ છે. તે સમય સમય પર આ સાબિત કરતો રહે છે. આ જ ક્રમમાં, તેણે તેના ગૃહરાજ્ય બિહાર (Bihar) વિશે એક નિવેદન આપ્યું છે.
કન્હૈયા કુમારે એક નવો સિદ્ધાંત રજૂ કર્યો છે. કન્હૈયા કુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે બિહારમાં ભારતમાલા પ્રોજેક્ટના રસ્તાઓ રાજ્યનું પાણી લૂંટવા માટે બનાવવામાં આવી રહ્યા છે. કન્હૈયા પૂછવા માંગે છે કે બિહારમાં પહેલા ઉદ્યોગો કેમ નહોતા આવતા અને હવે નાના રોકાણો કેમ આવી રહ્યા છે. કન્હૈયાએ કહ્યું છે કે રસ્તાઓની કોઈ જરૂર નથી. તેમણે રસ્તાઓના નિર્માણને ષડયંત્ર ગણાવ્યું છે.
"Bihar me Bharat mala project me badi-badi sadkein ban rahi taaki Bihar ka paani loot kar le jaye"
— BALA (@erbmjha) March 25, 2025
His idiotic, nonsensical talk is the proof that he has a PhD from JNU. pic.twitter.com/rikbIMNtwl
મૂર્ખતાની એમ તો કોઈ સીમા નથી હોતી પણ આવી બે-ત્રણ વાતો કર્યા પછી વ્યક્તિએ ચૂપ રહેવું જોઈએ. જોકે, કન્હૈયા એક કોંગ્રેસી છે અને તેમની પાસેથી આવી કોઈ પણ અપેક્ષા રાખવી નિરર્થક છે. આગળ કન્હૈયાએ કેટલાક ઉદ્યોગપતિઓના નામ લીધા અને બિહાર વિરુદ્ધ કાવતરું ઘડવાની વાત કરી.
કન્હૈયાનું કહેવું છે કે બિહારમાં ઘણું પાણી છે, તેથી જ અહીં રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ, આ એક નિરર્થક દલીલ છે. જો આપણે ડેટા પર નજર કરીએ તો, 2023માં પ્રકાશિત થયેલ જળ શક્તિ મંત્રાલયના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે બિહારમાં 44% ભૂગર્ભજળનું દોહન થઈ ચૂક્યું છે, જ્યારે બિહારમાં કોઈ મોટો ઔદ્યોગિક માળખું નથી.

આ જ રિપોર્ટ દર્શાવે છે કે ગુજરાતમાં પણ, જ્યાં ઔદ્યોગિક માળખું મજબૂત છે, આ સ્તર ફક્ત 51% સુધી પહોંચ્યું છે. ફક્ત હરિયાણા, પંજાબ અને રાજસ્થાન જ એવા રાજ્યો છે જ્યાં ભૂગર્ભજળનું દોહન 100%થી વધુ થયું છે. આવી સ્થિતિમાં, કોઈ બિહારના પાણી તરફ કેમ નજર કરશે? અમુક રાજ્યોને બાદ કરતાં, સમગ્ર દેશમાં પરિસ્થિતિ સમાન છે.
ભારતમાં વામપંથીઓનો પ્રિય વિષય રહ્યો છે કે કોઈપણ પ્રકારના વિકાસને ગાળો ભાંડો. આ જ ક્રમમાં, કન્હૈયાએ ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ બનેલા રસ્તાઓની પણ ટીકા કરી અને પૂછ્યું કે આ શા માટે બનાવવામાં આવી રહ્યા છે અને આનાથી બિહારમાં કોઈ ઉદ્યોગ નહીં આવે.
કન્હૈયાએ જાણવું જોઈએ કે ફક્ત બિહારમાં જ નહીં પરંતુ કોઈપણ જગ્યાએ ઉદ્યોગ સ્થાપવા માટે કેટલીક શરતો છે. ઉદાહરણ તરીકે, જ્યાં પણ ઉદ્યોગ સ્થાપવાનો હોય, ત્યાં એક રસ્તો હોવો જોઈએ અને આજના સમયમાં, ત્યાં એક હાઇવે હોવો જોઈએ. વીજળીનો પુરવઠો હોવો જોઈએ, સ્થિર નીતિઓ હોવી જોઈએ અને કાયદો અને વ્યવસ્થા સારી હોવી જોઈએ. સૌથી પહેલી શરત યોગ્ય રસ્તો છે.
જો રસ્તો જ નહીં હોય તો ફેક્ટરી લગાવનારા લોકો ત્યાં કેવી રીતે પહોંચશે, માલ કેવી રીતે પહોંચાડવામાં આવશે? અને જો કોઈ રીતે ફેક્ટરી સ્થપાઈ જાય તો પણ તેનો માલ બહાર કેવી રીતે લઈ જવામાં આવશે? કન્હૈયા કુમાર કહે છે કે જ્યારે ફેક્ટરીઓ બનવાની હતી ત્યારે તે ન બની શકી. શું તેઓ એ સ્પષ્ટ કરી શકશે કે ‘ત્યારે’ બિહારમાં રાજ કોનું હતું?
ત્યારે એટલે કે 1950થી 2005 સુધી બિહારમાં મોટાભાગે કોંગ્રેસ અને લાલુનું શાસન હતું. કોંગ્રેસે જ બિહારના ઉદ્યોગોની આ દુર્દશા કરી છે. ન કોંગ્રેસે બિહારમાં મોટા ઉદ્યોગો લાવી અને વધુમાં જે ઉદ્યોગોની સંભાવનાઓ હતી એ પણ છીનવી લીધી. કોંગ્રેસ એ પાર્ટી હતી જેણે ભાડા નોર્મલાઇઝેશન એક્ટ લાગુ કર્યો હતો.
આ કાયદા હેઠળ, રાંચીથી પટનામાં ખનિજો લાવવા માટે જે નૂર ચાર્જ લેવામાં આવતો હતો એટલામાં તો ખનીજો મદ્રાસ પહોંચાડી શકાત. આ જ કારણથી દરિયાકાંઠાનો લાભ લેવા, ઘણા ઉદ્યોગો દક્ષિણના રાજ્યોમાં સ્થળાંતરિત થયા. એવું કહેવાય છે કે આ કાયદાને કારણે બિહારને 10 લાખ કરોડનું નુકસાન થયું.
આ કાયદો 1990માં ખત્મ થયો. આમાં રડવા જેવું કંઈ નથી; આંકડા સાબિત કરે છે. પ્રધાનમંત્રીને આર્થિક સલાહ આપતી સમિતિના અહેવાલ દર્શાવે છે કે દેશના GDPમાં બિહારનો હિસ્સો, જે 1960-61માં 7.8% હતો, તે આજે 2.8% છે. જો આપણે આમાં ઝારખંડનો પણ સમાવેશ કરીએ તો પણ તે 4.3% સુધી જ પહોંચે છે.

કન્હૈયાએ કોંગ્રેસને પૂછવું જોઈએ કે આ કાયદો શા માટે લાવવામાં આવ્યો અને ઉદ્યોગો કેમ તબાહ કરવામાં આવ્યા.સ્વતંત્રતા પછી, બિહારમાં કોઈ નવા ઉદ્યોગો સ્થપાયા નહીં; જે પહેલાંથી અસ્તિત્વમાં હતા તેને કોંગ્રેસે બરબાદ કરી દીધા. કોંગ્રેસે તેમને મરવા છોડી દીધા.
લાલુ પ્રસાદ યાદવ સરકારના જંગલ રાજ, ખંડણી અને અપહરણ ઉદ્યોગે આ વ્યવસાયો અને મૂડીવાદીઓને રાજ્યમાંથી બહાર કાઢવામાં મદદ કરી. આ કોઈ મરવા પડેલા ઉદ્યોગોના અંતિમ સંસ્કાર કરવા જેવું હતું. કોંગ્રેસ અને RJD બંને સાથી રહ્યા છે. ઉદ્યોગ-ધંધા ન હોવાના ગુનામાં બંને ભાગીદાર છે.
હા! એ વાત સાચી છે કે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની NDA સરકારે બિહારમાં ઉદ્યોગ લાવવામાં બહુ મોટી સફળતા નથી મેળવી. નીતિશ કુમારની સરકારની સિદ્ધિઓ ફક્ત રસ્તા અને વીજળી-પાણી છે. પરંતુ હકીકત એ છે કે આ જંગલ રાજે બિહારને એટલી બધી ખરાબ સ્થિતિમાં ધકેલી દીધું હતું કે લોકોને રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી.
નાના રોકાણો પર મરશીયા ગાતા કન્હૈયા કુમારને શું ખબર નથી કે શરૂઆતમાં કોઈપણ રાજ્યમાં ફક્ત નાના રોકાણો જ આવે છે? શું પહેલા દિવસે જ ₹50 હજાર કરોડનું રોકાણ આવી જશે? કન્હૈયાની વાસ્તવિક સમસ્યાઓ રસ્તા, ઉદ્યોગ અને પાણી નથી. વાત એ છે કે તેનો પોતાનો વિકાસ નથી થઈ રહ્યો.
એક સમય હતો જ્યારે કામદારોને મૂડીવાદીઓ અને વિકાસ વિરુદ્ધ ઉશ્કેરીને વામપંથી નેતૃત્વ ચમકતું હતું. કન્હૈયાને બિહારે વારંવાર નકારી કાઢ્યો છે. કારણ કે JNUમાં ડફલી વગાડવી એ એક વાત છે અને ચૂંટણી જંગમાં ઉતરવું અને જીતવું એ બીજી વાત છે. સારું એ જ રહેશે કે કન્હૈયા તેના રાજ્યના સારા માટે વિકાસ પ્રોજેક્ટ માંગે ન કે જે આવી રહ્યા છે તેનો પણ વિરોધ કરે.
આ લેખ મૂળ હિન્દીમાં લખાયેલો છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.